For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યુ. ફંડોની એસેટ્સમાં SIPનો હિસ્સો 17 ટકાની નવી ટોચે

- ફેબ્રુઆરીના અંતે સિપ છેંસ્ રૂ. ૬.૭૪ લાખ કરોડ જ્યારે ફંડ ઉદ્યોગની છેંસ્ રૂ. ૩૯.૪૬ લાખ કરોડ

- કુલ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એયુએમમાં ઇક્વિટી સિપ એયુએમનો હિસ્સો લગભગ ૩૭ ટકા પર સ્થિર

Updated: Mar 17th, 2023

Article Content Image

મુંબઇ : મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ) માં સ્થિર પ્રવાહ, ડેટ સ્કીમ્સમાંથી આઉટફ્લોએ ફેબ્રુઆરીમાં મેનેજમેન્ટ હેઠળની કુલ ઇન્ડસ્ટ્રી એસેટ્સમાં સિપનો હિસ્સો ૧૭.૧ ટકાની નવી ઊંચી સપાટીએ પહોચ્યો હતો. સિપનો ઉપયોગ મુખ્યત્વે રિટેલ રોકાણકારો દ્વારા કરવામાં આવે છે અને ૧૦ સિપ એકાઉન્ટમાંથી સાત ઇક્વિટી લિન્ક્ડ એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સાથે જોડાયેલા છે. ડેટ સ્કીમ્સને સિપ રોકાણનો નજીવો હિસ્સો મળ્યો હતો અને તેમની મોટાભાગની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (એયુએમ) સંસ્થાકીય રોકાણકારો પાસેથી આવી હતી.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરીના અંતે સિપ એયુએમ રૂ. ૬.૭૪ લાખ કરોડ હતી જ્યારે કુલ ઉદ્યોગ એયુએમ રૂ. ૩૯.૪૬ લાખ કરોડ હતી. છેલ્લા એક વર્ષમાં સિપ એયુએમ ૨૩% વધી છે, જ્યારે કુલ એયુએમ માત્ર ૫% વઘી છે.

કુલ એયુએમમાં સિપનો હિસ્સો વધવાનું કારણ સિપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં સ્થિરતા સાથે આવતું નવું રોકાણ છે. સિપ રોકાણકારોએ છેલ્લા ૧૨ મહિનામાં દર મહિને રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ડેટ સ્કીમમાંથી બહાર નીકળવાને કારણે ઉદ્યોગની એકંદર એયુએમ પર અસર પડી હતી. ફેબ્રુઆરીમાં ડેટ એયુએમ વાર્ષિક ધોરણે ૧૦ ટકા ઘટીને રૂ. ૧૩ લાખ કરોડ થયું હતું.

રોકાણકારો હવે સમજી રહ્યા છે કે સિપ રોકાણથી તેમને રૂપિયાની સરેરાશ કિંમત દ્વારા ફાયદો થશે. જ્યારે નિયમિત અંતરાલમાં રોકાણ કરવામાં આવે ત્યારે રૂપિયાની કિંમત સરેરાશ કરવામાં આવે છે. આ વ્યવસ્થા રોકાણકારોને બજાર ડાઉન હોય ત્યારે સમાન કિંમતે વધુ સ્ખ એકમો અને બજાર ઉપર હોય ત્યારે ઓછા મ્યુચ્યુઅલ ફંડ  એકમો ખરીદવાની મંજૂરી આપે છે. આ એકમ દીઠ ખર્ચની સરેરાશ છે.

જો કે, સિપના વધતા વલણે છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી એયુએમમાં એકસાથે રોકાણના હિસ્સાને નુકસાન પહોંચાડયું નથી. ડેટા દર્શાવે છે કે કુલ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એયુએમમાં ઇક્વિટી સિપ એયુએમનો હિસ્સો લગભગ ૩૭ ટકા પર સ્થિર રહ્યો છે કારણ કે માસિક સિપ રોકાણ સતત મજબૂત છે.

જાન્યુઆરીના અંતે ઇક્વિટી એસઆઇપી એયુએમ રૂ. ૫.૮ લાખ કરોડ હતી, જ્યારે કુલ ઇક્વિટી ફંડ એયુએમ રૂ. ૧૫ લાખ કરોડ હતું. એકંદરે, ઇક્વિટી, હાઇબ્રિડ અને સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સમાં રિટેલ એયુએમ ફેબ્રુઆરીના અંતે રૂ. ૨૦.૨૮ લાખ કરોડ હતી. ૨૦૨૧ના અંતે આ આંકડો ૧૮ લાખ કરોડ રૂપિયા હતો.


Gujarat