Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે

- નિફટી ૨૫૮૧૧ થી ૨૬૬૧૧ વચ્ચે અથડાશે

- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી મીટિંગ પર નજર

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે 1 - image


મુંબઈ : ભારતીય શેર બજારો પણ અંતે નવી વિક્રમી ઊંચાઈ બનાવતા થયા છે. પાછલા સપ્તાહમાં એકથી વધુ પોઝિટીવ પરિબળોએ સેન્સેક્સ, નિફટી બેઝડ બજારે નવો વિક્રમ સર્જયો છે.  બેંકિંગ, ઓટોમોબાઈલ, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોએ તેજીની  આગેવાની લઈને બજારને તેજીના નવા ઝોનમાં મૂક્યું હતું. બજારની નજર હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળનારી ૩થી ૫ ડિસેમ્બરના મીટિંગ અને ૫, ડિસેમ્બરના વ્યાજ દરમાં સંભવિત ઘટાડા પર રહી છે. ફુગાવો-મોંઘવારીનો આંક નીચો આવ્યો છે અને આર્થિક વૃદ્વિના ત્રિમાસિક આંક ૮.૭ ટકા આવતાં વૃદ્વિને  વધુ વેગ આપવા આરબીઆઈ આ વખતે ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ અટવાયેલી રહી હોઈ અનિશ્ચિતતા વચ્ચે આગામી દિવસોમાં રશીયાના રાષ્ટ્રપતિ પુતિનની સંભવિત ભારતની મુલાકાત પર પણ ભારતીય બજારો અને વિશ્વની નજર રહેશે. રશીયા સાથે ભારતની મોટી ડિફેન્સ ડિલ સહિત અન્ય ટ્રેડ એગ્રીમેન્ટના સંજોગોમાં વૈશ્વિક મોરચે ખાસ અમેરિકાનું વલણ કેવું રહે છે એ પણ મહત્વનું રહેશે. ભારત પોતાની વૈશ્વિક વેપાર સુરક્ષાને વધુ મજબૂત કરવા હવે અમેરિકા કે કોઈ અમુક દેશો પર નિર્ભરતાને ઘટાડવા યુરોપ અને એશીયાના અન્ય દેશો સાથે વેપાર કરારો પર કામ કરી રહ્યું હોઈ આગામી દિવસોમાં સંભવિત ટ્રેડ ડિલથી વૈશ્વિક વેપાર સમીકરણો  બદલાતા જોવાય એવી પૂરી શકયતા છે. આ સંભવિત ડેવલપમેન્ટ અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૮૧૧થી ૨૬૬૧૧વચ્ચે અને સેન્સેક્સ ૮૪૪૧૧ થી ૮૭૦૧૧ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : SWARAJ ENGINES LTD.

બીએસઈ (૫૦૦૪૦૭), એનએસઈ (SWARAJENG) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, સ્વરાજ એન્જિન્સ લિમિટેડ(SWARAJ ENGINES LIMITED), વર્ષ ૧૯૮૯માં સ્થપાયેલી, ૨૨એચપીથી ઉપર ૬૫ એચપી રેન્જમાં ટ્રેકટર્સ માટે ડિઝલ એન્જિન્સ અને હાઈ-ટેક એન્જિન કોમ્પોનન્ટ્સનું મેન્યુફેકચરિંગ કરતી કંપની છે. કંપની દ્વારા એસએમએલ આઈસુઝુ લિમિટેડને ટેકઓવર કરવાના કારણે આવકમાં અપેક્ષાથી વધુ વૃદ્વિ અપેક્ષિત છે.

કંપનીની ઈતિહાસ : વર્ષ ૧૯૮૫માં શરૂ થયેલી સ્વરાજ એન્જિન્સ પંજાબ ટ્રેકટર્સ અને કિર્લોસ્કર ઓઈલ એન્જિન્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરાઈ હતી. કિર્લોસ્કર પંજાબ ટ્રેકટર્સ દ્વારા સ્વરાજ ટ્રેકટર માટે ડીઝલ એન્જિનના ઉત્પાદન માટે નો હાઉ, ડિઝાઈન, ડોક્યુમેન્ટેશન, પ્રક્રિયા વિગતો અને ટુલિંગ ડિઝાઈન પ્રદાન કરે છે. વર્ષ ૨૦૦૭માં પંજાબ ટ્રેકટર્સમાં મહત્તમ હોલ્ડિંગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હસ્તગત કર્યું હતું અને સ્વરાજ બ્રાન્ડને તેના ફાર્મ ડિવિઝન સાથે મર્જ કરી હતી.

આવક રેશીયો નાણા વર્ષ ૨૦૨૪ : એન્જિન્સ સેગ્મેન્ટમાંથી ૯૭ ટકા અને સ્પેર્સમાંથી ૩ ટકા.

