Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80488 થી 82955 વચ્ચે અથડાશે

- નિફટી ૨૪૪૭૭ થી ૨૫૨૩૩ વચ્ચે અથડાશે

- શેર બજારોમાં તેજી બાદ અનિશ્ચિત ચાલે ઉથલપાથલ

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80488 થી 82955  વચ્ચે અથડાશે 1 - image


મુંબઈ : વિશ્વમાં અત્યારે ઈઝરાયેલ એક તરફ ગાઝા મામલે ઈરાન પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યાના અહેવાલ અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સતત ટેન્શન સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રેડિકટેબલ બની રહી હજુ કોર્પોરેટ વિશ્વ માટે રોજબરોજ નવું ટેન્શન ઊભું કરી દઈ તમામ દેશોને અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલી દેતાં હોઈ વૈશ્વિક બજારોમાં પણ ડામાડોળ સ્થિતિ પ્રવર્તિ રહી છે. ટ્રમ્પ ટેકનોલોજી જાયન્ટ એપલ ઈન્ક.ને અમેરિકામાં મેન્યુફેકચરીંગ શિફ્ટ કરતું આક્રમક વલણ અપનાવ્યા બાદ સેમંસંગને પણ ચીમકી સાથે યુરોપીયન યુનિયનને ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપીને એક સમયે ટેરિફ યુદ્વના શાંત થયેલા વંટોળને ફરી સક્રિય કર્યો છે. ટ્રમ્પના ટેરિફ પાગલપનથી વિશ્વ વેપારમાં અસ્થિરતા આવી હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ તેજી બાદ અનિશ્ચિત ચાલે ઉથલપાથલ જોવાઈ રહી છે.આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૪૪૪ની ટેકાની સપાટીએ ૮૩૧૧૧ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૩૮૮૮ અને નિફટી સ્પોટ ૨૫૨૨૨ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૫૪૪૪ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : SHARDA CROPCHEM LTD.

બીએસઈ(૫૩૮૬૬૬), એનએસઈ લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, ભારતીય મલ્ટિ-નેશનલ કંપની, આઈએસઓ ૯૦૦૫:૨૦૧૫ સર્ટિફાઈડ, શારદા ક્રોપકેમ લિમિટેડ જેનેરિક ક્રોપ-કૃષિ પાક સંરક્ષક કેમિકલ્સ ઉદ્યોગમાં ઝડપથી વિકસતી વૈશ્વિક એગ્રોકેમિકલ્સ કંપની છે. કંપનીઉચ્ચ પ્રવેશ અવરોધ મનાતા  વિકસીત યુરોપીયન અને અમેરિકી બજારોમાં પોતાનું ઉંડાણપૂર્વકનું અસ્તિત્વ બનાવ્યું છે. કંપની અન્ય રેગ્યુલેટેડ-નિયમન ધરાવતા બજારોમાં લાટેમ અને વિશ્વના બાકી ૮૦થી વધુ દેશોમાં કામગીરી ધરાવે છે. વૈશ્વિક ૫૦૦થી વધુ કર્મચારીઓ-માનવ બળ ધરાવતી કંપની યુરોપ, અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, સાઉથ આફ્રિકા, ભારત સહિતમાં સેલ્સ  નેટવર્ક ધરાવે છે. જ્યારે વિશ્વના બાકી ભાગોમાં થર્ડ પાર્ટી ડિસ્ટ્રીબ્યુટરો ધરાવે છે.

૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ કંપની કુલ ૨૯૬૪ પ્રોડક્ટ રજીસ્ટ્રેશન ધરાવે છે. આ ઉપરાંત વૈશ્વિક ૧૦૧૪ પ્રોડક્ટ એપ્લિકેશનો રજીસ્ટ્રેશનની પ્રોસેસ હેઠળ છે. કંપની એસેટ-લાઈટ બિઝનેસ મોડલ ધરાવે છે. 

