Get The App

શેરોમાં કડાકો : સેન્સેક્સમાં 788 પોઈન્ટનો પ્રચંડ કડાકો : બેંક નિફટી 832 પોઈન્ટ તૂટયો

- નિફટી સ્પોટ ફરી ૧૨૦૦૦ની સપાટી ગુમાવી : અંતે ૨૩૪ પોઈન્ટ તૂટીને ૧૧૯૯૩:સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ઓફલોડિંગ : ૧૯૫૫ શેરો નેગેટીવ બંધ

- ઇરાન મામલે ફરી યુદ્વના ભણકારા

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
શેરોમાં કડાકો : સેન્સેક્સમાં 788 પોઈન્ટનો પ્રચંડ કડાકો : બેંક નિફટી 832 પોઈન્ટ તૂટયો 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર

ઈરાન મામલે ફરી મિડલ ઈસ્ટમાં યુદ્વના ભણકારાં વાગવા લાગતાં આ જીઓપોલિટીકલ ટેન્શનપાછળ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. ગત સપ્તાહમાં ઈરાની સેનાના કમાન્ડરને અમેરિકી ડ્રોન દ્વારા ટાર્ગેટ કરી ઉડાવી દેવાતાં વળતાં પ્રહારોની તૈયારીમાં ઈરાને અમેરિકા પર હુમલો કરવા તેની મિસાઈલ સિસ્ટમને એક્ટીવ કર્યાના સંકેત વચ્ચે અમેરિકાએ પણ ઈરાનના ૫૨ મથકો પર હુમલો કરવાની ચેતવણી આપતાં મિડલ ઈસ્ટમાં ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ સર્જાવાના સંકેતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ફરી ભડકે બળવા લાગી બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરની સપાટી કુદાવી ચાર મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ઝડપી વધી આવતાં ભારતીય અર્થતંત્ર અને ઉદ્યોગો માટે આગામી દિવસો વધુ સંકટના પૂરવાર થવાના એંધાણે ફંડોએ આજે ઈન્ડેક્સ બેઝડ શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. ગત સપ્તાહમાં નવેસરથી શરૂ થયેલી સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને પણ આ આંતરરાષ્ટ્રીય નેગેટીવ સમાચારે બ્રેક લગાવી હતી. ક્રુડ ઓઈલના ભાવ ફરી ભડકે બળવા લાગતાં ભારતની ખાધમાં અસાધારણ વધારો થવાની શકયતાએ અને રૂપિયો નબળો પડતાં આર્થિક પરિસ્થિતિ વધુ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાના અને બેંકોની એનપીએમમાં ફરી જંગી વધારો થવાની બતાવાતી શકયતાએ આજે ફંડોએ હેમરીંગ કર્યું હતું. ખાસ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ કડાકો બોલાવી દીધો હતો. આ સાથે ક્રુડ ઓઈલ વધતાં હવે પેટ્રોલ, ડિઝલના ભાવ ફરી વધવાની તૈયારીએ ઓટોમોબાઈલ શેરોમાં ગાબડાં પડયા હતા. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્મા, એફએમસીજી શેરોમાં ફંડોની વેચવાલીએ ંઆજે એક દિવસમાં જ  રોકાણકારોની સંપતિમાં રૂ.ત્રણ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. સેન્સેક્સ ૭૮૭.૯૮ પોઈન્ટ તૂટીને ૪૦૬૭૬.૬૩ અને નિફટી સ્પોટ ૨૩૩.૬૦ પોઈન્ટ ગબડીને ૧૧૯૯૩.૦૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૪૦૬૧૩ સુધી ખાબકી અંતે ૭૮૭.૯૮ પોઈન્ટ તૂટીને ૪૦૬૭૬

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. ઈરાન-અમેરિકા વચ્ચે તનાવ અને બન્ને દેશો દ્વારા એકબીજા પર હુમલાની થઈ રહેલી તૈયારીએ શરૂઆત ધોવાણ સાથે જ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ૪૧૪૬૪.૬૧ સામે ૪૧૩૭૮.૩૪ મથાળે ખુલીને આરંભથી જ નરમાઈમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ  બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી સહિતના હેવીવેઈટ શેરો તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વેચવાલીએ અને અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, એશીયન પેઈન્ટસ સહિતમાં વેચવાલીએ એક તબક્કે તૂટીને નીચામાં ૪૦૬૧૩.૯૬ સુધી આવી અંતે ૭૮૭.૯૮ પોઈન્ટ ગબડીને ૪૦૬૭૬.૬૩ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં આજે ટાઈટન અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોઝિટીવ રહ્યા હતા. અન્ય તમામ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા.

