Get The App

ચાંદીમાં વિશ્વ બજાર પાછળ રૂ.1200નો કડાકો

- ક્રૂડ ફરી ઉંચકાઈ ૬૦ ડોલર વટાવી ગયું : ચીનના કાતિલ વાયરસના પગલે વૈશ્વિક શેરબજારોએ કુલ ૧.૫૦ ટ્રીલીયન ડોલર ગુમાવ્યા!

- વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ત્રણ ટકા ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ

Updated: Jan 29th, 2020

GS TEAM

Google News
Google News
ચાંદીમાં વિશ્વ બજાર પાછળ રૂ.1200નો કડાકો 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 29 જાન્યુઆરી 2020, બુધવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર નરમાઈ બતાવતા હતા.  વિશ્વ બજારમાં  ખાસ કરીને ચાંદીના ભાવમાં ૩ ટકાથી વધુનો કડાકો ઓવરનાઈટ જોવા મળતાં  ઘરઆંગણે આજે  ચાંદી બજારના ખેલાડીઓ સવારે ખુલતી બજારે  સ્તબ્ધ બની ગયેલા જણાયા હતા.અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે  ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ.૧૨૦૦નો કડાકો બોલાયો હતો. મુંબઈ બજારમાં આજે  ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ.હજારથી વધુનો કડાકો બોલાયો હતો. 

  વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના ૧૭.૯૫ ડોલરવાળા ગબડી નીચામાં ૧૭.૪૩ ડોલર થઈ સાંજે ભાવ આજે ૧૭.૫૦થી ૧૭.૫૧ ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૬૯૫ વાળા રૂ.૪૫૫૦૫ થઈ રૂ.૪૫૫૩૫ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૪૫૪૦૦થી  ૪૫૪૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા  રહ્યા હતા.

  ચાઈનાના ધાતક વાયરસના પગલે વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડશે તથા તેના પગલાં ચાંદીમાં ઔદ્યોગિક માગ ઘટશે એવી શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ તૂટી ગયાનું   જાણકારોએ જણાવ્યુ હતું. વિશ્વ બજારમાં  આજે સોનાના ભાવ પણ ઔંશના ૧૫૭૭.૯૦ ડોલરવાળા ઘટી નીચામાં  ભાવ ૧૫૬૪.૮૦ ડોલર થઈ સાંજે  ૧૫૭૧.૬૦થી ૧૫૭૧.૭૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ૧૦ ગ્રામના  રૂ.૪૦૪૯૩ વાળા રૂ.૪૦૧૫૧ થઈ રૂ.૪૦૩૦૨ તથા ૯૯.૯૦ના  ભાવ રૂ.૪૦૬૫૬ વાળા રૂ.૪૦૩૧૨ થઈ રૂ.૪૦૪૬૪ બંધ રહ્યા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.   વિસ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ આજે સાંજે  ઔંશના ૯૯૩.૪૦થી ૯૯૩.૫૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૨૨૮૩.૧૦થી ૨૨૮૩.૨૦ ડોલર રહ્યા હતા.  ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ  ઘટતા અટકી આજે સાંજે ૦.૪૦થી ૦.૪૫ ટકા પ્લસમાં રહ્યાના સમાચાર હતા. લંડન એક્સ.માં  કોપરના ભાવ  ટનના ૩ મહિનાની ડિલીવરીના આજે ૫૭૧૫થી ૫૭૨૦ ડોલર રહ્યા હતા.  ત્યાં કોપરનો સ્ટોક આજે ૧૪૭૫ ટન ઘટયો હતો.  ત્યાં ટીનના ભાવ ૧૬૩૨૨ ડોલર, નિકલના ૧૨૬૬૨ ડોલર, એલ્યુમિનિયમના ૧૭૪૯ ડોલર, જસતના ૨૨૭૮ ડોલર તથા સીસાના ૧૮૭૮ ડોલર બોલાઈ રહ્યા હતા.   ત્યાં એલ્યુમિનીયમનો સ્ટોક આજે ૧૩૯૨૫ ટન  વધ્યો હતો જ્યારે  નિકલનો સ્ટોક ૨૨૦૨  ટન વધ્યો હતો.  જસત તથા ટીનનો સ્ટોક ઘટયાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળેથી  વધી આવતાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલ દીઠ વધી ૬૦ ડોલરની સપાટી વટાવ્યા પછી  સાંજે ભાવ ૫૯.૯૬ ડોલર રહ્યા હતા.

 જ્યારે ન્યુયોર્કના ભાવ વધી ૫૪ ડોલર વટાવી સાંજે ભાવ ૫૩.૮૯ ડોલર રહ્યાના સમાચાર હતા.  ઘરઆંગણે આજે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરનાભાવ વધુ નવ પૈસા ઘટી રૂ.૭૧.૨૫ રહ્યા હતા  જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૩ પૈસા ઘટી રૂ.૯૨.૭૧થી  ૯૨.૭૨ રહ્યા હતા.  યુરોના ભાવ આજે ૧૭ પૈસા ઘટી રૂ.૭૮.૪૦થી ૭૮.૪૧ રહ્યા હતા.  દરમિયાન, ચીનના ઘાતક વાયરસના પગલે વૈશ્વિક શેરબજારો  તાજેતરમાં ગબડતાં  વૈશ્વિક  સ્તરે શેરબજારોમાં કુલ ૧.૫૦ ટ્રીલીયન ડોલરનું ધોેવાણ થયાનું વિશ્વ બજારના  ખેલાડીઓએ  જણાવ્યું હતું.   દરમિયાન, હુવેઈ કંપનીની અમેરિકાએ બ્રિટન સામે નારાજગી બતાવ્યાના વાવડ હતા. 

દરમિયાન, અમેરિકાના શેરબજારો આંચકા પચાવી  મંગળવારે રાત્રે પ્રત્યાઘાતી ઝડપી ઉંચકાયા હતા અને તેના પગલે વૈશ્વિક સ્તરે  સોનામાં ઉછાળે  ફંડવાળા હળવા થતા જોવા મળ્યા હતા.   વિસ્વ બજારમાં  વિવિધ કરન્સીઓની  બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ વધ્યાના સમાચાર હતા.


Tags :