Business

4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં 'ચમક' ફીકી પડી!

By GS Team
15 Feb 20262 mins read
TukuTouch Logo
કિંમતી ધાતુઓના રોકાણકારો માટે છેલ્લા કેટલાક દિવસો 'રોલર કોસ્ટર રાઈડ' સમાન રહ્યા છે. 29 જાન્યુઆરી 2026 રોજ ચાંદીએ ₹4.20 લાખ અને સોનાએ ₹1.93 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, ત્યારબાદ આવેલી નફાખોરી અને વૈશ્વિક કારણોને લીધે કિંમતોમાં મોટી સુનામી જોવા મળી છે. હાલમાં ચાંદી તેના હાઈ લેવલથી આશરે 40% અને સોનું 20% જેટલું સસ્તું મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં 'ચમક' ફીકી પડી!

AI Image


Silver and Gold Price Update : કિંમતી ધાતુઓના રોકાણકારો માટે છેલ્લા કેટલાક દિવસો 'રોલર કોસ્ટર રાઈડ' સમાન રહ્યા છે. 29 જાન્યુઆરી 2026 રોજ ચાંદીએ ₹4.20 લાખ અને સોનાએ ₹1.93 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, ત્યારબાદ આવેલી નફાખોરી અને વૈશ્વિક કારણોને લીધે કિંમતોમાં મોટી સુનામી જોવા મળી છે. હાલમાં ચાંદી તેના હાઈ લેવલથી આશરે 40% અને સોનું 20% જેટલું સસ્તું મળી રહ્યું છે. છેલ્લા 3 અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવ ગગડી રહ્યા છે. 

ચાંદીના ભાવમાં ઐતિહાસિક 'ક્રેશ'

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ વાયદાની ચાંદી શુક્રવારે ₹2,44,360 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જો આપણે તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત (₹4,20,048) સાથે તુલના કરીએ, તો ચાંદી હજુ પણ ₹1,75,688 સસ્તી મળી રહી છે. ફેબ્રુઆરીના મધ્યમાં ચાંદીમાં આવેલો આ ઘટાડો છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો કડાકો માનવામાં આવે છે.

સોનામાં પણ મોટી રાહત

સોનાના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું 29 જાન્યુઆરીએ ₹1,93,096 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યા બાદ અત્યારે ₹1,55,895 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આમ, સોનું અત્યારે તેના ઉચ્ચ સ્તરથી આશરે ₹37,201 સસ્તું મળી રહ્યું છે.

કેમ તૂટ્યા ભાવ? 

બજારના નિષ્ણાતો આ ઘટાડા પાછળ મુખ્ય 4 કારણો જોઈ રહ્યા છે:

ટ્રમ્પની નીતિઓ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની જાહેરાત બાદ ડોલર મજબૂત થયો છે.

નફાખોરી (Profit Booking): જાન્યુઆરીમાં ભાવ આસમાને પહોંચતા મોટા રોકાણકારોએ નફો વસૂલવા માટે સોના-ચાંદીનું વેચાણ વધાર્યું.

વ્યાજ દરોમાં અનિશ્ચિતતા: અમેરિકામાં મજબૂત રોજગારીના આંકડાઓને કારણે વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા ઓછી થઈ છે.

ચીનની અસર: ચીનના બજારોમાં ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.