Get The App

શેરોમાં ઘટાડે ફંડોની શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ વધીને 82307

- નિફટી સ્પોટ ૧૩૨ પોઈન્ટ વધીને ૨૫૨૯૦ : FPIs/FIIની રૂ.૨૫૫૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

- યુરોપ મામલે ટ્રમ્પે પાછીપાની કરતાં વૈશ્વિક રિકવરી : કેપિટલ ગુડઝ, ફાર્મા, મેટલ, ઓટો, આઈટી, બેંકિંગ શેરોમાં રિકવરી

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
શેરોમાં ઘટાડે ફંડોની શોર્ટ કવરિંગની તેજી :  સેન્સેક્સ 398 પોઈન્ટ વધીને 82307 1 - image

મુંબઈ : દુનિયાને સતત ટેરિફ અને જીઓપોલિટીકલ ટેન્શનમાં રાખનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાનું નિવેદન કરતાં અને યુરોપના દેશોને ખોટી દિશામાં જઈ રહ્યાનું અને ગ્રીનલેન્ડ નોર્થ અમેરિકાનો હિસ્સો હોવાનું કહી કબજે કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યા છતાં આ કબજા માટે બળનો પ્રયોગ નહીં કરવાનું અને યુરોપના દેશો પર વધારાની ટેરિફ લાગુ નહીં કરવાનો નિર્ણય લઈ પાછીપાની કરતાં વૈશ્વિક બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેર બજારોમાં પણ આજે શોર્ટ કવરિંગની તેજી આવી હતી. લોકલ ફંડો, મહારથીઓએ સિલેક્ટિવ શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપ્યા છતાં ઉછાળે વિદેશી ફંડોએ પોર્ટફોલિયોમાં પડેલા શેરો ઓફલોડ કરવાનું ચાલુ રાખ્યું હતું. ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં કવરિંગ કર્યા સાથે ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર કરતાં અને મેટલ શેરોમાં આકર્ષણે ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત બજારનો અન્ડરટોન હજુ ઉછાળે વેચવાલી સાથે નરમાઈનો રહ્યો હતો. સેન્સેક્સ ૩૯૭.૭૪ પોઈન્ટ ઉછળીને ૮૨૩૦૭.૩૭ અને નિફટી ૫૦  સ્પોટ ઈન્ડેક્સ ૧૩૨.૪૦ પોઈન્ટ વધીને ૨૫૨૮૯.૯૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૨૫૫ પોઈન્ટની છલાંગ : વારી એનજીૅ રૂ.૨૨૪ વધ્યો : એસ્ટ્રલ, સુપ્રિમ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પાછલા દિવસોમાં થયેલા મોટાપાયે ધોવાણ અને શોર્ટ સેલિંગ બાદ આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ કરતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત ઉછાળે ઘણા શેરોમાં ડિલિવરી ઉતારવામાં આવ્યાની ચર્ચા હતી. વારી એનજીૅનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૧૮ ટકા વધીને રૂ.૧૧૦૭ કરોડ થતાં શેર રૂ.૨૨૪.૪૫ વધીને રૂ.૨૬૪૦.૨૫ રહ્યો હતો. એસ્ટ્રલ રૂ.૬૫.૫૫ વધીને રૂ.૧૪૧૩, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૮.૬૫ વધીને રૂ.૩૪૮૭.૪૫, પ્રીમિયર એનજીૅ રૂ.૨૮.૩૦ વધીને રૂ.૭૩૮.૬૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૧૭.૬૦, ડાટાપેટર્ન રૂ.૮૧.૫૦ વધીને રૂ.૨૨૯૪.૬૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૪૩૯.૩૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩૨.૯૫ વધીને રૂ.૭૧૯૩.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૫૫.૪૬ પોઈન્ટ ઉછળીને ૬૩૧૦૨.૪૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં રિકવરી છતાં ફંડો ઉછાળે વેચવાલ : ગુજરાત થેમીસ, ગ્રેન્યુઅલ્સ, ડો.રેડ્ડીઝ, ગ્લેક્સો વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીના શેરોમાં તેજી આવતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. અલબત ઉછાળે કેટલાક શેરોમાં ફંડોએ ફરી વેચવાલી કરી હતી. ગુજરાત થેમીસ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૩૪૦.૮૦,  ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૩૪.૩૫ વધીને રૂ.૫૭૧.૨૦, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૬૧.૬૫ વધીને રૂ.૧૨૧૭.૧૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૦૫.૮૦ વધીને રૂ.૨૩૭૯.૮૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૮ વધીને રૂ.૨૧૪.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૫૮.૨૮ પોઈન્ટ વધીને ૪૧૮૧૭.૯૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ : સોના બીએલડબલ્યુ, અશોક લેલેન્ડ, ઉનો મિન્ડા, બજાજ ઓટો વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ઓવરસોલ્ડ પોઝિશન કવર થતી જોવાઈ હતી. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન ફોર્જિંગ રૂ.૨૪.૪૫ વધીને રૂ.૪૬૯.૧૦, અશોક લેલેન્ડ રૂ.૯.