નવા સપ્તાહમાં સેન્સેક્સ 82888થી 80444 વચ્ચે અથડાશે
- નિફટી ૨૫૪૪૪ થી ૨૪૬૬૬ વચ્ચે અથડાશે
- ઓછા વોલ્યુમે ઘણાં શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટ લાગવાથી રોકાણકારો જોખમી પરિસ્થિતિમાં મૂકાશે
મુંબઈ : વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી જીઓપોલિટીકલ ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ રશીયા અને યુક્રેન વચ્ચેનું યુદ્વ હજુ શમ્યું નથી અને બન્ને મોરચે છમકલા સતત ચાલુ છે, ત્યારે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈનમાં હમાસનો ખાતમો બોલાવ્યા બાદ લેબનોનમાં હિઝબુલ્લાને જમીનદોસ્ત કરવાની બતાવેલી આક્રમકતાં બાદ હવે ઈરાન પણ ઈઝરાયેલની આક્રમકતાને જોઈ હિઝબુલ્લાના સમર્થનમાં ઈઝરાયેલ પર ગત સપ્તાહમાં કરેલા બેલેસ્ટિક મિસાઈલોના મારાના પરિણામે ઈઝરાયેલ હવે ગમે તે ઘડીએ ઈરાન પર વળતો પ્રહાર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે. અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે. ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નથી. એમાં પણ અમેરિકામાં ચૂંટણી નજીક હોઈ બાઈડન સરકાર ઈચ્છશે નહીં મિડલ ઈસ્ટમાં ન્યુક્લિયર યુદ્ધ થાય. લેબનોનને ખેદાન-મેદાન થતું જોઈ ઈરાન અત્યારે ભયભીત થયું હોઈ ઉશ્કેરાઈને વધુ હુમલા કરે એવી શકયતા જોતાં આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે. ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે. જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા મરણ્યું બન્યું છે.
ન્યુક્લિયર યુદ્વની હાલ તુરત શકયતા નહીં : ઈરાન પર ઈઝરાયેલના વળતા પ્રહાર બાદ યુદ્વના અંતની શકયતા
ચાઈનાએ મેગા સ્ટીમ્યુલસ-રાહત પેકેજ જાહેર કર્યા બાદ વધુ મહા પેકેજ જાહેર થવાની શકયતાને જોતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં છેલ્લા માત્ર ચાર ટ્રેડીંગ દિવસમાં જ રૂ.૪૦,૫૧૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી હજુ વધતી જોવાઈ શકે છે. આ સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઘટાડે સતત ખરીદી પર્યાપ્ત નીવડી રહી નથી. રોકાણકારોની સંપતિમાં ચાર દિવસમાં રૂ.૧૭.૦૪ લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે. જો એફપીઆઈઝની વેચવાલી સતત વધતી રહી તો બજારમાં લોકલ ફંડોની સ્ટીમ પણ ખૂટતાં વાર લાગશે નહીં. અહીંથી ગત સપ્તાહે જ કહ્યું હતું કે, જીદની લડાઈમાં થઈ રહેલી સેન્સેક્સ, િ નફટીની અવિરત વિક્રમી તેજી આગળ જતાં જોખમી બની શકે છે. શેરોના તૂટતાં ભાવો સાથે શકય છે કે, જીઓપોલિટીકલ ટેન્શનની સ્થિતિ વધુ વકરશે તો નબળા અને ઓવર વેલ્યુએશન ધરાવતાં શેરો આગામી દિવસોમાં ખરીદદારો શોધ્યા નહીં જડે અને આ શેરો ખપવાનું એટલે વેચી શકવાનું પણ અસમર્થ બનવા લાગશે. જે ઓછા વોલ્યુમે ઘણાં શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટ લાગવાની જોખમી પરિસ્થિતિમાં રોકાણકારોને મૂકી શકે છે. જેથી નબળા શેરો અને ફંડામેન્ટલથી વધુ ઓવરવેલ્યુડ એટલે કે અત્યંત મોંઘા બની ગયેલા શેરો ઘરમાં ન રહી જાય એની તકેદારી રાખીને નફો ઘરભેગો કરતાં રહેવું સલાહભર્યું છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્વની શકયતાએ ક્રુડ ઓઈલના વધતાં આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર અને ઘર આંગણે ચૂંટણીના પરિણામો વચ્ચે ૮૨૮૮૮થી ૮૦૪૪૪ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૫૪૪૪થી ૨૪૬૬૬ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : PATELS AIRTEMP (INDIA) LTD.
