Get The App

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર

- બે દિવસમાં અઢી હજારની તેજી આવી: સોનું બે દિવસમાં રૂ.૧૫૦૦ વધ્યું:

- પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ આગેકૂચ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળી કિલોના જીએસટી વગર રૂ.૧ લાખની સપાટી પાર કરી ગચા હતા.  મુંબઈ સોનાના ભાવમં પણ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સમાચાર પ્રોત્સાહક હતા.  કસરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર વધતાં તેની અસર પણ ઝવેરી બજાર પર પોઝીટીવ દેખાઈ હતી. અમદાવાદ બજારમાં પણ તેજી આગળ વધી હતી. 

 વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૬૯થી ૩૩.૭૦ વાળા વધી ૩૪.૭૬ થઈ ૩૪.૩૯ થી ૩૪.૪૦ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે પણ રેકોર્ડ સતેજી વેગથી આગળ વધી હતી. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૯૭૭૬૧ વાળા વધી રૂ.૧ લાખ ૪૬૦ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૬૨૯૩ વાળા રૂ.૯૬૪૭૯ જ્યારે  ૯૯૯ના રૂ.૯૬૬૮૦ વાળા રૂ.૯૬૮૬૭ રહ્યા હતા.  જ્યારે મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.   વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૩૩૯૨ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૧૫૦૦ વધી ૯૯ હજાર બોલાયા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં  રૂ.૨૫૦૦ વધ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે વધુ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૯૯૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૭૦૦ રહ્યા હતા. 

 અમદાવાદ બજારમાં  સોનાના ભાવ બે દિવસમાં  રૂ.૧૫૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ફંડો એક્ટીવ હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ હવે ૩૫ ડોલરની ઉપર જશે તો તેજી વેગ પકડશે એવી શક્યતા જાણકારો બતાવતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦૭૧ છથઈ ૧૦૫૮થી છછ૧૦૫૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવુ વધી ૧૦૦૬થી ૧૦૦૭ ડોલર રહ્યા હતા.  જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે સવા ટકો ડાઉન હતા.

 વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળે બેતરફી વધઘટે ફરતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૪.૫૧ તથા ઉંચામાં ૬૫.૪૬ થઈ ૬૫.૪૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચાંમા ૬૨.૪૦ તતા ઉંચામાં ૬૩.૪૬ થઈ ૬૩.૪૩ ડોલર રહ્યા હતા.

Tags :