Get The App

ઓક્ટોબર માસમાં નવા સાત ઇશ્યુ આવશે

- ચાલુ નાણાં વર્ષમાં આવેલ ૧૭ ઇશ્યુમાંથી મોટા ભાગમાં રોકાણકારોને પોઝીટીવ વળતર મળ્યું

Updated: Sep 27th, 2022

GS TEAM

Google News
Google News
ઓક્ટોબર માસમાં નવા સાત ઇશ્યુ આવશે 1 - image


મુંબઈ : શેરબજારમાં વોલેટાલિટી વચ્ચે પણ આઇપીઓ ક્ષેત્રે જોવા મળેલા પોઝિટીવ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી આગામી ઓક્ટોબર માસમાં વધુ સાત કંપનીઓ આઇપીઓ સાથે મુડીબજારમાં પ્રવેશી રૂા. ૧,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ ઉભું કરે તેવી શક્યતા છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં યોજાયેલા ૧૭ આઇપીઓમાંથી પાંચને બાદ કરતા તમામના લિસ્ટીંગ પ્રિમિયમે થતા તેમજ ૨૦થી ૫૦ ટકા રિટર્નને ધ્યાનમાં રાખી અન્ય કંપનીઓ પણ પ્રાઇમરી માર્કેટમાં ઝંપલાવવા સક્રિયબની છે.

વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ પછી રિટર્ન આપવા મામલે ભારતીય શેરબજારો અન્યબજારો કરતા આગળ રહ્ય છે. સેકન્ડરી માર્કેટની તેજીની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ આઇપીઓએ રોકાણકારોને કમાણી કરાવી તેથી રોકાણકારો પણ સક્રિય છે.સેબીમાં હાલ ૪૨ કંપનીઓના આઇપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જો મંજૂરી મળે અને સેકન્ડરી માર્કેટની સ્થિતિ સુધારા તરફી રહે તો વર્ષના અંત સુધીમાં રેકર્ડ આઇપીઓ યોજાવાની સંભાવના છે.

સેબી સમક્ષ આઇપીઓ મંજુરી માટે છે તેમાંથી ઘણા આઇપીઓ માટે માર્કેટ રેગ્યુલેટરે સ્પષ્ટતા મંગાવી છે. સેકન્ડરી માર્કેટમાં સુધારાનો માહોલ આઇપીઓ માર્કેટ માટે આશાનું કિરણ બની શકે છે. કારણ કે ૨૦થી વધુ આઇપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે પરંતુ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.

નવા સાત ઇશ્યુ

કંપની

ઇસ્યુ કદ (અંદાજિત)

આઇનોક્સ ગ્રીન

રૃા. ૭૪૦ કરોડ

લી ટ્રેવેન્યુ ટેક

રૃા. ૧૬૦૦ કરોડ

યુનીપીર્ટસઈ

રૃા. ૮૦૦ કરોડ

ગ્લોબલ હેલ્થ

રૃા. ૨૦૦૦ કરોડ

નાવી ટેક્નો.

રૃા. ૩૩૨૫ કરોડ

સેન્કો ગોલ્ડ

રૃા. ૫૨૫ કરોડ

સીગ્નેચર ગ્લોબ

રૃા. ૧૦૦૦ કરોડ

Tags :