શારદા બાયોસાઈડ યુરોપ : શારદા ક્રોપ-કેમ લિમિટેડનું આ બિઝનેસ એકમ પબ્લિક હેલ્થમાં જંતુનાશક-પેસ્ટ કંટ્રોલ માટે બાયોસાઈડ પ્રોડક્ટસ વિકસાવા સાથે મેન્યુફેકચરીંગ અને વેચાણ કરે છે. શારદા બાયોસાઈડ એક સ્વતંત્ર કંપની છે.કંપની મેનેજમેન્ટે ૧૫, મે ૨૦૨૫ના દર્શાવેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પૈકી : નાણા વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં વૈશ્વિક પડકારો અને સતત ભાવ દબાણો છતાં કંપનીએ કુલ આવક ૩૯ ટકા વધીને રૂ.૧૮૨૯ કરોડ મેળવી છે. વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૫૦ ટકાથી વધુ વૃદ્વિ હાંસલ કરી છે. યુરોપ, લેટીન અમેરિકા અને નાફ્ટા એગ્રોકેમિકલ્સ સેગ્મેન્ટમાં મહત્વના ડિસ્ટ્રીબ્યુટરો રહ્યા છે. એગ્રોકેમિકલ સેગ્મેન્ટમાંથી વોલ્યુમ-વેચાણમાં ૪૮ ટકા વૃદ્વિ મેળવી છે. જ્યારે નોન-એગ્રોકેમિકલ સેગ્મેન્ટમાંથી ૧૧૬ ટકા વૃદ્વિ વાર્ષિક ધોરણે મેળવી છે. કુલ માર્જિન ૨૯.૮ ટકા મેળવ્યું છે. કાચામાલના ભાવમાં સ્થિરતા સાથે નાણા વર્ષ ૨૦૨૬માં વધુ કામગીરીમાં સુધારાની અપેક્ષા છે. ત્રિમાસિકમાં ઈબીટા ૧૬ ટકા વૃદ્વિએ રૂ.૩૫૨ કરોડ અને ચોખ્ખો નફો ૪૨ ટકા વૃદ્વિએ રૂ.૨૦૪ કરોડ હાંસલ કર્યો છે. પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૫માં કુલ આવક ૩૭ ટકા વધીને રૂ.૪૩૨૦ કરોડ અને વોલ્યુમ વૃદ્વિ ૪૨ ટકા મેળવી છે.

૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ કાર્યકારી મૂડીના દિવસો ૧૧૮ દિવસ રહ્યા છે. જેમાં માર્ચ ૨૦૨૪ની તુલનાએ ૪૦ દિવસનો સુધારો નોંધાયો છે. કંપની પાસે ૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ કેશ અને કેશ સમકક્ષ રૂ.૫૫૮ કરોડની છે. કંપનીએ રૂ.૪૨૦ કરોડનો મૂડી ખર્ચ કર્યો છે અને કંપનીને વિશ્વાસ છે કે ચાલી રહેલા પ્રોડક્ટ રજીસ્ટ્રેશનો સાથે મૂડી ખર્ચ નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૪૦૦ કરોડથી રૂ.૪૫૦ કરોડની રેન્જમાં થવાનો અંદાજ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ બુબના ફેમિલી પાસે ૭૫ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૦ ટકા, એફઆઈઆઈઝ પાસે ૪.૬૯ ટકા, એચએનઆઈ અને અન્યો પાસે ૩.૫૪ ટકા તેમ જ રિટલ ઈન્વેસ્ટરો પાસે ૬.૭૭ ટકા છે.

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૯૦ ટકા.

શેર દીઠ આવક-ઈપીએસ : નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૩૧૩૬, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૩૫.૯૯, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૫.૧૬, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૩૩.૭૪, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૪૩

આવક : નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૨૯૪૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૩૩૧૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૨૬૦૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૪૩૨૦ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૫૧૦૦ કરોડ.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૯૨, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૩૪, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૬૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૧૧

નાણાકીય પરિણામો :

(૧) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક ૩૯ ટકા વધીને રૂ.૧૮૨૯ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૧૫ ટકા થકી ચોખ્ખો નફો ૪૨ ટકા વધીને રૂ.૨૦૪ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૨૨.૫૭ હાંસલ કરી છે.

(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક ૩૭ ટકા વધીને રૂ.૪૩૨૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૦૩ ટકા થકી ચોખ્ખો નફો ૮૫૦ ટકા વધીને રૂ.૩૦૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૩.૭૪ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૧૮ ટકાની અપેક્ષિત વૃદ્વિએ રૂ.૫૧૦૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૬૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૮૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૩ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં.

Tags :