Gold, Silver Touch Record Highs : આજે સોના અને ચાંદીના ભાવમાં નવો રૅકોર્ડ સર્જાયો છે. 12 જાન્યુઆરીએ સોનું અને ચાંદી બંનેના ભાવ ફરી ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા.
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 3,327 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમતમાં આજે 13,968નો વધારો નોંધાયો.
આજે કેટલી કિંમત પર બંધ થયા સોના-ચાંદીના ભાવ? ( IBJA અનુસાર )
10 ગ્રામ સોનું : 1 લાખ 40 હજાર 449 રૂપિયા
1 કિલો ચાંદી : 2 લાખ 56 હજાર 776 રૂપિયા
નોંધનીય છે કે આ કિંમત પર જીએસટી, ઘડામણનો ચાર્જ, માર્જિન વગેરે સામેલ નથી. જેથી જુદા જુદા શહેરોમાં તેની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે.


