Get The App

₹12000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
₹12000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ 1 - image


Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર (MCX) માં આજે, બુધવાર, 14 જાન્યુઆરી 2026 ના રોજ કિંમતી ધાતુઓમાં તેજીનો તડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીએ તેના તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે, જ્યારે સોનામાં પણ મજબૂત ઉછાળો નોંધાયો છે. રોકાણકારોમાં જોરદાર લેવાલી નીકળતા બજારમાં તેજીનો માહોલ છવાયો છે.

ચાંદી ઓલ-ટાઈમ હાઈ પર, એક જ દિવસમાં ₹12,000થી વધુનો ઉછાળો

આજની તેજીનું મુખ્ય કેન્દ્ર ચાંદી રહી છે. MCX પર માર્ચ 2026 ના વાયદામાં ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે.

જૂનો બંધ ભાવ: ગઈકાલે ચાંદીનો વાયદો ₹2,75,187 પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹2,81,698 પર ખુલી હતી.

નવી ઐતિહાસિક સપાટી: ખુલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ ₹2,87,990 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. આજે ચાંદીમાં એકઝાટકે 12803 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. 

તોતિંગ વધારો: સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, ચાંદીમાં એક જ દિવસમાં ₹10,817 (3.93%) નો જંગી વધારો નોંધાયો છે અને ભાવ ₹2,86,004 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

સોનામાં પણ મજબૂતી, ભાવ ₹1.43 લાખને પાર

ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. MCX પર ફેબ્રુઆરી 2026 ના વાયદામાં સોનું પણ ઉછળ્યું છે.

જૂનો બંધ ભાવ: સોનાનો વાયદો ગઈકાલે ₹1,42,241 પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે સોનું ₹1,40,501 ના ભાવે ખુલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,43,173 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.

વર્તમાન ભાવ: હાલમાં સોનું ₹843 (0.59%) ના વધારા સાથે ₹1,43,084 પર કારોબાર કરી રહ્યું છે.

આમ, બજારમાં આજે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદીના ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખાસ ખેંચ્યું છે.