Get The App

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ધબડકો, સેન્સેક્સ વધ્યા મથાળેથી 626 પોઈન્ટ તૂટી 74115

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ધબડકો, સેન્સેક્સ વધ્યા મથાળેથી 626 પોઈન્ટ તૂટી 74115 1 - image


- ટેરિફ ઘટાડા મામલે ભારતની અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડીલ ?

- નિફટીએ 22500ની સપાટી ગુમાવી : કન્ઝયુમર, મેટલ, ઓટો શેરોમાં વેચવાલી, વિદેશીં રોકાણકારોનું રૂ.485 કરોડનું નેટ સેલિંગ

મુંબઈ : ટ્રમ્પના ટેરિફ વોરના પરિણામે વિશ્વ વેપાર સમીકરણો ધરમૂળથી બદલાઈ રહ્યા હોઈ નિકાસો પર નિર્ભર દેશોની હાલત કફોડી થવાના એંધાણમાં ચાઈનામાં ફુગાવો શૂન્યની અંદર આવી જવા સાથે ડિફલેશનની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહ્યાના અને ભારત પર ટેરિફ લાદવાનું સતત દબાણ કરી રહેલા ટ્રમ્પના દબાણને વશ થઈ ભારતે ટેરિફમાં ઘટાડો કરવા તૈયારી બતાવ્યાના નિર્દેશોએ આજે ભારતીય શેર બજારોમાં મંદીનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. ટેરિફ વોરમાં ભારત પર ભીંસ વધવા લાગી હોઈ સરકારે અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડિલ કરીને ટેરિફમાં અપેક્ષાથી વધુ ઘટાડો કરવા સંમતિ આપી દીધાની ચર્ચા વચ્ચે આજે છેલ્લા કલાકમાં શેરોમાં સેલિંગ પ્રેશર વધ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા ગાબડાં પડયા હતા.

આરંભિક તેજીનો  સેન્સેક્સનો ૪૦૯ પોઈન્ટ, નિફટી નો ૧૨૪ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો 

સેન્સેક્સ આજે આરંભિક મજબૂતીમાં ૪૦૮.૬૭ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૪૭૪.૯૮ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળેથી પાછો ફરીને એક તબક્કે નીચામાં ૭૪૦૨૨.૨૪ સુધી આવી અંતે ૨૧૭.૪૧ પોઈન્ટ ઘટીને ૭૪૧૧૫.૧૭ બંધ રહ્યો હતો. જે વધ્યામથાળેથી ૬૨૬.૦૮ પોઈન્ટ ગબડયો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૧૨૪.૨૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૨૨૬૭૬.૭૫ સુધી પહોંચ્યા બાદ પાછો ફરી નીચામાં ૨૨૪૨૯.૦૫ સુધી આવી અંતે ૯૨.૨૦ પોઈન્ટ ઘટીને ૨૨૪૬૦.૩૦ બંધ રહ્યો હતો. આમ નિફટી વધ્યામથાળેથી ૨૧૬.૪૫ પોઈન્ટ ઘટયો હતો. ખાસ કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થયું હતું.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૧૪ પોઈન્ટ તૂટયો : ટીટાગ્ર રૂ.૫૧, સીજી પાવર રૂ.૩૪, એલજી રૂ.૨૩ તૂટયા

