સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288
- નિફટી ઉપરમાં ૨૪૪૫૭ થઈ અંતે ૭ પોઈન્ટ વધીને ૨૪૩૩૬
- FIIની રૂ.૨૩૮૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૬૯ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ સૈન્ય લડત આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્વની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા અને ચાઈના બન્ને ઝુંકવા તૈયાર નહીં હોઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઉછાળે સાવચેતી રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, લોકલ ફંડોની ગઈકાલે શેરોમાં નેટ ખરીદીના આકર્ષણે અને સેન્ટીમેન્ટ તેજીનું બન્યા બાદ આજે આરંભિક કામકાજમાં બજારમાં ઝડપી સુધારો આગળ વધ્યો હતો. ફંડોની પસંદગીની ખરીદીના જોરે સેન્સેક્સ આજે આરંભમાં ૪૪૨.૯૪ પોઈન્ટની ઉછાળે ઉપરમાં ૮૦૬૬૧.૩૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ સાથે રાતવાસો નહીં કરવાના વલણે અંતે ૭૦.૦૧ પોઈન્ટ વધીને ૮૦૨૮૮.૩૮ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આજે આરંભમાં ઉપરમાં ૨૪૪૫૭.૬૫ સુધી પહોંચ્યા બાદ અંતે ૭.૪૫ પોઈન્ટ વધીને ૨૪૩૩૫.૯૫ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૩૯૩ પોઈન્ટ ઉછળ્યો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે પસંદગીની તેજી કરી હતી. ટેક મહિન્દ્રા રૂ.૩૧.૨૫ વધીને રૂ.૧૪૯૩, બિરલા સોફ્ટ રૂ.૭.૨૫ વધીને રૂ.૩૯૭.૪૦, કોફોર્જ રૂ.૧૦૪.૪૫ વધીને રૂ.૭૪૮૩.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૯૨.૬૦ પોઈન્ટ વધીને ૩૫૨૪૩.૨૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૨ વધ્યો
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કલ્પતરૂ પાવર રૂ.૨૨.૬૫ વધીને રૂ.૯૭૪, જીએમઆર એરપોર્ટ રૂ.૧.૩૫ વધીને રૂ.૮૯.૫૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૭૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૧.૪૪ પોઈન્ટ વધીને ૬૩૨૮૯.૮૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ સિલેક્ટિવ ખરીદી કરી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૪૪.૩૩ પોઈન્ટ વધીને ૫૭૯૫૭.૦૧ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૯૦.૬૫ વધીને રૂ.૧૨૯૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૨૦ વધીને રૂ.૩૩૮, વોલ્ટાસ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૧૨૬૪.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૯૧.૯૫ વધીને રૂ.૧૬,૬૧૨, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૧૬૧૯.૨૦, ટાઈટન રૂ.૧૧.૯૫ વધીને રૂ.૩૩૮૧.૪૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બ્લુજેટ રૂ.૨૪.૫૫ ઘટીને રૂ.૬૮૬.૭૦, હેસ્ટરબાયો રૂ.૬૩.૯૦ ઘટીને રૂ.૧૮૫૨.૧૫, જીપીટી હેલ્થ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૫૬, કોપરાન રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૯૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૧૨૦૯.૭૦, નોવાર્ટિસ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૭૭૧.૪૫, એમ્ક્યોર રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૦૧૧.૬૦, મેટ્રોપોલિસ રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૧૭૦૬.૦૫, સુવેન રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૩૦.૫૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં તેજીનો વેપાર હળવો થયો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. ટીવીએસ મોટર રૂ.૧૦૧.૫૫ તૂટીને રૂ.૨૭૦૨, એક્સસાઈડ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૩૬૯.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૬૨.૮૦ ઘટીને રૂ.૩૮૫૧, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૭૫ ઘટીને રૂ.૨૯૦૩.૧૫, અપોલો ટાયર રૂ.૩.૩૦ ઘટીને રૂ.૪૫૫.૯૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી
સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે સાવચેતીમાં મોટો સુધારો ધોવાતાં અને સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં સાવચેતીમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૫ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી.
DIIની રૂ.૧૩૬૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૩૮૫.૬૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૬૭૪.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૮૮.૮૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૩૬૯.૧૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૫૬.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૮૭.૨૪ કરોડની વેચવાલી કરી હતી.