આયાત-નિકાસ રૂંધાય નહીં તે માટે ખાસ હેલ્થ ડેસ્ક ઉભા કરાયા
- રાજ્યો સાથે સમન્વય કરી કસ્ટમ ક્લીયરન્સથી માંડી બેકિંગ સમસ્યા સુધીનું સમાધાન કરાશે
નવી દિલ્હી : કોરોના સંક્રમણમાં વધારો થતા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવાયેલ લોકડાઉન સહિતના અન્ય નિયમોના અમલમાં આયાત-નિકાસ રૂંધાય નહીં તે માટે સરકાર દ્વારા ખાસ હેલ્થ ડેસ્ક ઉભા કરાયા છે. આ હેલ્થ ડેસ્ક થકી રાજ્યો સાથે સમન્વય કરી કસ્ટમ ક્લીયરન્સથી માંડી બેકિંગ સમસ્યા સુધીનું સમાધાન કરાશે.
સરકાર દ્વારા આયાત-નિકાસ પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે વાણિજ્ય મંત્રાલયે કસ્ટમ ક્લીયરન્સ અને વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલ બેંકિંગ સમસ્યાઓના નિકાલ માટે ખાસ હેલ્થ ડેસ્ક ઊભું કરાયું છે. જેનું સંચાલન વિદેશ વેપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી) કરે છે. આ ઉપરાંત આયાતકારોને મદદરૂપ થવા સીબીઆઈસી દ્વારા પણ હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.
આ હેલ્પ ડેસ્ક થકી આયાતકારો અને નિકાસકારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. હેલ્પ ડેસ્ક થકી આયાત-નિકાસ લાઈસન્સ, ક્લિયરન્સ, તેમજ અન્ય ડોક્યુમેન્ટ સંબંધિત તમામ કામગીરી ઝડપથી આટોપાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ તમામ કાર્ય ઝડપી આટોપાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, વિવિધ મંત્રાલયો, વિભાગ તેમજ એજન્સીઓ સાથે સમન્વય સાધીને જે તે પ્રતિકૂળતાનો ઉકેલ લાવવામાં આવશે.
કોરોના મહામારી સંબંધિત ચીજવસ્તુઓ અને સાધનોની આયાત-નિકાસ માટેનો કન્સાઇનમેન્ટ ક્લિયરન્સ, ડયૂટમાં છૂટ સહિતની અન્ય મુશ્કેલીઓનું આ હેલ્પ ડેસ્કના કારણે ઝડપથી નિરાકરણ થાય છે.