કેપિટલ ગુડઝ શેરો હજુ ઓવરબોટ હોવાનું અને વેલ્યુએશન ઘણા શેરોમાં ખર્ચાળ હોઈ ફંડોએ ઉછાળે શેરોમાં ફરી વેચવાલીનો નવો રાઉન્ડ શરૂ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૧૪.૩૧ પોઈન્ટ તૂટીને ૫૭૬૯૭.૫૫ બંધ રહ્યો હતો. ટીટાગ્રહ રૂ.૫૧.૩૫ તૂટીને રૂ.૭૦૮.૨૫, સીજી પાવર રૂ.૩૪.૩૦ તૂટીને રૂ.૫૯૫.૬૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૨.૬૦ ગબડીને રૂ.૪૩૨.૪૦, હોનટ રૂ.૧૩૫૪.૨૦ તૂટીને રૂ.૩૪,૫૦૭.૬૦, કેઈન્સ રૂ.૧૫૫.૫૦ તૂટીને રૂ.૪૩૦૦.૨૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૬૮.૯૦ ગબડીને રૂ.૫૧૫૭.૯૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૨૬.૧૫ ઘટીને રૂ.૮૦૯.૬૦, સુઝલોન એનજીૅ રૂ.૧.૬૯ તૂટીને રૂ.૫૩.૨૩, પાવર ઈન્ડિયા રૂ.૩૯૦.૬૦ તૂટીને રૂ.૧૨,૬૫૭.૭૦, એનબીસીસી રૂ.૨.૧૮ ઘટીને રૂ.૭૮.૫૭, ભેલ રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૯૨, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૮.૧૦ ઘટીને રૂ.૩૧૭૭.૪૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૯.૪૦ ઘટીને રૂ.૨૮૫૨ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ડિક્સન રૂ.૭૬૫ તૂટયો : કલ્યાણ જવેલર્સ, ટાઈટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો નવેસરથી મોટાપાયે વેચવાલ બનતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૯૮.૯૨ પોઈન્ટ ગબડીને ૫૨૮૭૬.૨૦ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૭૬૪.૭૫ તૂટીને રૂ.૧૩,૧૨૮.૬૦, કલ્યાણ જવેલર્સ રૂ.૨૩.૪૫ તૂટીને રૂ.૪૦૭.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૯૭૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૩૭.૪૫, ટાઈટન કંપની રૂ.૫૬.૪૫ ઘટીને રૂ.૩૦૨૬.૭૦, બ્લુ સ્ટાર રૂ.૨૪.૭૦ ઘટીને રૂ.૨૦૭૪.૫૦ રહ્યા હતા.

ટીવીએસ મોટર રૂ.૮૩ તૂટીને રૂ.૨૨૪૯ : એક્સાઈડ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, ઉનો મિન્ડા ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં તેજીને બ્રેક લાગી ટેરિફ મામલે ચિત્ર હજુ સ્પષ્ટ ન  થાય ત્યાં સુધી નવા મોટા તેજીના વેપારથી ફંડો દૂર રહેતાં અને ઉછાળે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ તેજીનો વેપાર હળવો કરતાં નરમાઈ જોવાઈ હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૭૦.૭૫ પોઈન્ટ ઘટીને ૪૬૫૨૪.૮૩ બંધ રહ્યો હતો. ટીવીએસ મોટર રૂ.૮૨.૮૫ ગબડીને રૂ.૨૨૪૮.૭૦, એક્સાઈડ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૩૪૬.૫૫, બજાજ ઓટો રૂ.૧૭૯.૭૦ તૂટીને રૂ.૭૩૮૩.૬૦, આઈશર મોટર્સ રૂ.૧૧૫.૯૫ તૂટીને રૂ.૪૯૮૧.૯૫, ઉનો મિન્ડા રૂ.૧૭.૩૫ ઘટીને રૂ.૮૫૫.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૬૯.૮૦ ઘટીને રૂ.૩૫૮૧.૭૫, ભારત ફોર્જ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૧૦૬૭.૪૦, બોશ રૂ.૩૭૦.૯૫ ઘટીને રૂ.૨૬,૬૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૪૫ ઘટીને રૂ.૨૭૦૧.૭૫ રહ્યા હતા.

ચાઈનામાં ડિફલેશને મેટલ શેરો તૂટયા : જિન્દાલ સ્ટેનલેસ, નાલ્કો, સેઈલ, એપીએલ, વેદાન્તા ઘટયા

ચાઈનામાં ડિફલેશનની પરિસ્થિતિ સર્જાતાં મેટલ-માઈનીંગ શેરો પર નેગેટીવ અસરે ફંડો વેચવાલ બન્યા હતા. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૯.૩૫ તૂટીને રૂ.૬૨૫.૬૫, નાલ્કો રૂ.૭.૨૦ ઘટીને રૂ.૧૮૮, સેઈલ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૦૭.૧૦, એપીએલ અપોલો રૂ.૨૭.૪૦ ઘટીને રૂ.૧૪૩૦.૭૫, વેદાન્તા રૂ.૮.૦૫ ઘટીને રૂ.૪૩૭.૩૦, એનએમડીસી રૂ.૧.૧૦ ઘટીને રૂ.૬૫.૯૭, કોલ ઈન્ડિયા રૂ.૫.૭૦ ઘટીને રૂ.૩૭૪.૮૫ રહ્યા હતા. 

