Get The App

ચાંદીએ તમામ રૅકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીએ તમામ રૅકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર 1 - image


Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર(MCX)માં 19 જાન્યુઆરી, 2026 ઐતિહાસિક દિવસ રહ્યો. ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રૅકોર્ડ બનાવ્યો છે. સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીને કારણે આ તેજી જોવા મળી છે.

ચાંદી ₹3 લાખને પાર 

MCX પર 5 માર્ચ, 2026ના વાયદામાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી. 

જૂનો બંધ ભાવ: શુક્રવારે ચાંદીનો વાયદો ₹2,87,762 પર બંધ થયો હતો.

આજનો ખૂલતો ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદી ₹2,93,100 પર ખૂલી હતી.

નવી ઐતિહાસિક સપાટી: ખૂલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ ₹3,01,315 ની ઓલ-ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.

વર્તમાન ભાવ: સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400(3.61%)નો જંગી વધારો નોંધાયો છે અને ભાવ ₹2,98,162 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 

સોનું પણ રૅકોર્ડ હાઇ પર 

ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના વાયદામાં સોનું પણ ઉછળ્યું છે.

જૂનો બંધ ભાવ: સોનાનો વાયદો શુક્રવારે ₹1,42,517 પર બંધ થયો હતો.

આજનો ખૂલતો ભાવ: આજે સોનું ₹1,43,321ના ભાવે ખૂલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,45,500ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.

વર્તમાન ભાવ: હાલમાં સોનું ₹1,937(1.36%)ના વધારા સાથે ₹1,44,454 પર કારોબાર કરી રહ્યું છે.

આમ, બજારમાં આજે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદીના ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખાસ ખેંચ્યું છે.