Get The App

વિશ્વ બજારમાં સોયાબીન તથા સોયાતેલના ભાવ ઉંચકાયા

- આયાતી ખાદ્યતેલો વધ્યા

- રૂમાં ૭૫ લાખ ગાંસડીના સિલ્લક સ્ટોક સાથે નવી મોસમનો આરંભ

Updated: Oct 19th, 2021

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં  સોયાબીન તથા સોયાતેલના ભાવ ઉંચકાયા 1 - image


(ગુજરાત સમાચાર કાર્યાલેય) મુંબઈ : મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે નવી માગ ધીમી રહી હતી.  બેન્કો બંધ હોતાં  બજારમાં વેપારો પાંખા હતા.   મલેશિયાના પામતેલ બજારો આજે  બંધ રહ્યા હતા.  અમેરિકામાં  ભાવ ઉંચકાયા હતા.   ત્યાં ઓવરનાઈટ મજબુતાઈ પછી  આજે પ્રોજેકશનમાં  ભાવ સાંજે ૩ પોઈન્ટ પ્લસમાં    સોયાતેલના બોલાઈ રહ્યા હતા.   મુંબઈ  હાજર બજારમાં   ૧૦ કિલોના ભાવ  સિંગતેલના  રૂ.૧૪૪૦ તથા  કપાસિયા તેલના રૂ.૧૪૦૦ રહ્યા હતા.

જ્યારે   ઉત્પાદક  મથકોએ ભાવ સિંગતેલના  રૂ.૧૪૦૦ તથા ૧૫ કિલોના  રૂ.૨૨૪૦ જ્યારે  કોટન વોશ્ડના  રૂ.૧૩૫૦થી ૧૩૫૫ રહ્યાના સમાચાર  હતા. મુંબઈ બજારમાં  આયાતી પામતેલના ભાવ રૂ.૧૨૦૫ જ્યારે  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના ભાવ  રૂ.૧૧૨૫થી ૧૧૩૦ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સાંજે  ભાવ વધી  સીપીઓ વાયદાના  રૂ.૧૧૧૨.૨૦ તથા સોયાતેલ વાયદાના વધી  રૂ.૧૨૫૪.૪૦  બોલાઈ રહ્યા હતા. 

સોયાબીન વાયદાના ભાવ જો કે  રૂ.૭૦થી ૭૫   ઘટયા હતા.  મુંબઈ હાજર  બજારમાં સોયાતેલના ભાવ  ડિગમના  રૂ.૧૨૫૦ જયારે રિફા.ના  રૂ.૧૭૦૫  બોલાતા હતા.  જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૨૬૫ તથા રિફા.ના  રૂ.૧૩૫૦ રહ્યા હતા.

દરમિયાન મુંદ્રા-હઝીરા ખાતે  આજે વિવિધ  ડિલીવરીના  ભાવ પામતેલના રૂ.૧૧૯૦ થી ૧૧૯૫ રહ્યા હતા જ્યારે   સોયાતેલના ભાવ રૂ.૧૨૭૫થી  ૧૨૮૫ તથા  સનફલાવરના  રૂ.૧૩૮૦થી ૧૩૮૫  રહ્યાના નિર્દેશો હતા.  નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીના ભાવ સનફલાવરના  રૂ.૧૨૪૦થી ૧૨૮૦  રહ્યા હતા જ્યારે  સોયાતેલના ભાવ  રૂ.૧૨૨૦  રહ્યા હતા કંડલા ખાતે  વિવિધ  ડિલીવરીના ભાવ  લ સોયાતેલના  રૂ.૧૨૧૦ રહ્યા હતા જ્યારે  ચેન્નાઈ ખાતે  ભાવ સનફાલવરના  રૂ.૧૨૩૦થી ૧૨૬૦  બોલાઈ રહ્યા હતા.     

દરમિયાન,  બજારમાંથી   મલેલા સમાચાર મુજબ મલેશિયાએ  નવેમ્બર મહિના માટે ક્રૂડ પામ ઓઈલ સીપીઓની નિકાસ પરનો ટેક્સ ૮ ટકાના દરે  જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.  અમેરિકાના કૃષી  બજારોમાં  ઓવરનાઈટ  ટ્રેડમાં  કોટનના ભાવ ૨૯ પોઈન્ટ ઘટયા હતા.    જ્યારે ત્યાં  સોયાબીનના ભાવ ૩૬ પોઈન્ટ  વધ્યા હતા.    સોયાખોળના  ભાવ ત્યાં  ૧૩ પોઈન્ટ  પ્લસમાં  રહ્યા હતા જ્યારે  સોયાતેલના ભાવ ત્યાં ઓવરનાઈટ ૭૩ પોઈન્ટ ઉંચકાયાના સમાચાર હતા.

દરમિયાન, કોટન  એસોસીએશન ઓફ ઈન્ડિયાના  જણાવ્યા મુજબ  દેશમાં ૨૦૨૦-૨૧ના પાક વર્ષમાં   રૂનો પાક  ૩૫૩ લાખ  ગાંસડી આવ્યો   છે.   આ પૂર્વે  આ અંદાજ  ૩૫૪.૫૦   લાખ ગાંસડીનો  મૂકાયો હતો તે  હવે સહેજ  ઘટાડવામાં  આવ્યો છે.  દેશમાં ઓકટોબર મહિનાથી  રૂની નવી મોસમ શરૂ  થઈ ગઈ છે.  ત્યારે  પાછલી મોસમનો  સિલ્લક સ્ટોક   નવી મોસમના આરંભમાં   ૭૫ લાખ  ગાંસડીનો  બતાવાયો છે. 

મુંબઈ બજારમાં આજે  દિવેલના   હાજર ભાવ  વધુ રૂ.૮ વધ્યા   હતા જ્યારે    હાજર  એરંડાના ભાવ  કિવ.ના રૂ.૪૦ વધી   રૂ.૬૨૪૦   રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં   આજે ટનના ભાવ સનફલાવર ખોળના  રૂ.૫૦૦ તથા  એરંડા ખોળના  રૂ.૩૦૦ ઉંચકાયા હતા.   જ્યારે અન્ય ખોળો શાંત હતા.

Tags :