બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 81444થી 78888 વચ્ચે અથડાશે
- નિફટી ૨૪૭૭૭ થી ૨૪૦૪૦ વચ્ચે અથડાશે
- મંગળવારે ૨૩, જુલાઈના રજૂ થનારા સરકારના કેન્દ્રિય બજેટ પર નજર
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે. ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે મંગળવારે ૨૩, જુલાઈના નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પૂર્વે સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાયો છે. હવે બજારનું ફોક્સ બજેટની જોગવાઈઓ પર રહ્યું હોઈ આગામી બજેટ સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૪૪૪ થી ૭૮૮૮૮ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૭૭૭ થી ૨૪૦૪૦ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.
બજેટ કૃષિ-ગ્રામીણ વિકાસલક્ષી રહેશે : શેર બજારો માટે કેપિટલ ગેઈન ટેક્ષમાં નેગેટીવ સરપ્રાઈઝની શકયતા
કેન્દ્રિય બજેટમાં આ વખતે સરકારનું ફોક્સ કૃષિ અને ગ્રામીણ વિકાસલક્ષી પ્રોત્સાહનોનું મહ્દઅંશે રહેવાની સંભાવના છે.સિમેન્ટ-ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે પ્રોત્સાહક જોગવાઈ થવાની સંભાવના આ સાથે બેંકોમાં થથાપણો પર વેરા મુક્ત વ્યાજની રકમ મર્યાદા રૂ.૧૦,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ જેટલી થવાની એક સંભાવના રહેશે. આ સાથે વ્યક્તિગત આવકવેરા સંભવિત રાહતમાં સેકશન ૮૦સી હેઠળ વેરા-બચત રોકાણો માટેની લિમિટ વર્તમાન રૂ.૧.૫૦ લાખથી વધારીને રૂ.બે લાખ જેટલી થવાની અને ૮૦ડી હેઠળ મેડીકલેઈમમાં પણ ૫૦ ટકાથી વધારો કરવામાં આવે એવી શકયતા છે. શેર બજાર સાથે સંકળાયેલા વર્ગ માટે આ વખતે બજેટમાં નાણા મંત્રી નેગેટીવ સરપ્રાઈઝ રજૂ કરે તો આશ્ચર્ય નહીં પામતા. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એસટીસીજી) ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા થવાની અને લોંગ ટર્મ ગેઈન ટેક્ષ(એલટીસીજી) ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા જેટલો થઈ શકે છે. કૃષિ- ફર્ટિલાઈઝર, કેમિકલ્સ ક્ષેત્રે પાક સંરક્ષણ ક્ષેત્ર માટે પીએલઆઈ સ્કિમ અને બેટરી કેમિકલ ઉત્પાદકો માટે પ્રોડકશન લિન્ક્ડ ઈન્સેન્ટિવ-પીએલઆઈ સ્કિમ આવી શકે છે. એફએમસીજી ક્ષેત્રે સિગારેટ પરની એક્સાઈઝ ડયુટી અથવા એનસીસીડી ડયુટીમાં વધારો થઈ શકે છે.પાવર ક્ષેત્રે રિન્યુએબલ એનજીૅ માટે પ્રોત્સાહનો વધારવામાં આવે અને ટી એન્ડ ડી મૂડીખર્ચ પર ફોક્સ વધારવામાં આવે એવી શકયતા રહેશે. મેટલ-માઈનીંગ ક્ષેત્રે કાચામાલ પરની આયાત ડયુટીમાં ઘટાડો અથવા ચાઈનીઝ સ્ટીલની આયાત પરની બેઝિક કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવી શકે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે બજેટમાં ફેમ-થ્રી સબસીડી ફાળવણીમાં વધારો થવાની અને સીએનજી એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો થવાનીજોગવાઈ આવી શકે છે. નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની મંગળવારે રજૂઆતની સાથે શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. જેથી ફયુચર્સ એન્ડ ઓપ્શન (એફ એન્ડ ઓ)ના કેસીનો-જુગારથી દૂર રહેવું સલાહભર્યું છે.
અર્જુનની આંખે : WELCAST STEELS LTD.
માત્ર બીએસઈ(૫૦૪૯૮૮) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ISO 9001 : 2015 Certified, વર્ષ ૧૯૭૨માં શરૂ થયેલી વેલકાસ્ટ સ્ટીલ્સ લિમિટેડ, (WELCAST STEELS LIMITED) ભારતની સિમેન્ટ અને માઈનીંગ ઉદ્યોગ માટે ઉચ્ચ ક્રોમ ગ્રાઈન્ડિંગ મીડિયા બોલ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપનીઓમાં એક છે. એઆઈએ એન્જિનિયરીંગ લિમિટેડના મહત્તમ ૭૪.૮૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની આ એમએસએમઈ કંપની મેન્યુફેકચરીંગ યુનિટ ઉત્પાદન, ટેસ્ટિંગ અને ગુણવતા નિયંત્રણો માટે અત્યાધુનિક ઉપકરણો જેવા કે ઈન્ડકશન ફર્નેશો, ઓટોમેટિક ઓઈલ ક્વેન્ચિંગ સિસ્ટમ સાથે કન્ટીન્યુઅસ પ્રકારના હીટ ટ્રીટમેન્ટ ફર્નેશો, ઓપ્ટિકલ એમિશન વેક્યુમ સ્પેક્ટ્રોમીટર, ફોટોગ્રાફિક અરેન્જમેન્ટ, સેન્ડ ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ અને હાર્ડનેશ ટેસ્ટિંગ મશીનોથી સજ્જ છે.
