Get The App

ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ 1 - image
AI IMAGE

Gold-Silver New Rates: સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે (4 નવેમ્બર) ફરી એકવાર ઘટાડો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને ઘરેલુ માર્કેટ સુધીમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. MCX પર સોનું 500 રૂપિયા સસ્તુ થયું છે, ત્યારે ચાંદીના ભાવ અંદાજિત 2500 રૂપિયા સુધી તૂટ્યા છે. આવો જાણીએ હવે 10 ગ્રામ 24 કેરેટ સોનું ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે?

ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો

સૌથી વધુ ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. મંગળવારે MCX પર ચાંદીનો ભાવ શરુઆતના ટ્રેડિંગમાં રૂ. 1,47,602 પ્રતિ કિલોગ્રામ સુધી આવી ગયો હતો, જે ગત ટ્રેડિંગ બંધ રૂ. 1,50,150 હતો. એટલે કે, તેમાં રૂ. 2,500થી વધુનો ઘટાડો થયો. ટ્રેડિંગ આગળ વધતાં આ ઘટાડો થોડો ઓછો થયો, પરંતુ સાંજે 5 વાગ્યા સુધીમાં ભાવ રૂ.1,800 ઘટીને રૂ. 1,48,343 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

MCX પર સોનાના ભાવમાં આટલો ઘટાડો થયો

મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 ડિસેમ્બરની એક્સપાયરી ડેટ વાળા 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ લખાઈ રહ્યો હતો ત્યારે રૂ. 487 ઘટીને રૂ. 1,20,928 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ગત ટ્રેડિંગ દિવસે રૂ. 1,21,415 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જોકે, શરુઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનું ઘટીને રૂ. 1,19,801 પર આવી ગયું હતું, જે 10 ગ્રામ દીઠ રૂ. 1,614નો ઘટાડો દર્શાવે છે.

Tags :