Get The App

યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212

- નિફટી ૨૦૭ પોઈન્ટ તૂટીને ૨૪૦૩૯ : ફાર્મા, કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર શેરોમાં ધોવાણ

- FPIs/FIIની કેશમાં રૂ.૨૯૫૨ કરોડ, DIIની રૂ.૩૫૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212 1 - image


અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ મામલે હૂંસાતૂસીના પરિણામે વૈશ્વિક સાવચેતી

મુંબઈ : પહેલગામ-કાશ્મીરમાં ભારતીય પર્યટકોની આતંકવાદીઓએ કરેલી ઘૃણાસ્પદ હત્યાના પરિણામે ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોઈ લેવાયેલા કેટલાક મહત્વના આર્થિક પ્રતિબંધોના પગલાં અને સામે પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વનું ટેન્શન વધતાં આજે સપ્તાહના અંતે રોકાણકારો, ટ્રેડરોએ રાતવાસો નહીં કરવાનું નક્કી કર્યું હોય એમ આજે ભારતીય શેર બજારોમાં તેજીનો વેપાર ખંખેરાતો જોવાયો હતો. કંઈક મોટું સૈન્ય ઓપરેશન ભારત કરવાની તૈયારીમાં હોઈ સેન્ટીમેન્ટ ડહોળાવવાની પૂરી શકયતાને ધ્યાનમાં લઈ ફંડો, મોટા ખેલાડીઓએ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં આજે કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક મોરચે ભારતને ઘણા દેશોના સપોર્ટ અને બીજી તરફ અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ મામલે કભી  હાં કભી ના નો કિટ્ટાબિલ્લાનો અનિશ્ચિત ખેલ ખેલાતો રહેતાં વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવાઈ હતી. જ્યારે જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે ભારતમાં ફંડો વેચવાલ બન્યા હતા.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૧૯૬ પોઈન્ટ તૂટી ૭૮૬૦૫, નિફટી સ્પોટ ૩૯૯ પોઈન્ટ તૂટી ૨૩૮૪૭ બોલાયા

 કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આરંભથી જ હેમરીંગ કરતાં સેન્સેક્સ એક તબક્કે ૧૧૯૫.૬૨ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૮૬૦૫.૮૧ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળે ટ્રેડરોના કવરિંગ સાથે અંતે ૫૮૮.૯૦ પોઈન્ટ ઘટીને ૭૯૨૧૨.૫૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે ૩૯૮.૮૫ પોઈન્ટના કડાકે નીચામાં ૨૩૮૪૭.૮૫ સુધી ખાબકી ગયા બાદ અડધોઅડધ રિકવર થઈ અંતે ૨૦૭.૩૫ પોઈન્ટ ગબડીને ૨૪૦૩૯.૩૫ બંધ રહ્યો હતો. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, રિટેલ ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ફાર્મા શેરોમાં ગાબડાં : હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૪૫ પોઈન્ટ તૂટયો : બ્લુજેટ, સિગાચી, વિમતા લેબ ગબડયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે મોટાપાયે વેચવાલી નીકળતાં  બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨.૪૩ ટકા એટલે કે ૧૦૪૪.૯૯ પોઈન્ટ તૂટીને ૪૧૮૮૪.૭૬ બંધ રહ્યો હતો. બ્લુજેટ રૂ.૪૪.૦૫ તૂટીને રૂ.૭૨૦.૧૦, સિગાચી રૂ.૨.૬૧ તૂટીને રૂ.૪૨.૮૨, વિમતા લેબ્સ રૂ.૬૫.૪૦ ઘટીને રૂ.૧૦૮૬.૭૦, ન્યુલેન્ડ લેબ રૂ.૭૩૫.૩૦ તૂટીને રૂ.૧૨,૩૪૯, શિલ્પા મેડી રૂ.૩૯.૯૦ તૂટીને રૂ.૬૮૨.૫૫, સુવેન ફાર્મા રૂ.૬૬.૩૦ ઘટીને રૂ.૧૧૩૮.૬૫, મોરપેન લેબ રૂ.૩.૩૮ ઘટીને રૂ.૫૮.૮૨, માર્કસન્સ રૂ.૧૨.૨૦ તૂટીને રૂ.૨૧૬.૧૦, થેમીસ મેડી રૂ.૭.૨૫ ઘટીને રૂ.૧૩૨.૫૦, હાઈકલ રૂ.૨૧.૧૫ ઘટીને રૂ.૩૯૫.૪૦, ગુફિક બાયો રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૩૬૪.૮૦, એનજીએલ ફાઈન રૂ.૫૯.૫૫ ઘટીને રૂ.૧૧૩૨.૨૫, ગ્રેન્યુઅલ્સ રૂ.૨૩.૭૫ ઘટીને રૂ.૪૫૨, વોખાર્ટ રૂ.૭૦.૭૦ ઘટીને રૂ.૧૩૯૬.૩૫, એમક્યોર રૂ.૫૦.૧૦ ઘટીને રૂ.૧૦૨૫.૫૫, કોપરાન રૂ.૯.૧૦ ઘટીને રૂ.૧૯૦, જયુબિલન્ટ ફાર્મા રૂ.૪૨.૪૦ ઘટીને રૂ.૯૧૦.૭૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૯૪ પોઈન્ટ તૂટયો : આઈનોક્સ વિન્ડ, થર્મેક્સ, કલ્પતરૂ, ટીટાગ્રહ ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે મોટું હેમરિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૯૩.૬૬ પોઈન્ટ એટલે કે ૨.૦૬ ટકા તૂટીને ૬૧૫૦૮.૯૬ રહ્યો હતો. આઈનોક્સ વિન્ડ રૂ.૮.૨૫ તૂટીને રૂ.૧૭૨.૨૫, થર્મેક્સ રૂ.૧૬૪.૫૫ તૂટીને રૂ.૩૪૬૪.૬૫, કલ્પતરૂ પાવર રૂ.૪૪.૮૦ તૂટીને રૂ.૯૪૪.૧૦, કેઈન્સ રૂ.૨૫૬.૧૦ તૂટીને રૂ.૫૫૭૭.૮૫, એનબીસીસી રૂ.૪.૩૫ ઘટીને રૂ.૯૫.૪૮, ટીટાગ્રહ રૂ.૩૩.૩૫ તૂટીને રૂ.૭૭૮.૭૫, ભેલ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૨૨૧.૮૫, જીએમઆર એરપોર્ટ રૂ.૩.૫૯ તૂટીને રૂ.૮૫.૩૭, એબીબી ઈન્ડિયા રૂ.૧૮૨.૪૦ ઘટીને રૂ.૫૪૯૯.૯૦, શેફલર રૂ.૧૧૯.૦૫ ઘટીને રૂ.૩૧૮૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું : એક્સાઈડ, ટીઆઈ ઈન્ડિયા, બજાજ ઓટો, અપોલો ટાયર ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલી વધારી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૬૧.૩૩ પોઈન્ટ ગબડીને ૪૯૨૫૦.૮૫ રહ્યો હતો. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૩૭૦.૫૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૦.૯૫ તૂટીને રૂ.૨૫૭૪.૧૦, અશોક લેલેન્ડ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૨૨૫, અપોલો ટાયર રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૪૬૦.૩૦, બજાજ ઓટો રૂ.૧૬૪.૯૦ ઘટીને રૂ.૮૦૩૫.૪૦, ટાટા મોટર્સ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૬૫૪.૮૫, મારૂતી સુઝુકી રૂ.૨૧૪.૯૦ ઘટીને રૂ.૧૧,૬૮૫.૯૦, બોશ રૂ.૪૯૬.૨૦ ઘટીને રૂ.૨૭,૯૧૫, ભારત ફોર્જ રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૧૦૮૭.૯૦ રહ્યા હતા.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૦૮૦ તૂટયો : બ્લુ સ્ટાર રૂ.૧૧૦ તૂટીને રૂ.૧૭૩૯ : વોલ્ટાસ રૂ.૪૭ તૂટી રૂ.૧૨૨૯

