NBFC દ્વારા ગોલ્ડ લોનમાં દબાણના સંકેતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટ અંતે NBFCની બાકી લોન ૬૯% વધીને રૂ. ૩.૬૫ લાખ કરોડ
હોમ લોન પછી ગોલ્ડ લોન ભારતની બીજી સૌથી મોટી રિટેલ લેન્ડિંગ કેટેગરી બની, જે નોન-હાઉસિંગ રિટેલ લોન બુકમાં લગભગ ૨૮ ટકા હિસ્સો ઘરાવે છે
અમદાવાદ : ભારતનું ઝડપથી વિકસતું ગોલ્ડ લોન બજાર દબાણના પ્રારંભિક સંકેતો દર્શાવી રહ્યું છે. ગોલ્ડ લોન ક્ષેત્રની આગેવાન કંપનીઓ દ્વારા પુન:ચુકવણીમાં વિલંબ (ડિફોલ્ટ) તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન પર પહેલેથી ૯૦ દિવસથી વધુ બાકી ધરાવતા ગ્રાહકોને ગોલ્ડ લોન અપાઈ રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ગિરવે મૂકેલા સોનાના દાગીનાની સલામતીથી આકર્ષાઈને બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પોતાના ગોલ્ડ લોન પોર્ટફોલિયોનો આક્રમક રીતે વિસ્તાર કરી રહી હોવાથી આ ચિંતાઓ ઊભી થઈ છે. પરંતુ ધિરાણકર્તાઓ અને વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જો લોનધારકો પોતાની નાણાકીય સ્થિતિ સુધારવાને બદલે જૂની લોનની ચૂકવણી કરવા માટે નવી લોન લઈ રહ્યા હોય, તો ગિરવે મુકાયેલી અસ્કયામત મર્યાદિત સુરક્ષા જ આપી શકે છે.
ગોલ્ડ લોન ક્ષેત્રની એનબીએફસીના સુત્રોના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સમગ્ર ઉદ્યોગમાં આપવામાં આવેલી કુલ ગોલ્ડ લોનમાંથી ૧૫થી ૨૩ ટકા લોન એવા ગ્રાહકોને આપવામાં આવી હતી, જેમના ખાતામાં અન્ય ઓછામાં ઓછી એક લોન પર ૯૦ દિવસથી વધુ સમયથી બાકી રકમ ચાલી રહી હતી. તેમણે આ પ્રકારની લોનની કુલ કિંમત આશરે રૂ. ૪.૭ લાખ કરોડ હોવાનો અંદાજ લગાવ્યો હતો.
રિઝર્વ બેકના આંકડા દર્શાવે છે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં દાગીના સામે એનબીએફસીની બાકી લોન વાર્ષિક ધોરણે ૬૯.૧% વધીને રૂ. ૩.૬૫ લાખ કરોડ થઈ હતી; જ્યારે બેંકોની લોન ૮૩.૨% વધીને રૂ. ૫.૫૯ લાખ કરોડ થઈ હતી. એવો અંદાજ છે કે FY૨૬માં વહેંચાયેલી ગોલ્ડ લોનમાંથી ૧૫-૨૩% એવા ગ્રાહકો પાસે ગઈ જેમના અન્ય લોન ખાતા ૯૦ દિવસથી વધુ સમયથી ઓવરડયુ હતા.
દેવાની પુન:ચુકવણી માટે સંઘર્ષ કરી રહેલા ઉધાર લેનારાઓ, પોતાની આવક કે નાણાકીય સ્થિતિ સુધાર્યા વિના માત્ર જૂની લોન ભરવા માટે અન્ય સંસ્થા પાસે સોનું ગિરવે મૂકી રહ્યા હોઈ શકે છે. હોમ લોન પછી ગોલ્ડ લોન ભારતની બીજી સૌથી મોટી રિટેલ લેન્ડિંગ કેટેગરી બની ગઈ છે, જે નોન-હાઉસિંગ રિટેલ લોન બુકમાં લગભગ ૨૮ ટકા હિસ્સો ધરાવે છે.
ધિરાણકર્તાઓએ સોના દ્વારા મળતી સુરક્ષાથી આગળ વધીને લોન લેનારની પુન:ચુકવણી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. જોકે ગિરવે મુકાયેલું સોનું ધિરાણકર્તાઓને તેમની બાકી રકમ વસૂલવામાં મદદ કરી શકે છે, પરંતુ તે ગ્રાહકો પર સતત વધી રહેલા દેવાના જોખમને દૂર કરતું નથી.
બેંકો અને એનબીએફસી જે ઝડપે ગોલ્ડ લોન વિસ્તારી રહ્યા છે તે જોતાં આ બાબતો અત્યંત મહત્વપૂર્ણ છે. આરબીઆઈના ડેટા મુજબ, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં બેંકોની ગોલ્ડ લોન વાર્ષિક ધોરણે ૮૩ ટકા વધીને આશરે રૂ. ૫.૬ લાખ કરોડ થઈ હતી, જ્યારે એનબીએફસીની લોન ૬૯ ટકા વધીને આશરે રૂ. ૩.૬ લાખ કરોડ થઈ હતી.