૨૦ વધીને રૂ.૧૯૦.૪૫, ઉનો મિન્ડા રૂ.૪૫.૬૫ વધીને રૂ.૧૧૭૪.૪૫, ભારત ફોર્જ રૂ.૫૨.૩૦ વધીને રૂ.૧૪૩૧.૯૦, એક્સાઈડ રૂ.૮.૬૦ વધીને રૂ.૩૩૪.૪૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૮.૧૫ વધીને રૂ.૩૪૭.૩૦, બજાજ ઓટો રૂ.૧૮૩.૭૦ વધીને રૂ.૯૩૬૫.૨૫, બોશ રૂ.૫૮૭.૪૦ વધીને રૂ.૩૫,૭૧૫.૭૦, એમઆરએફ રૂ.૨૧૭૦.૩૫ વધીને રૂ.૧,૪૨,૨૬૧.૭૦, મધરસન રૂ.૧.૫૫ વધીને રૂ.૧૧૧.૨૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૧.૨૫ વધીને રૂ.૨૨૯૩ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૦૬.૦૮ પોઈન્ટ વધીને ૬૦૨૩૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સારા પરિણામે ફંડો લેવાલ : બેંક ઓફ ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કેનેરા બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ બેંક ઓફ ઈન્ડિયાના એકંદર સારા પરિણામ સાથે અન્ય બેંકોની મજબૂત કામગીરીના પરિણામે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૬૮ વધીને રૂ.૮૪.૨૦, કેનેરા બેંક રૂ.૪ વધીને રૂ.૧૫૪.૭૦, ફેડરલ બેંક રૂ.૬.૨૦ વધીને રૂ.૩૦૫.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૧૦ વધીને રૂ.૧૦૪૮.૨૫, બેંક ઓફ ઈન્ડિયા પરિણામ પાછળ રૂ.૮.૮૫ વધીને રૂ.૧૬૬.૪૦, ઈન્ડિયન બેંક રૂ.૪૮.૦૫ વધીને રૂ.૮૯૭, જે એન્ડ કે બેંક રૂ.૪ વધીને રૂ.૧૦૭ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૫૬.૨૮ પોઈન્ટ વધીને ૬૬૮૨૬.૪૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં રિકવરી છતાં ઉછાળે સાવચેતી : જેનેસીસમાં તેજી : ઓરિઓનપ્રો, એએસએમ ટેક વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઘટાડે કવરિંગ સાથે ફંડોએ લેવાલી કરતા રિકવરી જોવાઈ હતી. જેનેસીસ ઈન્ટરનેશનલમાં ફરી તોફાની તેજી થતાં રૂ.૩૦.૭૦ ઉછળીને રૂ.૩૩૯.૨૦, એએસએમ ટેકનોલોજી રૂ.૧૩૦.૭૦ વધીને રૂ.૨૭૪૪.૯૫, ઓરિઓનપ્રો રૂ.૩૫.૭૫ વધીને રૂ.૯૫૦.૪૫, હેક્ઝાવેર રૂ.૨૨ વધીને રૂ.૭૨૬.૬૦, ઓેરેકલ ફિન રૂ.૨૨૧.૪૦ વધીને રૂ.૭૮૯૯.૭૫ રહ્યા હતા. બીએસઈ આ ઈટી ઈન્ડેક્સ ૩૧૯.૧૭ પોઈન્ટ વધીને ૩૬૯૯૫.૩૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં  વધતું આકર્ષણ : એપીએલ અપોલો, સેઈલ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ખરીદી વધતી જોવાઈ હતી. ચાંદી, સોનાના  ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કોપર સહિતના ભાવો ઝડપી વધી રહ્યા હોઈ ફંડોએ મેટલ શેરોમાં તેજી કરી હતી. એપીએલ અપોલો રૂ.૯૪.૬૦ વધીને રૂ.૧૯૭૨.૪૫, સેઈલ રૂ.૫.૨૫ વધીને રૂ.૧૫૧.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૪.૮૫ વધીને રૂ.૧૦૭૬.૩૫, ટાટા સ્ટીલ રૂ.૪.૯૫ વધીને રૂ.૧૮૯.૩૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૪.૫૦ વધીને રૂ.૨૦૮૭.૫૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૬.૮૦ વધીને રૂ.૭૫૬.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૭૦ વધીને રૂ.૧૧૮૪.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૦૪.૬૮ પોઈન્ટ વધીને ૩૮૨૧૫.૮૯ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં હેમરિંગ અટકી રિકવરી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૯૩૪ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં ધોવાણ અટક્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓફલોડિંગ અટકીને પસંદગીના શેરોમાં લેવાલીના કારણે માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૩૪  અને ઘટનારની ૧૩૦૭ રહી હતી.

DIIની રૂ.૪૨૨૩ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૨૫૫૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૨૫૪૯.૮૦  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૬,૮૭૩.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૪૨૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૨૨૨.૯૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૫૩૭.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૧૪.૫૧ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૪૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૫૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ધોવાણ અટક્યા સાથે ઘણા શેરોમાં ઝડપી રિકવરી સાથે તેજીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૪૩ લાખ  કરોડ વધીને રૂ.૪૫૮.૫૨ લાખ કરોડ રહ્યું હતું.