માત્ર બીએસઈ(૫૧૭૪૧૭) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૭૩માં શરૂ થયેલી, એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્રવૃત, ISO 9001:2015, ISO 45001 : 2018, ISO 14001 : 2015, ASME U, U2, S STAMP, NB STAMP Certified, પટેલ્સ એરટેમ્પ ઈન્ડિયા લિમિટેડ(PATELS AIRTEMP INDIA LTD.) વિસ્તૃત રેન્જના હીટ એક્સચેન્જર્સ જેવા કે શેલ અને ટયુબ ટાઈપ, ફિન્નડ ટયુબ ટાઈપ અને એર કુલ્ડ હીટ એક્સચેન્જર્સ, પ્રેશર વેસલ્સ, એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેટર ઈક્વિપમેન્ટના મેન્યુફેકચરીંગ અને વેચાણ ભારત અને વિદેશોમાં કરતી કંપની છે. કંપની તેના ઉત્પાદનો પાવર પ્રોજેક્ટસ, રીફાઈનરીઝ, ફર્ટિલાઈઝર્સ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને કેમિકલ, ક્રોમ્પેસર ઓઈએમ ઉદ્યોગો જેવા ઔદ્યોગિક ક્ષેત્રોને સપ્લાય કરે છે. કંપની શરૂઆતથી અત્યાર સુધીમાં ૫૫૦થી વધુ સંતુષ્ટ ગ્રાહકોને ૧૦,૫૦૦થી વધુ ઈક્વિપમેન્ટ સપ્લાય કરી ચૂકી છે. કંપનીએ ગુજરાતમાં કડી તાલુકામાં દુધઈ ખાતે રૂ.૨૪ કરોડના રોકાણથી નવો ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપ્યો છે. જે ૧૧૦૧૬ ચોરસ મીટર વિસ્તારમાં એર કુલ્ડ હીટ એક્સચેન્જર/ એર ફિન કુલર અને અન્ય એન્જિનિયરીંગ પ્રોડક્ટસના ઉત્પાદન માટે છે.
ઉત્પાદનો : કંપનીના ઉત્પાદનોમાં એર કુલ્ડ હિટ એક્સચેન્જર-એર ફિન કુલર, શેલ અને ટયુબ હિટ એક્સચેન્જર, એલએનજી રીગેસિફિકેશન માટે એમ્બિએન્ટ એર હિટર, એર કુલ્ડ કન્ડેશનર, પ્રેસર વેસલ્સ, સેપરેટર્સ, ડ્રમ્સ, કોલમ્સ, ડિએરિએટર્સ, એર અને ગેસ કોમ્પ્રેશર માટે શેલ અને પ્લેટ ફિન ટયુબ હિટ એક્સચેન્જર, કોમ્પ્રેશર માટે ઈન્ટર કુલર્સ, આફટર કુલર્સ, ઓઈલ કુલર્સ, સીએનજી કુલર્સ, ફિન ટયુબ્સ- એકસ્ટ્રુડેડ, જી-ટાઈપ, એલએલ-ટાઈપ, કેએલ-ટાઈપ અને ક્રિમ્પ્ડ ફિન, એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ઈક્વિપમેન્ટ કન્ડેશનર્સ, ચિલર્સ કુલિંગ-હિટ કોઈલ્સ, ફેન કોઈલ યુનિટ્સ અને એર હેન્ડલિંગ યુનિટ્સનો સમાવેશ છે.
