મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160
- નિફટી સ્પોટ ૧૬૬ પોઈન્ટ ગબડીને ૨૪૮૯૧ : રોકણકારોની સંપતિમાં રૂ.૩.૨૧ લાખ કરોડનું ધોવાણ
- સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં : ઓટો, કન્ઝયુમર, આઈટી, ફાર્મા શેરોમાં ગાબડાં
ભારત પર અમેરિકાની ટેરિફ વધવાની શકયતા : ફોરેન ફંડોની ધૂમ વેચવાલી
મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ યુક્રેન મામલે રશીયા પર વધુ અમેરિકા, યુરોપના દેશોના તોળાતા વધુ પ્રતિબંધો સાથે ભારત અને ચાઈના પર પણ અમેરિકાની ટેરિફ વધારવાની ચીમકીને લઈ સેન્ટીમેન્ટ ડહોળાવા લાગતાં આજે ભારતીય શેર બજારોમાં પણ મોટા ગાબડાં પડયા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પણ હાલ તુરત ઘોંચમાં પડી હોવાના અને ટેરિફ વધારવાની ટ્રમ્પની ચેતવણીને લઈ ફંડો, ખેલંદાઓ સતત સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલ રહ્યા હતા. જીએસટી દરોમાં ઘટાડાને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું હોવા સાથે તહેવારોની સીઝનમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, વાહનોની ખરીદી એકંદર અપેક્ષિત નહીં હોવાના અહેવાલોએ આજે સતત શેરોમાં વેચવાલી રહી હતી. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ વેચવાલી તેમ જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ફાર્મા-હેલ્થકેર, રિયાલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. સેન્સેક્સ ૫૫૫.૯૫ પોઈન્ટ તૂટીને ૮૧૧૫૯.૬૮ અને નિફટી ૫૦ સ્પોટ ૧૬૬.૦૫ પોઈન્ટ તૂટીને ૨૪૮૯૦.૮૫ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૫૬૦ પોઈન્ટ તૂટયો : ટાટા મોટર્સ રૂ.૧૯ તૂટી રૂ.૬૬૪ : એમઆરએફ, ટીઆઈ ઘટયા
તહેવારોની સીઝન છતાં વાહનોની ખરીદી અપેક્ષિત નહીં હોવાનું અને જીએસટીનું પોઝિટીવ પરિબળ બજારે ડિસ્કાઉન્ટ કરી દેવા સાથે ટેરિફ મામલે ચિંતા યથાવત રહેતાં ઓટોમોબાઈલ શેરોમાં સતત વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ દ્વારા સાયબર હુમલાને લઈ ઉત્પાદન ઠપ્પ રહેતાં નેગેટીવ અસરે શેરમાં સતત વેચવાલીએ રૂ.૧૮.૫૦ તૂટીને રૂ.૬૬૪.૨૫ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૨.૪૬ ઘટીને રૂ.૧૦૫.૪૫, એમઆરએફ રૂ.૩૪૧૩.૧૦ તૂટીને રૂ.૧,૫૦,૩૫૪.૨૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૨.૬૫ ઘટીને રૂ.૩૨૦૭.૩૫, ટીવીએસ મોટર રૂ.૪૫.૯૦ ઘટીને રૂ.૩૪૦૬.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૬.૮૦ ઘટીને રૂ.૩૫૨૭.૮૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૨૩૮૬.૩૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૧.૯૦ ઘટીને રૂ.૨૭૩૫.૮૫, બોશ રૂ.૨૫૮.૫૦ ઘટીને રૂ.૩૮,૪૯૭.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૬૦.૩૬ પોઈન્ટ તૂટીને ૫૯૮૧૯.૫૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૬૪૪ પોઈન્ટ તૂટયો : વ્હર્લપુલ, કલ્યાણ જવેલર્સ, ટાઈટન, એશીયન પેઈન્ટ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સમાં પણ જીએસટીમાં ઘટાડાની પોઝિટીવ અસર ઓસરવા લાગી અપેક્ષિત માંગના અભાવે ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૪૬.૯૫ ઘટીને રૂ.૧૨૪૯.૮૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૪૬૨.૫૫, એશીયન પેઈન્ટ રૂ.૫૪.૯૦ ઘટીને રૂ.૨૪૦૨.૯૫, બાટા ઈન્ડિયા રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૧૧૮૮.૩૦, ટાઈટન રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૩૩૭૮.૧૫, બર્જર પેઈન્ટ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૫૩૦.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૩.૮૬ પોઈન્ટ તૂટીને ૫૯૫૧૨.૬૮ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૩૮૦ પોઈન્ટ તૂટયો : ડાયનાકોન્સ રૂ.૪૭ તૂટયો : ઓરિએન્ટ, તાન્લા, માઈન્ડટેક ઘટયા
