Get The App

નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે

- મજબૂત ડૉલરને કારણે ઘણા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ઊભરતાં બજારોથી દૂર થયા હતા

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે 1 - image


અમદાવાદ : પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓ (DII)  હવે એનએસઈ ૫૦૦ કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) કરતાં વધુ હિસ્સો ધરાવે છે, Q4 FY25 માં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો  આઉટફ્લો હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી છે, વધુ સ્થિતિસ્થાપક ભારતીય ઇક્વિટી ભાગીદારીનો સંકેત આપે છે.

જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય ઇક્વિટીના ભારે વેચાણ કરતા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને મજબૂત સમર્થનને કારણે તેમની માલિકી નિફ્ટી ૫૦૦ કંપનીઓમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમની માલિકી પ્રથમ વખત વિદેશી રોકાણકારો કરતાં વધુ સારી છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૩ બિલિયન ડોલર (રૂ. ૧.૧૧ લાખ કરોડ)ના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી, વધતી જતી ઉપજ અને યુએસ બજારોમાં મજબૂત ડૉલરને કારણે ઘણા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને જોખમી ઊભરતાં બજારોથી દૂર રહેવા પ્રેર્યા હતા.

તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧.૮૯ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું હતું. વાસ્તવમાં, ગયા નાણાકીય વર્ષમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧૪.૪ બિલિયન ડોલર (રૂ. ૧.૨૭ લાખ કરોડ)ના ચોખ્ખા વેચાણકર્તા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૬.૦૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.

બજારના જાણકારોએ જણાવ્યું હતું કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ભારતીય બજારમાં માલિકી સારી રીતે વૈવિધ્યસભર છે. 

ઐતિહાસિક રીતે, બજારો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના  પ્રવાહ પર વધુ પડતા નિર્ભર રહ્યા છે, પરંતુ હવે સ્થાનિક રોકાણકારો કે જેઓ સ્ટીકિયર મની પ્રદાન કરે છે તેઓ મોટા હિસ્સાના માલિક છે. 


Tags :