Get The App

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર

- સોનામાં પચાવાતો ઉછાળો: ક્રૂડતેલ વધી ૬૭ ડોલર:વૈશ્વિક ચાંદી વધી ૩૬ ડોલર પાર કરી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે  પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર 1 - image


 મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હતી. દરમિયાન, સોનાના ભાવ ઉંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે સુસ્ત હવામાન દર્શાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૫.૯૭થી ૩૫.૯૮ વાળા ઉંચામાં ભાવ ૩૬.૪૩થઈ ૩૬.૨૯થી ૩૬.૩૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બાજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૦૫૦૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૮૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૨૦૦ના મથાળે શાંત હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૦થી ૩૩૧૧ વાળા વવધી ૩૩૨૮ થઈ ૩૩૨૨થી ૩૩૨૩  ડોલર રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં  ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું.  દરમિયાન,  મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૦૦૦ વાળા રૂ.૧૦૫૫૬૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૩૩૫ થઈ રૂ.૯૫૪૮૦ જ્યારે ૯૯૯ના રૂ.૯૫૭૧૮ થઈ રૂ.૯૫૮૬૪ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ   ૧૨૦૦ પાર કરી ૧૨૨૧થી ૧૨૨૨ થઈ ૧૧૯૨થી ૧૧૯૩ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ  ૧૦૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૬ ટકા પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધતાં ભાવ વધી ઉંચામાં બેરલના ૬૭ ડોલરની સપાટીને આંબી ગયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૭ થઈ ૬૬.૯૭ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૫.૦૯ થઈ ૬૫.૦૭ ડોલર રહ્યા હતા.

ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થવાની આશાએ  ક્રૂડતેલમાં હવામાન મજબૂતાઈનું રહ્યું હતું. ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં ઉંચામાં ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની નજીક પહોંચી ગયા છે અને હવે પછીની ચાલ મહત્ત્વની સાબિત થશે એવી ગણતરી વિશ્વ બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા.

Tags :