નિફટી સ્પોટ ફરી ૧૨૦૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૧૧૯૭૪ સુધી ખાબકી અંંતે ૨૩૪ પોઈન્ટ તૂટીને ૧૧૯૯૩

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૨૨૬.૬૫ સામે ૧૨૧૭૦.૬૦ મથાળે ખુલીને આરંભથી જ નરમાઈમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટડ, એક્સીસ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો, આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા  સહિતમાં વેચવાલીએ અને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં હેમરીંગ થતાં ને ઝી એન્ટરટેઈન્મેન્ટ, ગ્રાસીમ, એશીયન પેઈન્ટસ, ભારતી ઈન્ફ્રાટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં વેચવાલીએ ૧૨૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૧૧૯૭૪.૨૦ સુધી આવી અંતે ૨૩૩.૬૦ પોઈન્ટ તૂટીને ૧૧૯૯૩.૦૫ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૨૦૦૦નો પુટ ૧૦.૮૦ થી ઉછળીને ૬૪.૪૫ : નિફટી ૧૨,૧૦૦નો કોલ ૧૪૨.૬૦ થી ગબડીને ૨૭.૧૦

ડેરિવેટીવ્ઝમાં આજે ફરી કડાકા સાથે મંદીનો વેપાર મોટાપાયે મંડાયાની ચર્ચા હતી. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૫,૨૭,૭૬૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૭૭૧૫.૮૬ કરોડના કામકાજે ૧૦.૮૦ સામે ૧૪.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૫ સુધી જઈ અંતે ૬૪.૪૫ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૪,૧૭,૮૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૦૭૨.૫૭ કરોડના કામકાજે ૧૪૨.૬૦ સામે ૧૧૮.૧૫ મથાળે ખુલીને નીચામાં ૨૭ સુધી પટકાઈ અંતે ૨૭.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૭૨.૫૦ સામે ૪૧.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૭.૫૫ થઈ તૂટીને ૮.૪૫ સુધી આવી અંતે ૯ રહ્યો હતો.  નિફટી ૧૨,૧૦૦નો પુટ ૨૩.૫૫ સામે ૩૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૩૩.૧૦ થઈ વધીને ૧૩૮ સુધી જઈ અંતે ૧૨૧ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૩૨,૧૬૧ થી તૂટીને ૩૧,૩૫૦ : નિફટી ફયુચર ૧૨,૨૫૬ થી તૂટીને ૧૨,૦૪૦ 

નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૫૬,૦૭૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૧૫૨.૫૧ કરોડના કામકાજે ૧૨,૨૫૬.૪૫ સામે ૧૨,૨૦૧.૯૦ મથાળે ખુલીને ૧૨૨૧૭.૮૫ સુધી જઈ નીચામાં ૧૨,૦૨૫ સુધી આવી અંતે ૧૨,૦૪૦ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૯૭,૯૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૪૮૪.૫૯ કરોડના કામકાજે ૩૨,૧૬૧.૨૦ સામે ૩૨,૦૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૨૦૨૩.૮૫ થઈ તૂટીને ૩૧,૨૮૬ સુધી આવી અંતે ૩૧,૩૫૦ રહ્યો હતો. 

બેંકેક્સ તૂટયો : આરબીએલ બેંક રૂ.૨૧ તૂટીને રૂ.૩૩૭ : સ્ટેટ બેંક, ફેડરલ , યશ , ઈન્ડસઈન્ડ , એક્સીસ બેંક ગબડયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડયા હતા.બેંકોની એનપીએ વર્ષ ૨૦૨૦માં પણ વધવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગત સપ્તાહમાં ચેતવણી આપતાં અને હવે ફુગાવો પણ વધી રહ્યો હોઈ વણસતી પરિસ્થિતિમાં ધિરાણ ઉપાડ મંદ પડવાના અને બેંકોના માર્જિન પર અસર થવાના સંકતે ફંડોની આજે મોટી વેચવાલી નીકળી હતી. આરબીએલ બેંક રૂ.૨૦.૬૫ તૂટીને રૂ.૩૩૬.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૮૦ તૂટીને રૂ.૩૧૮.૯૫, ફેડરલ બેંક રૂ.૩.૮૦ ઘટીને રૂ.૮૭.૧૫, યશ બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૪૫.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬૦.૬૫ ઘટીને રૂ.૧૪૬૯, એક્સીસ બેંક રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૭૨૨.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૫૨૫.૬૫, એચડીએફસી બેંક રૂ.૨૬.૯૫ ઘટીને રૂ.૧૨૪૧.૧૫, કોટક બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૬૫૨.૩૫, ક્રેડિટ રેટીંગ રૂ.૬૮.૦૫ ઘટીને રૂ.૫૯૭.૯૦, શ્રેઈ ઈન્ફ્રા ફાઈનાન્સ રૂ.૯.૦૩, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૩૦૪.૨૦, કેનેરા બેંક રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૨૦૭.૩૫, બિરલા મની રૂ.૨.૨૦ ઘટીને રૂ.૩૪.૧૫, એબી કેપિટલ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૧૦૧.૧૫, એડલવેઈઝ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૧૧૨.૨૦, પીએનબી રૂ.૩.૬૫ ઘટીને રૂ.૬૧.૪૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૪૧૫.૮૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૫૦૦.૨૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૧૨.૬૫, ઈક્વિટાસ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૧૦૦.૧૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૯૪.૩૦ ઘટીને રૂ.૩૯૯૮.૨૦, આઈડીએફસી રૂ.૧.૬૫ ઘટીને રૂ.૩૫.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૪૩.૬૫, એચડીએફસી એએમસી રૂ.૧૨૫.૯૦ ઘટીને રૂ.૩૦૬૩.૦૫, હુડકો રૂ.૧.૪૫ ઘટીને રૂ.૩૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૩ ઘટીને રૂ.૩૨૨.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૯૨.૫૪ પોઈન્ટ ઘટીને ૩૫૬૨૯.૮૮ બંધ રહ્યો હતો. 