વેચાણ વોલ્યુમ : નાણા વર્ષ ૨૦૨૪માં કંપનીએ ૧,૩૮,૭૬૧ યુનિટ એન્જિનનું સૌથી વધુ વેચાણ હાંસલ કર્યું હતું, જે નાણા વર્ષ ૨૦૨૩માં ૧,૩૭,૦૦૫ એન્જિનનું થયું હતું. જ્યારે નાણા વર્ષ ૨૦૨૨માં ૧,૧૬,૮૧૧ એન્જિનનું વેચાણ કર્યું હતું.

સવલતો : કંપની સાસ-એસએએસ નગર રોપર પંજાબ ખાતે મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ધરાવે છે અને સ્વરાજ મઝદા વ્હીકલ્સ માટે હાઈ-ટેક એન્જિન કોમ્પોનન્ટ્સના મેન્યુફેકચરીંગ માટે મેચિંગ શોપ સવલત ધરાવે છે.

ક્ષમતા વિસ્તરણ : કંપનીએ દર વર્ષે એન્જિનની ઉત્પાદન ક્ષમતા ૧,૫૦,૦૦૦થી વધારીને ૧,૯૫,૦૦૦ કરી રહી છે. આ ક્ષમતા વિસ્તરણ માટે ફાઈનાન્સની વ્યવસ્થા સંપૂર્ણ આંતરિક સ્ત્રોત થકી કરાઈ છે.

ગ્રાહકો  : કંપની ૨૦ એચપી થી ૬૫ એચપી રેન્જમાં ડીઝલ એન્જિન્સનું મેન્યુફેકચરીંગ કરી ચે, જેનું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા સ્વરાઝ ટ્રેકટર્સના મેન્યુફેકચરીંગમાં ફીટમેન્ટ થાય છે.

ટેકનોલોજી : નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીએ ૪૭એચપી અને ૪૦ એચપી મોડેલનું કમર્શિયલ ધોરણે  ઉત્પાદન શરૂ કર્યું છે. ટ્રેમ વી ઉત્સર્જન પાલન માટે ૨૫એચપીથી ઓછા રેન્જના એન્જિનનું ડેવલપમેન્ટ પ્રગતિ હેઠળ છે અને ટ્રેમ વી ઉત્સર્જન પાલન માટે ૨૫એચપીથી ઓછા રેન્જના એન્જિનનું ડેવલપમેન્ટ શરૂ કર્યું છે.

પ્રમોટર્સ હોલ્ડિંગમાં ફેરફાર : ૨૨, જૂનના રોજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પાસેથી તમામ ૨૧ લાખ ઈક્વિટી શેરો (૧૭ ટકા હોલ્ડિંગ) હસ્તગત કર્યું છે. ૨૪, જૂન સુધીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં ૫૨.૧૨ ટકા હોલ્ડિંગ ધરાવે છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : કુલ આવક રૂ.૧૬૮૨ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૨૨૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએ ૯.૮૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૬૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૩૬.૬૧ હાંસલ કરી, બુક વેલ્યુ રૂ.૩૪૫ નોંધાવી છે.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : કુલ આવક  ૧૫.૭૯ ટકા વૃદ્વિએ રૂ.૪૮૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૫.૭૫ ટકા વધીને રૂ.૬૭.૧૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૩૩ ટકા થકી ચોખ્ખો નફો ૧૫.૭૦ ટકા વધીને રૂ.૪૯.૯૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૧.૧૩ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક  ૮.૬૨ ટકા વૃદ્વિએ રૂ.૫૦૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૯.૪૬ ટકા વધીને રૂ.૬૬.૭૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૮૫ ટકા થકી ચોખ્ખો નફો ૯.૩૮ ટકા વધીને રૂ.૪૯.૬૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૦.૮૮ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક રૂ.૧૯૨૫ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૬૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૧૩ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૯૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૬૦.૫૨  અને બુક વેલ્યુ રૂ.૫૦૫ અપેક્ષિત છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક રૂ.૨૨૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૯૭ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૧૪ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૨૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૮૩ અને બુક વેલ્યુ રૂ.૬૮૮ અપેક્ષિત છે.

(૬) બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૬માં ૧:૧ શેર, વર્ષ ૨૦૦૫માં ૨:૧ શેર

(૭) ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૬૯૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૮૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૯૨૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૯૫૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૦૪૫ ટકા

(૮) બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૮૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૦૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૪૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૦૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૬૮૮

(૯) શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હસ્તક ૫૨.૧૨ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૯.૬૫ ટકા, એફઆઈઆઈઝ પાસે ૩.૯૩ ટકા, એચએનઆઈઝ પાસે ૧૨.૯૯ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૨૧.૩૧ ટકા છે.

(૧૦) શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૧૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૩૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૮૩

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી.

 રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પ્રમોટેડ, સ્વરાજ એન્જિન્સ લિમિટેડ, બે બોનસ શેરોના ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૫.૨૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૮૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૮૮ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૩૭૩૨ ભાવે, એન્જિન્સ ઉદ્યોગના સરેરાશ ૫૨ના પી/ઈ સામે૨૦.૩૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે 

Tags :