Get The App

4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં 'ચમક' ફીકી પડી!

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં 'ચમક' ફીકી પડી! 1 - image


AI Image


Silver and Gold Price Update : કિંમતી ધાતુઓના રોકાણકારો માટે છેલ્લા કેટલાક દિવસો 'રોલર કોસ્ટર રાઈડ' સમાન રહ્યા છે. 29 જાન્યુઆરી 2026 રોજ ચાંદીએ ₹4.20 લાખ અને સોનાએ ₹1.93 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, ત્યારબાદ આવેલી નફાખોરી અને વૈશ્વિક કારણોને લીધે કિંમતોમાં મોટી સુનામી જોવા મળી છે. હાલમાં ચાંદી તેના હાઈ લેવલથી આશરે 40% અને સોનું 20% જેટલું સસ્તું મળી રહ્યું છે. છેલ્લા 3 અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવ ગગડી રહ્યા છે. 

ચાંદીના ભાવમાં ઐતિહાસિક 'ક્રેશ'

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ વાયદાની ચાંદી શુક્રવારે ₹2,44,360 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જો આપણે તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત (₹4,20,048) સાથે તુલના કરીએ, તો ચાંદી હજુ પણ ₹1,75,688 સસ્તી મળી રહી છે. ફેબ્રુઆરીના મધ્યમાં ચાંદીમાં આવેલો આ ઘટાડો છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો કડાકો માનવામાં આવે છે.

સોનામાં પણ મોટી રાહત

સોનાના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું 29 જાન્યુઆરીએ ₹1,93,096 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યા બાદ અત્યારે ₹1,55,895 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આમ, સોનું અત્યારે તેના ઉચ્ચ સ્તરથી આશરે ₹37,201 સસ્તું મળી રહ્યું છે.

કેમ તૂટ્યા ભાવ? 

બજારના નિષ્ણાતો આ ઘટાડા પાછળ મુખ્ય 4 કારણો જોઈ રહ્યા છે:

ટ્રમ્પની નીતિઓ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની જાહેરાત બાદ ડોલર મજબૂત થયો છે.

નફાખોરી (Profit Booking): જાન્યુઆરીમાં ભાવ આસમાને પહોંચતા મોટા રોકાણકારોએ નફો વસૂલવા માટે સોના-ચાંદીનું વેચાણ વધાર્યું.

વ્યાજ દરોમાં અનિશ્ચિતતા: અમેરિકામાં મજબૂત રોજગારીના આંકડાઓને કારણે વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા ઓછી થઈ છે.

ચીનની અસર: ચીનના બજારોમાં ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.