ક્રુડ ઓઈલ વધીને બ્રેન્ટ ૭૦ ડોલર : પેટ્રોલ, ડિઝલના ભાવ વધશે : ઓટો શેરોમાં ગાબડાં 

ઈરાનના જનરલને અમેરિકાએ મોતને ઘાટ ઉતારતા મિડલ ઈસ્ટમાં યુદ્વના ભણકારાં વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ વધીને બ્રેન્ટ ૭૦ ડોલરની સપાટી કુદાવી ચાર મહિનાની ઊંચાઈએ પહોંચતાં હવે પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો નક્કી હોઈ ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફરી વ્યાપક વેચવાલી નીકળી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૧૬.૧૬ પોઈન્ટ તૂટીને ૧૭૮૯૪.૭૦ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૭.૩૦ ઘટીને રૂ.૧૪૧, અશોક લેલેન્ડ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૮૦.૩૫, મારૂતી સુઝુકી રૂ.૨૧૬.૨૫ ઘટીને રૂ.૭૦૩૯.૯૦, ટાટા મોટર્સ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૮૫.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૬૫.૧૦ ઘટીને રૂ.૨૩૬૮.૫૦, અપોલો ટાયર રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૬૦.૬૫, બોશ રૂ.૩૦૯.૧૦ ઘટીને રૂ.૧૪,૮૫૨.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮.૪૫ ઘટીને રૂ.૫૨૪.૨૦, આઈશર મોટર્સ રૂ.૩૦૦.૯૫ ઘટીને રૂ.૨૦,૮૭૮.૭૦, બજાજ ઓટો રૂ.૩૪ ઘટીને રૂ.૩૦૩૬.૮૫, ટીવીએસ મોટર રૂ.૫.૬૦ ઘટીને રૂ.૪૪૭.૨૦, અમરરાજા બેટરીઝ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૭૧૬.૧૦ રહ્યા હતા. 

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ગાબડાં : વેદાન્તા, નાલ્કો, સેઈલ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા ઘટયા

ઈરાન-અમેરિકા ઘટનાને પગલે જીઓપોલીટીકલ ટેન્શન થતાં મેટલ-માઈનીંગ શેરોમાં પણ ઓફલોડિંગ થતું જોવાયું હતું. વેદાન્તા રૂ.૭.૦૫ ઘટીને રૂ.૧૫૦.૬૫,નાલ્કો રૂ.૨ ઘટીને રૂ.૪૩.૭૦, સેઈલ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૪૪.૮૦, હિન્દાલ્કો રૂ.૭.૧૦ ઘટીને રૂ.૨૦૯.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૬૪.૧૦, કોલ ઈન્ડિયા રૂ.૬.૪૦ ઘટીને રૂ.૨૦૫.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૬૬.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૪૭૩.૨૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ઓફલોડિંગ : ૧૯૫૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ગત સપ્તાહ તેજીનું બન્યા બાદ આજે ફરી વ્યાપક વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૫ અને વધનારની સંખ્યા ૫૯૩ રહી હતી. ૨૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

એફઆઈઆઈ-એફપીઆઈની કેશમાં રૂ.૧૦૪ કરોડની વેચવાલી : ડીઆઈઆઈની રૂ.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-એફપીઆઈ રોકાણકારોની આજે-સોમવારે કેશમાં રૂ.૧૦૩.૮૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૩૭૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૩૫.૮૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩.૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૭૭૮.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૦૨.૪૮ કરોડની વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિ એક દિવસમાં જ રૂ.૨.૯૮ લાખ કરોડનું ધોવાણ રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૫૬.૮૮ લાખ કરોડથી રૂ.૨.૯૮ લાખ કરોડ ધોવાઈ જઈ રૂ.૧૫૩.૯૦ લાખ કરોડ રહી ગયું હતું.


Tags :