અમેરિકાએ એચ-૧બી વીઝા ફી વનટાઈમ એક લાખ ડોલર લેવાના લીધેલા નિર્ણયની નેગેટીવ અસર બાદ હવે એચ-૧બી વીઝા લોટરી સિસ્ટમ બંધ કરીને પગાર મુજબ વીઝા સિસ્ટમ લાગુ કરવાની વિચારણાએ પણ ફંડોની આઈટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ રૂ.૪૬.૬૦ તૂટીને રૂ.૮૮૪.૫૦, ઓરિએન્ટ ટેક રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૩૪૬.૩૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૭૨૦.૭૦, માઈન્ડટેક રૂ.૯.૧૦ ઘટીને રૂ.૨૩૩.૨૦, ૬૩ મૂન્સ રૂ.૨૪.૯૦ ઘટીને રૂ.૮૮૯.૯૦, ક્વિક હિલ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૩૧૩.૨૦, એડીએસએલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૮૪.૭૦, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૨.૨૦ ઘટીને રૂ.૬૮૨.૯૦, ડાટામેટિક્સ રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૮૭૬.૬૫ ટીસીએસ રૂ.૭૫.૮૦ ઘટીને રૂ.૨૯૬૦.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૮૦.૮૬ પોઈન્ટ તૂટીને ૩૪૧૪૯.૫૫ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ઓફલોડિંગ : પ્રેસ્ટિજ રૂ.૪૪, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૫૧, લોઢા રૂ.૨૯, ડીએલએફ રૂ.૧૩ ઘટયા
રિયાલ્ટી ક્ષેત્રે પ્રોપર્ટીની માંગ ઘટી રહી હોવાનું અને ભાવો પણ ઘટવાના અંદાજો મૂકાવા લાગતાં ફંડોની રિયાલ્ટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૩.૮૫ ઘટીને રૂ.૧૫૨૯.૪૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૯૬૭.૭૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૯.૨૫ ઘટીને રૂ.૧૧૪૯.૨૫, ડીએલએફ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૭૨૦.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૫૯૯.૦૫, ફિનિક્સ મિલ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૧૫૬૪.૩૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૧૭.૫૨ પોઈન્ટ ઘટીને ૬૭૯૭.૧૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વધી રહેલી વેચવાલી : સિગાચી, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક, કેપલિન, એસએમએસ ફાર્મા તૂટયા
અમેરિકાના આઈટી કંપનીઓને નિશાન બનાવાયા બાદ હવે ફાર્મા ક્ષેત્રે ભારતની નિકાસોને અસર કરે એવા પગલાં અપેક્ષિત હોવાની અટકળોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ વેચવાલી સતત વધતી જોવાઈ હતી. સિગાચી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૩૯.૦૯, ક્રિષ્ના રૂ.૩૨ ઘટીને રૂ.૮૧૩.૮૦, કેપલિન પોઈન્ટ રૂ.૮૧.૭૫ ઘટીને રૂ.૨૧૮૦.૩૫, એસએમએસ ફાર્મા રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૭૦.૪૦, શેલબી રૂ.૭.૪૦ ઘટીને રૂ.૨૫૧.૧૦, એફડીસી રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૪૬૪.૭૦, બજાજ હેલ્થકેર રૂ.૧૩ ઘટીને રૂ.૪૯૩.૭૦, મેટ્રોપોલિસ રૂ.૫૧.૧૦ ઘટીને રૂ.૨૦૨૮.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૧.૫૦ પોઈન્ટ ઘટીને ૪૩૯૮૭.૯૮ બંધ રહ્યો હતો.
પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, થર્મેક્સ, એસ્ટ્રલ, કિર્લોસ્કર એન્જિન, આઈનોક્સ વિન્ડ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, પોલીકેબ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ધૂમ વેચવાલી રહી હતી. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૩૫૯.૨૦, થર્મેક્સ રૂ.૮૨.૧૫ ઘટીને રૂ.૩૨૩૩.૫૫, એસ્ટ્રલ રૂ.૩૪.૩૦ ઘટીને રૂ.૧૪૦૫.૫૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૯૪૯.૧૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૪૧.૨૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૧.૧૫ ઘટીને રૂ.૪૨૬૯.૭૫, પોલીકેબ રૂ.૧૨૭.૬૫ ઘટીને રૂ.૭૪૦૫.૫૫, સિમેન્સ રૂ.૪૭.૫૫ ઘટીને રૂ.૩૧૫૫.૨૦, જયોતી સીએનસી રૂ.૧૩ ઘટીને રૂ.૮૮૭.૬૫, એબીબી ઈન્ડિયા રૂ.૪૧.૨૫ ઘટીને રૂ.૫૧૯૭.૫૦ રહ્યા હતા.
મોટી મંદીના એંધાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલીએ ગાબડાં પડયા : ૨૭૯૩ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં સતત ધોવાણ સાથે આજે સ્મોલ,મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો, ખેલંદાઓએ મોટાપાયે હેમરિંગ કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૯૨ અને ઘટનારની સંખ્યા ૨૭૯૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૨૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટા ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૨૧ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ રહ્યું હતું.