ચાંદી રૂ.1,01.000ની સપાટીએ પહોંચી : સોનામાં સેન્ટ્રલ બેન્કોની ખરીદીમાં ઘટાડો
- વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ઉંચા મથાળે બેતરફી વધઘટ
- ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર વિષયક વાતચીત પૂર્વે ટ્રમ્પે ચીનના પ્રમુખને ડીલ માટે અઘરા ગણાવ્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના 3359થી 3360 વાળા ઉંચામાં ભાવ 3372 તથા નીચામાં ભાવ 3343 થઈ 3360થી 3361 ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ જીએસટી વગર 995ના રૂ.96479 વાળા રૂ.96600 ખુલી રૂ.96360 બંધ રહ્યા હતા.
જયારે 999ના ભાવ રૂ.96867 વાળા રૂ.96988 થઈ રૂ.96747 રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.100460 વાળા રૂ.101000 થઈ રૂ.100980 બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના 34.38 ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝેવરી બજારોમાં આ જે ઉંચા મથાળે બેતરફી વધઘટ જોવા મળી હતી.
દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વિષયક વાતચીતક પર નજર રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમંપના જણાવ્યા મુજબ ચીનના પ્રમુખ વેપાર કરાર માટે અઘરા જણાયા છે! દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ 1081 ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 999 ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 995ના રૂ.99400 તથા 999ના રૂ.99700 રહ્યા હતા જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.500 વધી રૂ.99500 રહ્યા હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ એપ્રિલમાં સોનાની કુલ ખરીદી 12 ટનની કરી હતી. માર્ચની સરખામણીએ એપ્રિલમાં આવી ખરીદીમાં 12 ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક ક્રૂડતેલમાં નવી માગ ધીમી પડી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના 65.43 વાળા આજે નીચામાં 65.13 થઈ 65.28 ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં 62.88 થઈ 63.09 ડોલર રહ્યા હતા.