Get The App

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185

- નિફટી ૮૭ પોઈન્ટ ઘટીને ૨૪૭૬૮ : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૫૭ લાખ કરોડનો ઘટાડો

- ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ, પેનલ્ટી, પ્રતિબંધ જ્યારે પાકિસ્તાન સાથે ડિલ : ઓઈલ-ગેસ, મેટલ, ફાર્મા શેરોમાં વેચવાલી એફએમસીજી શેરોમાં તેજી

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 1 - image


મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી મિત્ર, મિત્ર, મિત્ર હોવાનું કહેતાં રહી અંતે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સના નામે રશીયા સાથે વેપાર કરવાની સજા બદલ પેનલ્ટી, ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અને છેલ્લે ભારતના દુશ્મન પાકિસ્તાન સાથે  તેના ઓઈલ ભંડારોને અમેરિકા દ્વારા વિકસાવવાની ડિલની મિસાઈલોનો એકસાથે મારો ચલાવતાં આજે ભારતીય શેર બજારોમાં સોંપો પડી ગયો હતો. અલબત ભારતથી થતી સ્માર્ટફોન, સેમી-કન્ડકટર્સ, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો અને  ફાર્માસ્યુટિકલ્સની આયાતો પર હાલ તુરત ટેરિફ નહીં લાદવામાં આવ્યાના અહેવાલોએ એટલા અંશે રાહત છતાં ટ્રમ્પ વધુ ક્યાં આકરાં પગલાં લેશે અને ભારતના વળતાં શું પગલાં  લેવાય છે એના પર નજરે ફંડો, મહારથીઓ, ખેલાડીઓ તેજીના વેપારથી દૂર થઈ હળવા થયા હતા. બજાર આજે ટ્રમ્પના ચગડોળની અફડાતફડીની ચાલ બતાવી અંતે નેગેટીવ બંધ રહ્યું હતું. એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવરના પરિણામ પાછળ પસંદગીની તેજી રહેતાં ઈન્ટ્રા-ડે બજાર ઈન્ડેક્સ બેઝડ પોઝિટીવ ઝોનમાં આવ્યા બાદ અંતે નેગેટીવ થયું હતું. નિફટી ૫૦ સ્પોટ ૨૪૬૩૫થી ૨૪૯૫૭ વચ્ચે ફંગોળાઈ અંતે ૮૬.૭૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૬૮.૩૫ અને સેન્સેક્સ ૮૧૮૦૪થી ૮૦૬૯૫ વચ્ચે અથડાઈ અંતે ૨૯૬.૨૮ પોઈન્ટ ઘટીને ૮૧૧૮૫.૫૮ બંધ રહ્યા હતા. 

હેલ્થકેર ઈન્ડેક્સ ૪૯૦ પોઈન્ટ તૂટયો : સ્ટ્રાઈડ્સ ફાર્મા રૂ.૭૫ ગબડયો : ન્યુલેન્ડ લેબ., સાંઈ લાઈફ ઘટયા

ટેરિફ મામલે સેન્ટીમેન્ટ ખરડાતાં હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. સ્ટ્રાઈડ્સ ફાર્મા રૂ.૭૪.૯૦ તૂટીને રૂ.૮૭૦.૮૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૦૩.૪૫ ઘટીને રૂ.૧૩,૩૦૧, સાંઈ લાઈફ રૂ.૩૬.૫૫ ઘટીને રૂ.૮૦૯.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૭૬.૫૫, કેપલિન પોઈન્ટ રૂ.૮૩.૦૫ ઘટીને રૂ.૨૦૬૨.૬૦, અકુમ્સ ડ્રગ્ઝ રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૫૧૮.૭૫, આરતી ફાર્મા રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૯૧૨.૨૦, જયુબિલન્ટ ફાર્મા રૂ.૪૫.૧૦ ઘટીને રૂ.૧૧૯૧.૪૫, માર્કસન્સ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૨૨૮.૧૦, એપીએલ લિમિટેડ રૂ.૩૨.૫૦ ઘટીને રૂ.૯૭૬.૮૫, ઈપ્કા લેબ્સ રૂ.૪૮ ઘટીને રૂ.૧૪૮૧.૪૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૫૦૬.૫૫, લુપીન રૂ.૫૯.૧૦ ઘટીને રૂ.૧૯૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૯.૬૯ પોઈન્ટ ઘટીને ૪૫૩૭૨.૦૩ બંધ રહ્યો હતો.

રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ     અદાણી ટોટલ ગેસ, બીપીસીએલ, એચપીસીએલ ઘટયા

રશીયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ટ્રમ્પે ભારત પર પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં અને બીજી તરફ પાકિસ્તાનમાં ઓઈલ ભંડારો વિકસાવવાની અમેરિકાની ડિલની નેગેટીવ અસરે આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની  વેચવાલી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૨૧.૦૫ ઘટીને રૂ.૬૦૪.૧૫, બીપીસીએલ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૩૨૯.૧૦, આઈઓસી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૪૫.૬૫, એચપીસીએલ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૪૧૮.૫૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૭૭.૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૧૩૯૦.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૯૯.૭૧ પોઈન્ટ ઘટીને ૨૬૭૯૬.૯૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં હળવા થતાં ફંડો : અપાર રૂ.૭૫૬ તૂટયો : ઝેનટેક, આઈનોક્સ વિન્ડ ઘટયા

ટ્રમ્પ ટેરિફથી ભારતની એન્જિનિયરીંગ-કેપિટલ ગુડઝની નિકાસોને પણ અસર થવાના અંદાજોએ આજે ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી રહી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૫૫.૭૦ તૂટીને રૂ.૮૯૦૫.૨૫, ઝેનટેક રૂ.૬૦.૨૫ ઘટીને રૂ.૧૪૬૩.૩૦, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૫૦.૭૦, પાવર ઈન્ડિયા રૂ.૭૨૪.૭૫ ઘટીને રૂ.૨૦,૧૦૦, ટીમકેન રૂ.૭૯.૯૦ ઘટીને રૂ.૩૩૧૦.૨૦, જયોતી સીએનસી રૂ.૨૪.૬૫ ઘટીને રૂ.૧૦૨૦.૭૫, એસ્ટ્રલ રૂ.૩૦.૨૦ ઘટીને રૂ.૧૪૦૦.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૯૩૩.૯૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૭.૪૦ ઘટીને રૂ.૮૯૯.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૫૬.૧૧ પોઈન્ટ ઘટીને ૬૮૨૩૬.૬૬ બંધ  રહ્યો હતો.

એલ્યુમીનિયમ સહિતની નિકાસોને  ફટકો : મેટલ શેરો ઘટયા : અદાણી એન્ટર., ટાટા સ્ટીલ, વેદાન્તા ઘટયા

ટ્રમ્પ ટેરિફથી ભારતની એલ્યુમીનિયમ સહિત મેટલની અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડવાના અંદાજોએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ સેલિંગ પ્રેશર આવતાં ઘણા શેરોના ભાવો ઘટયા હતા. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૧.૧૫ ઘટીને રૂ.૨૪૩૦.૯૫, ટાટા સ્ટીલના પ્રોત્સાહક પરિણામ છતાં શેર રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૫૭.૮૦, વેદાન્તા રૂ.૯.૪૦ ઘટીને રૂ.૪૨૫.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૯૦ ઘટીને રૂ.૪૨૪.૫૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૯૬૪.૫૦, એનએમડીસી રૂ.૧.૧૩ ઘટીને રૂ.૭૦.૯૨, હિન્દાલ્કો રૂ.૫.૭૫ ઘટીને રૂ.૬૮૩.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૭૦.૨૦ પોઈન્ટ ઘટીને ૩૦૮૮૫.૬૯ બંધ રહ્યો હતો.

