Get The App

શેર બજારમાં આ વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 746 અને નિફ્ટી 218 પોઇન્ટ તુટ્યો

Updated: Jan 22nd, 2021

GS TEAM


Google News
Google News
શેર બજારમાં આ વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 746 અને નિફ્ટી 218 પોઇન્ટ તુટ્યો 1 - image

મુંબઇ, 22 જાન્યુઆરી 2021 શુક્રવાર

શેર બજાર આ વર્ષનાં સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું, નફાવસુલીનાં પગલે BSEનાં 30 શેરોવાળો સેન્સેક્સ આજે શુક્રવારે 746 પોઇન્ટનાં નુકસાન સાથે 48878નાં સ્તર પર બંધ થયો, ત્યાંજ નિફ્ટી પણ 218 પોઇન્ટ તુટીને 14371નાં સ્તર પર બંધ થયો, સેન્સેક્સમાં બજાજ ઓટો, હિન્દુસ્તાન લીવર, ટીસીએસ, અલ્ટ્રાટેક અને બજાજ ફિનસર્વને બાકાત રાખતા ભારત એરટેલ, નેસ્લે, ટાઇટન, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, HCL ટેક, મારૂતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ, પાવરગ્રિડ, જેવા શેર લાલ નિશાન પર બંધ રહ્યા, જો સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો ફાયનાન્સિયલ સર્વિસિસ, ફાર્મા, રિયલ્ટી, મિડિયા, મેટલ, પ્રાઇવેટ બેંક, નિફ્ટી પીએસયુ બેંક લાલ નિશઆન પર બંધ રહ્યો.   

શેર બજારમાં આ વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 746 અને નિફ્ટી 218 પોઇન્ટ તુટ્યો 2 - imageશેર બજારની આજે શરૂઆત નબળી રહી, BSE નો 30 શેરવાળો સેન્સેક્સ આજ શુક્રવારે  29.81 પોઇન્ટનાં સામાન્ય ઘટાડા સાથે 49,594.95નાં સ્તર પર ખુલ્યો, ત્યાં જ NSEનાં નિફ્ટીમાં પણ આજે ટ્રેડિંગ ઘટાડા સાથે શરૂ થયું, 

અમેરિકામાં નવા પ્રમુખ જો બિડેને સત્તા સંભાળતા વૈશ્વિક બજારમાં આવેલી તેજી અને અનુકુળ બજેટની આશામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ગુરૂવારે પહેલી વખત 50 હજારનાં ઐતિહાસિક સ્તરને પાર કરી ગયું, કોરોના સંકટ બાદ માર્ચમાં 25,638 પોઇન્ટનાં નીચલા સ્તરથી સેન્સેક્સ માત્ર 10 મહિનામાં બે ગણું થઇ ગયું છે, રોકાણકારોને 10 મહિનામાં 100 ટકા રિટર્ન મળ્યું છે.

Tags :