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની મોટી વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૮૦.૦૮ પોઈન્ટ તૂટીને ૫૬૯૯૫.૬૨ બંધ રહ્યો હતો. બ્લુ સ્ટાર રૂ.૧૧૦.૫૦ તૂટીને રૂ.૧૭૩૯.૦૫, વોલ્ટાસ રૂ.૪૬.૭૫ તૂટીને રૂ.૧૨૨૯.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૫૧૦.૨૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૯.૨૦ ઘટીને રૂ.૨૬૩.૭૫, વ્હર્લપુલ રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૧૧૬૦.૦૫, ક્રોમ્પ્ટન રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૩૪.૮૫, ડિક્સન રૂ.૩૭૪.૬૦ ઘટીને રૂ.૧૬,૨૧૬.૦૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : એક્સિસ બેંક, મોતીલાલ ઓસ્વાલ, સ્પન્દના સ્ફૂર્તિ, એસબીઆઈ કાર્ડ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૫૮.૭૮ પોઈન્ટ તૂટીને ૬૨૨૪૭.૯૮ બંધ રહ્યો હતો. યશ બેંક ૬૫ પૈસા ઘટીને રૂ.૧૭.૭૮, એક્સિસ બેંક નબળા પરિણામે રૂ.૪૨ ઘટીને રૂ.૧૧૬૫.૩૦, કેનેરા બેંક રૂ.૨.૯૨ ઘટીને રૂ.૯૬.૪૭, ફેડરલ બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૯૬.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૭૫ ઘટીને રૂ.૨૪૭.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૭૯૮.૭૫ રહ્યા હતા. આ સાથે મોતીલાલ ઓસ્વાલ રૂ.૬૧.૪૫ તૂટીને રૂ.૬૯૪.૨૫, સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૨૯૩, એન્જલ વન રૂ.૧૬૮ તૂટીને રૂ.૨૩૩૦.૪૫, એસબીઆઈ કાર્ડ રૂ.૬૦.૮૫ તૂટીને રૂ.૮૬૬.૦૫, ધની રૂ.૪.૦૧ ઘટીને રૂ.૬૦.૧૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૪૧.૩૫ ઘટીને રૂ.૬૫૫.૬૫, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૪૬.૧૦ ઘટીને રૂ.૨૩૩૩.૯૦ રહ્યા હતા.

સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરો મોટાપાયે વેચવાલ : ૩૨૪૬ શેરો નેગેટીવ બંધ

યુદ્વના ટેન્શન વચ્ચે આજે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ અત્યંત નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૪૬ અને વધનારની સંખ્યા માત્ર ૭૧૯  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮.૦૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૧.૫૮ લાખ કરોડ

શેરોમાં આજે મોટાપાયે ફંડો, ઓપરેટરો, રિટેલ ઈન્વેસ્ટરોનું પેનીક સેલિંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૮.૦૫ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૧.૫૮ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FII કેશમાં રૂ.૨૯૫૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૫૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે શુક્રવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૯૫૨.૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૫૨૪.૦૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૭૧.૭૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૫૩૯.૮૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૧૭૦.૭૨કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૩૦.૮૭  કરોડની વેચવાલી કરી હતી.

Tags :