હિન્દુસ્તાન યુનિલિવરના પરિણામે રૂ.૮૫ વધ્યો : એફએમસીજી શેરોમાં તેજી : ઈમામી, આઈટીસી વધ્યા

હિન્દુસ્તાન યુનિલિવરના પ્રથમ ત્રિમાસિકના પરિણામ એકંદર સારા આવતાં ફંડોની આજે એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૮૪.૮૫ વધીને રૂ.૨૫૨૧.૮૫, અલાઈડ બ્લેન્ડર્સ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૫૧૫.૨૦, આઈટીસી રૂ.૪.૧૦ વધીને રૂ.૪૧૧.૮૦, ઈમામી રૂ.૩૫.૬૫ વધીને રૂ.૬૦૦.૮૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૪૦.૮૦ વધીને રૂ.૧૨૫૭.૮૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૬૩.૩૦ વધીને રૂ.૧૦,૮૫૬, ગોદરેજ એગ્રો રૂ.૮.૮૫ વધીને રૂ.૮૪૭.૧૫, ગોકુલ એગ્રો રૂ.૩.૦૫ વધીને રૂ.૩૧૧.૫૦,બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૩૪.૨૮ પોઈન્ટ વધીને ૨૦૫૬૭.૨૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં  સાવચેતી : વ્હર્લપુલ ઈન્ડિયા, બર્જર પેઈન્ટ્સ, કલ્યાણ જવેલર્સ, હવેલ્સ ઈન્ડિયા ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ  ફંડોએ સાવચેતીમાં નવા તેજીના વેપારથી દૂર રહી ઓવરબોટ પોઝિશન  હળવી કરવાનું પસંદ કર્યું હતું. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૧૩૩૮.૨૦, બર્જર પેઈન્ટસ રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૫૬૩, કલ્યાણ જવેલર્સ રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૫૯૪.૩૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૧૫૦૦.૫૦, એશીયન પેઈન્ટ રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૨૩૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૬૬.૧૭ પોઈન્ટ ઘટીને ૫૯૪૭૧.૮૬ બંધ રહ્યો હતો.

ઓટો ઉદ્યોગને ટેરિફથી નેગેટીવ અસર : બાલક્રિષ્ન ઈન્ડ. રૂ.૮૭ તૂટયો : ઉનો મિન્ડા, ભારત ફોર્જ ઘટયા

અમેરિકાના ૨૫ ટકા ટેરિફથી ભારતની ઓટોમોબાઈલ, ઓટોમોટીવ કોમ્પોનન્ટસ ઉદ્યોગની નિકાસોને અસર પડવાના અંદાજોએ આજે ઓટો શેરોમાં પણ નવી ખરીદી અટકતી જોવાઈ હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૭.૧૦ ઘટીને રૂ.૨૬૭૨.૭૦, ઉનો મિન્ડા રૂ.૨૯.૧૦ ઘટીને રૂ.૧૦૪૧.૨૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૪૫૦.૪૫, ભારત ફોર્જ રૂ.૨૫.૫૦ ઘટીને રૂ.૧૧૬૨.૨૫, એમઆરએફ રૂ.૨૨૭૧.૫૦ ઘટીને રૂ.૧,૪૭,૬૭૪.૮૦, અપોલો ટાયર રૂ.૮.૨૫ ઘટીને રૂ.૪૫૨ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૭.૭૫ પોઈન્ટ ઘટીને ૫૨૯૦૧.૩૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ગભરાટમાં વ્યાપક વેચવાલી  માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૧૬ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૦૨ અને ઘટનારની સંખ્યા ૨૪૧૬ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૭૨ લાખ કરોડ

નિફટી, સેન્સેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે નેગેટીવ ઝોનમાં આવી જતાં અને સ્મોલ, મિડ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૭૨ લાખ કરોડ રહ્યું હતું.

Tags :