Get The App

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

- રિઝર્વ બેન્કને ૨૦૨૪-૨૫માં આશરે સાડા ત્રણ ટન સોનું મળ્યું

- ક્રૂડમાં મંદીવાળાના વેચાણો કપાવાની આગાહી

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી.  ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કસોસ્ટ વધી જતાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૨૨થી ૩૩૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૪૨થી ૩૩૪૩ થઈ ૩૩૩૯થી ૩૩૪૦ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હોવાના સમાચાર હતા.  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશ ના ૩૬.૨૯થી ૩૬.૩૦ વાળા વધી ૩૬.૮૩ થઈ ૩૬.૬૩થી ૩૬.૬૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો.

જોકે ઘરઆંગણાના ઝવેરી બજારોમાં નવી માગ ધીમી રહી હતી.  મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૧૦૫૫૬૦ વાળા વધી  રૂ.૧૦૭૦૦૦ બોલાયા હતા.  મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના  રૂ.૯૫૪૮૦ વાળા રૂ.૯૫૯૭૩ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૮૬૪ વાળા રૂ.૯૬૩૫૯ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૨૦૦૦ બોલાતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ૧૨૨૭ થઈ ૧૨૨૧થી ૧૨૨૨ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૦૮૨ તથા નીચામાં ૧૦૫૧ થઈ ૧૦૬૮થી ૧૦૬૯ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલમાં તેજી આગળ વધી હતી. ઓપકના દેશોમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી થયાના વાવડ હતા.  ચીન તથા અમેરિકા  વચ્ચેની ટ્રેડ વિષયક મિટિંગ પર નજરહતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ૬૭.૫૬ થઈ ૬૭.૨૯ ડોલર રહ્યા હતા જ્યારે .ુએસ ક્રૂડના ભાવ વધી ૬૫.૭૮  થઈ ૬૫.૫૬ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલમાં મંદીવાળ ાના વેંચાણો કપાશે એવી શક્યતા બેન્ક ઓ ફ અમેરિકાએ  દર્શાવી હતી.

દરમિયાન, રિઝર્વ બેન્કમાંથી મળતા આંકડાઓ મુજબ ૨૦૨૪-૨૫માં આરબીઆઈને ૩.૪૦ ટન સોનું મળ્યું છે. નાણાં મંત્રાલયના  સૂત્રોના  જણાવ્યા મુજબ સિકયોરિટી પ્રિન્ટીંગ એન્ડ મિન્ટીંગ કોર્પોરેશને તસ્કરીનું જપ્ત કરેલું આ સોનું રિફાઈન્ડ કરીને રિઝર્વ બેન્કને  આપ્યું છે જેને દેશહિતના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે એવી ચર્ચા બજારમાં સંભળાઈ હતી.


Tags :