કંપની ઈન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેકશન ધરાવે છે. જેને ઉદ્યોગની સમસ્યાના મૂળ નિરાકરણો માટે સતત ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં આવે છે. ચાર દાયકાથી વધુ સમયથી ગ્રાઈન્ડિંગ મીડિયા સ્પેશ્યાલિસ્ટ તરીકે કાર્યરત રહ્યા બાદ વેલ્કાસ્ટ દ્વારા સિમેન્ટ, માઈનીંગ ઉદ્યોગ અને થર્મલ પ્લાન્ટોમાં બહોળો અનુભવ મેળવ્યો છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની બેંગ્લુરૂમાં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. જેની ક્ષમતા વાર્ષિ ૪૨,૦૦૦ ટનની છે. નાણા વર્ષ ૨૦૨૨માં કંપનીએ ૯૭૨૦ ટન ગ્રાઈન્ડિંગ મીડિયાનું ઉત્પાદન કર્યું હતું, જે પાછલા વર્ષમાં ૧૪,૫૬૨ ટનનું કર્યું હતું.
રૂ.૨૦,૦૦૦ સુધી બીડ્સ છતાં ડિલિસ્ટિંગનો પ્રયાસ નિષ્ફળ : પ્રમોટર દ્વારા એપ્રિલ ૨૦૨૪માં કંપનીને શેરબજારો પરથી ડિલિસ્ટ કરાવવાનું નક્કી કરાયું હતું અને શેરધારકો પાસેથી બાકી ૨૫.૧૫ ટકા શેરહોલ્ડિંગ ખરીદી લેવા શેર દીઠ રૂ.૧૫૫૦ ફ્લોર ભાવે ઓફર કરાઈ હતી, જે પ્રમોટરો ૧૫.૧૬ ટકા હોલ્ડિંગ મેળવી શકશે તો ડિલિસ્ટિંગ કરી શકે એને આધીન આ ઓફર હતી. જે ૩૦, એપ્રિલ ૨૦૨૪ના જાહેર થયું હતું. આ માટે બીડ શેર દીઠ રૂ.૧૫૫૦ ફ્લોર ભાવે ૭, મે ૨૦૨૪ના ખુલી હતી, જે ઓફરમાં આવશ્યક, જરૂરી ૧,૬૦,૫૦૦ શેરો સામે ૧૯૭ બીડ્સમાં શેર દીઠ રૂ.૧૫૫૦ થી રૂ.૨૦,૦૦૦ ભાવ સુધી ૬૨,૦૯૯ શેરો માટે ઓફર મળી હતી. આટલા ઉંચા ભાવે પણ ડિલિસ્ટિંગ માટે જરૂરી પૂર્ણ માત્રામાં ૧,૬૦,૫૦૦ શેરો માટે પબ્લિક શેરધારકો પાસેથી બીડ્સ નહીં મળતાં ૧૩, મે ૨૦૨૪ના ઓફર નિષ્ફળ રહ્યાનું જાહેર કરાયું હતું.
પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં લાર્સન એન્ડ ટુબ્રો, આંધ્ર સિમેન્ટ, સેન્ચુરી સિમેન્ટ, યુપી સ્ટેટ સિમેન્ટ કોર્પોરેશન, ઈન્ડિયા સિમેન્ટ્સ, બ્લુ સર્કલ સિમેન્ટ, નિસ્સહો આઈવેઈ કોર્પ, રાયસુટ સિમેન્ટ કંપની વગેરેનો સમાવેશ છે.
ડિવિડન્ડ : માર્ચ ૨૦૨૩ના ૨૫ ટકા, માર્ચ ૨૦૨૪ના ૨૫ ટકા
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨માં રૂ.૫૧૦, માર્ચ ૨૦૨૩માં રૂ.૫૫૩, માર્ચ ૨૦૨૪માં રૂ.૬૩૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૫માં રૂ.૭૨૪
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર એઆઈએ એન્જિનિયરીંગ હસ્તક ૭૫ ટકા હોલ્ડિંગ, ૫.૩૦ ટકા એચએનઆઈ અને ટ્રસ્ટ પાસે અને ૧૯.૭૦ ટકા રિટેલ શેરધારકો પાસે છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૯૪.૭૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨.૮૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨.૬૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૧.૩૭ હાંસલ કરી હતી.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૯૪.૭૦ કરોડ મેળવી એનપીએમ ૫.૭૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫.૨૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૮૨.૨૪ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૦૫ કરોડ મેળવી એનપીએમ ૬.૩૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬ કરોડ અપેક્ષિત મેળવી શેર દીઠ આવક રૂ.૯૪ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) એઆઈએ એન્જિનિયરીંગ લિમિટેડના ૭૪.૮૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૨૪ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર અત્યારે ૧૯, જુલાઈ ૨૦૨૪ના માત્ર બીએસઈ પર રૂ.૧૪૦૬.૭૦ ભાવે માત્ર ૧૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.