પ્રમુખ ગ્રાહકો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એચપીસીએલ, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ગેઈલ, સીપીસીએલ, ક્રિભકો, જીએચસીએલ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર, જીએનએફસી, નિરમા, સેનોવસ, નેક્સેન, સનકોર, નેક્સલુબ, એમઈજી એનજીૅ, એનએફએલ, ઓમાન રીફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ કંપની, કેનેડિયન નેચરલ, નોવા કેમિકલ્સ, ઈન્ડો રમા એલીમી પેટ્રોકેમિકલ્સ, કેમટેક ઈટાલિયા, ટ્રાન્સકેનેડા, કતાર સોલાર ટેકનોલોજીસ, ઈકોમાર, કોનકોલા કોપર માઈન્સ, નુમાગઢ રીફાઈનરીઝ, ઈફકો, અતાહબાસ્કા ઓઈલ સેન્ડ્સ કોર્પ. સહિતનો સમાવેશ છે. જ્યારે ઓઈએમમાં સિમેન્સ, કેમેરોન, ઈન્ગરસોલ રેન્ડ, બુકહાર્ટ કોમ્પ્રેશન, ડ્રેસર-રેન્ડ, એેર લિક્વિડ, એક્સચેન્જર ઈન્ડસ્ટ્રીઝ, એટલાસ કોપ્કો, કોર્લિન્ગ, ક્રોલ રેનોલ્ડ્સ, એર પ્રોડક્ટસ, જીઈએ, કોરટિંગ, કિર્લોસ્કર, લિન્ડે સહિત છે. આ સિવાય પીએમસી/ઇપીસી/એલએસટીકેમાં બેકટેલ, ઈઆઈએલ, વુડ, પીડીઆઈએલ, ટેકનિપએફએમસી, ટોયો એન્જિનિયરીંગ, ફલુઓર, એલ એન્ડ ટી હાઈડ્રોકાર્બન, પેટ્રોફેક, જેકોબ્સ, સેમસંગ એન્જિનિયરીંગ, સીટીસીઆઈ, બ્લેક એન્ડ વેચ, થાયસીનક્રુપ સહિતનો સમાવેશ છે.
કંપનીએ ૮, ડિસેમ્બર ૨૦૨૩ના તેની વિદેશમાં ૧૦૦ ટકા માલિકીની સબસીડિયરી પટેલ્સ એરટેમ્પ (યુએસએ) ઈન્ક. જેણે કોઈ બિઝનેસ કર્યો નથી અને ભવિષ્યમાં કોઈ બિઝનેસ પ્રવૃતિ શરૂ કરવાની યોજના નથી એ સબસીડિયરીને સ્વૈચ્છિક રીતે સમેટી લેવાને મંજૂરી આપી હતી.
ઓર્ડર બુક : ઓગસ્ટ ૨૦૨૪ મુજબ કંપની રૂ.૩૧૨ કરોડની ઓર્ડર બુક ધરાવે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧માં રૂ.૧૯૬, માર્ચ ૨૦૨૨માં રૂ.૨૧૮, માર્ચ ૨૦૨૩માં રૂ.૨૩૬, માર્ચ ૨૦૨૪માં રૂ.૨૬૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૫માં રૂ.૩૦૩
ડિવિડન્ડ : માર્ચ ૨૦૨૦માં ૨૫ ટકા, માર્ચ ૨૦૨૧માં ૨૫ ટકા, માર્ચ ૨૦૨૨માં ૨૮ ટકા, માર્ચ ૨૦૨૩માં ૩૦ ટકા, માર્ચ ૨૦૨૪માં ૩૦ ટકા
નાણાકીય પરિણામો :
(૧) એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૨૮૩.૮૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન ૩.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧.૧૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧.૪૦ હાંસલ કર્યા હતા.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૨૮૨.૮૦કરોડથી ૩૧.૮૦ ટકા વધીને રૂ.૩૭૨.૭૫ કરોડ મેળવી ૩.૯૬ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૧૧.૧૭કરોડથી ૩૨.૪૩ ટકા વધીને રૂ.૧૪.૭૭ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧.૪૪થી વધીને રૂ.૨૬.૯૮ હાંસલ કરી છે.
(૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન ૨૦૨૪ : ચોખ્ખી આવક ૩૭.૩૫ ટકા વધીને રૂ.૧૧૪ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૪૪ ટકા થકી ચોખ્ખો નફો ૫૮.૬૨ ટકા વધીને રૂ.૫.૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯.૨૫ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૫૧૫ કરોડ મેળવી ૪.૪૭ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૨૩ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૨ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં શેર દીઠ આવક રૂ.૨૬.૯૮ અને બુક વેલ્યુ રૂ.૨૬૧ નોંધાવનાર (૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૪૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૦૩ સામે શેર અત્યારે માત્ર બીએસઈ (૪,ઓકટોબર ૨૦૨૪) પર રૂ.૭૨૨.૧૫ના ભાવે એન્જિનિયરીંગ ઉદ્યોગના સરેરાશ ૪૨ના પી/ઈ સામે ૧૭.૯ના પી/ઈએ ઉપલબ્ધ છે.