ઓએનજીસી રૂ.૧૦ તૂટી રૂ.૨૨૩ : પેટ્રોનેટ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં ઓઈલ એક્સપ્લોરેશન શેરોમાં આજે વેચવાલી રહી હતી. ઓએનજીસી રૂ.૯.૫૫ ઘટીને રૂ.૨૨૩.૨૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૮.૮૦ ઘટીને રૂ.૨૭૬.૫૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૮૩, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૨૧.૬૦, એચપીસીએલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૨૫.૬૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૫૫.૦૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૨૦ ઘટીને રૂ.૩૬૨.૫૫, બીપીસીએલ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૨૫૬.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૧૨૩૮.૨૦ રહ્યા હતા.

સન ફાર્મા એડવાન્સ રૂ.૯ તૂટી રૂ.૧૨૭ : થેમીસ મેડી રૂ.૧૧, સિક્વેન્ટ રૂ.૧૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૮૫ તૂટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. સન ફાર્મા એડવાન્સ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૧૨૭.૩૫, થેમીસ મેડી રૂ.૧૧ ઘટીને રૂ.૧૫૫.૧૦, સિક્વેન્ટ રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૧૪૪.૯૦, સુવેન રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૧૮.૭૦, ટારસન્સ રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૩૦૦.૯૫, મોરપેન લેબ રૂ.૨.૮૨ ઘટીને રૂ.૪૬.૮૩, ન્યુલેન્ડ લેબ રૂ.૬૮૪.૬૫ ઘટીને રૂ.૧૧,૪૦૦, સિગાચી રૂ.૨.૨૭ ઘટીને રૂ.૩૮.૩૭, ઓર્ચિડ ફાર્મા રૂ.૪૮.૩૫ ઘટીને રૂ.૯૧૯.૪૫, લિન્કન ફાર્મા રૂ.૨૬.૧૫ ઘટીને રૂ.૪૯૭.૫૫ રહ્યા હતા.

ખરાબ બજારે આઈડીબીઆઈ બેંક, જેએસડબલ્યુ હોલ્ડિંગ, આવાસ, પોલીસી બઝાર, નુવામામાં આકર્ષણ

ખરાબ બજારે આજે પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આઈડીબીઆઈ બેંકમાં સરકારના હોલ્ડિંગ વેચાણ માટે ડયુ ડીલિજન્સ પૂરું થઈ ગયાના અહેવાલ વચ્ચે શેર રૂ.૧.૪૯ વધીને રૂ.૭૪.૨૪ રહ્યો હતો. જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૯૪૦.૮૫ વધીને રૂ.૧૯,૭૬૩, આવાસ ફાઈનાન્શિયર રૂ.૫૨.૩૫ વધીને રૂ.૧૭૫૧.૫૫, પોલીસી બઝાર રૂ.૨૭.૨૦ વધીને રૂ.૧૪૨૫.૩૫, ચૌલામંડલમ હોલ્ડિંગ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૧૬૧૩.૦૫, એસબીઆઈ કાર્ડ રૂ.૮.૯૫ વધીને રૂ.૮૪૩.૩૦ રહ્યા હતા.

મંદીનો નવો રાઉન્ડ : સ્મોલ, મિડ કેપ શેરોમાં નવેસરથી ગાબડાં પડયા : ૨૮૭૭ શેરો નેગેટીવ બંધ

શેરોમાં આજે મંદીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય એમ સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા  ૨૫૧૨થી ઘટીને ૧૨૦૩ અને ઘટનારની સંખ્યા૧૪૬૮થી વધીને ૨૮૭૭  રહી હતી.

FPIs/FII  કેશમાં રૂ.૪૮૫ કરોડના શેરોની વેચવાલી : DIIની રૂ.૨૬૪ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૪૮૫.૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૯૨૪.૮૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૧૦.૨૪ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૬૩.૫૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૯૫૯૧.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૩૨૭.૭૮ કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૪.૪૪ લાખ કરોડ ઘટીને રૂ.૩૯૩.૮૫ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના  સંખ્યાબંધ શેરોમાં નવેસરથી ગાબડાં પડતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૪૪ લાખ  કરોડ ઘટીને રૂ.૩૯૩.૮૫ લાખ કરોડ રહ્યું હતું.

Tags :