Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000થી 82500વચ્ચે અથડાશે

- નિફટી ૨૪૫૫૫થી ૨૫૩૩૩ વચ્ચે અથડાશે

- સોમવારે પ્રજાસત્તાક દિન નિમિતે શેર બજારો બંધ રહેશે

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000થી 82500વચ્ચે અથડાશે 1 - image

મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પના મિશન વિશ્વમાં અંધાધૂંધી ફેલાવીને અમેરિકાને ઉગારવાના હવાતિયામાં અત્યારે વૈશ્વિક બજારો સતત ડામાડોળ થઈ રહ્યા છે. ક્યારેક વિશ્વને મલમપટ્ટી લગાવતા નિવેદનો કરનારા અને  તુરત બીજા દિવસે યુદ્વનો ગંજીપો ચીપનારા ટ્રમ્પે હજુ દાવોસ ખાતે ગ્રીનલેન્ડને કબજે કરવાની તેમની આક્રમકતાને છોડી દીધી હોવાનું અને બળથી નહીં, સમજૂતીથી કબજે કરવાનું અને યુરોપના દેશો પર વધારાની ટેરિફ લાગુ નહીં કરવાનું કહીને વિશ્વને હાથકારો આપ્યો હતો. પરંતુ બીજા જ દિવસે ફરી ઈરાનની સમુદ્રી સરહદ પર અમેરિકાનું લિન્કન જહાજ તૈનાત કરીને ઈરાન સહિત વિશ્વને ફરી યુદ્વના ભણકારાં સંભળાવીને ટેન્શનમાં લાવી દીધા છે.   અલબત અત્યારે અનિશ્ચિતતાના દોર અને હવે આગામી અઠવાડિયે રવિવારે ૧લી, ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટની જોગવાઈઓ પર બજારની નજર હોઈ બજેટ સુધી મોટા કમિટમેન્ટથી સાવચેત રહેવું જરૂરી છે.  સોમવારે ૨૬, જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિતે શેર બજારો બંધ રહેનાર હોઈ, ઈરાન-અમેરિકા પર નજર અને વૈશ્વિક બજારોની ઉથલપાથલ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ૨૪૫૫૫થી ૨૫૩૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૮૦૦૦૦થી ૮૨૫૦૦ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.

અર્જુનની આંખે : FEDERAL-MOGUL GOETZE (INDIA)  LTD.

બીએસઈ (૫૦૫૭૪૪), એનએસઈ (FMGOETZE) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૧૦૦ ટકા ડેટ-દેવા મુક્ત, ફેડરલ-મોગલ ગોએત્ઝ લિમિટેડ(FEDERAL-MOGUL GOETZE (INDIA)  LIMITED), ટેનેકોના એક્વિઝિશન બાદ સબસીડિયરી બનેલી, વર્ષ ૧૯૫૪માં જર્મનીના ગોએત્ઝે-વેર્ક સાથે સંયુક્ત સાહસ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ગોએત્ઝે જર્મનીનું વેર્ક હવે ફેડરલ-મોગલ કોર્પોરેશનની માલિકીનું છે, જે ૬.૩ અબજ ડોલરની વૈશ્વિક જાયન્ટ છે અને વિશ્વમાં ઓટોમોટિવ કોમ્પોનન્ટના અગ્રણી ઉત્પાદકોમાં એક છે. ફેડરલ-મોગલ ગોએત્ઝ (ઈન્ડિયા) લિમિટેડ ભારતમાં પિસ્ટન અને પિસ્ટન રિંગ્સનું સૌથી મોટી ઉત્પાદક છે. વિશ્વ કક્ષાના પિસ્ટન, પિસ્ટન રિંગ્સ, સિન્ટર્ડ પાર્ટસ અને સિલિન્ડર લાઈનર્સની મેન્યુફેકચરર છે, જે ટુ-થ્રી વ્હીલર વાહનો, કાર, એસયુવી, ટ્રેકટર, લાઈટ કમર્શિયલ વ્હીકલ્સ, હેવી કમર્શિયલ વ્હીકલ્સ, સ્ટેશનરી એન્જિન્સ, અને ઉચ્ચ આઉટપુટ લોકોમોટિવ ડીઝલ એન્જિન સહિતના વિવિધ પ્રકારના એપ્લિકેશનોને આવરી લે છે. 

ફેડરલ મોગલ પેરન્ટ કંપની દ્વારા શેર દીઠ રૂ.૨૯૬ ભાવે વર્ષ ૨૦૨૩માં નોન-પ્રમોટર હોલ્ડિંગ ૨૫ ટકા ખરીદવાના અને કંપનીને ડિલિસ્ટ કરવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં તે નિષ્ફળ ગયો છે. ફેબુ્રઆરી ૨૦૨૩માં (૨૦૨૨ના અંતમાં વિગતવાર નિવેદનો સાથે), પેગાસસ હોલ્ડિંગ થ્રી, એલએલસી, કોન્સર્ટમાં સામેલ વ્યક્તિઓ (પીએસી) સાથે, ફેડરલ-મોગલ ગોએત્ઝે (ઈન્ડિયા) લિમિટેડના તેના પબ્લિક શેરહોલ્ડરો પાસેથી ૨૫.૦૨ ટકા (અથવા ૧૩,૯૧૬,૬૭૬ શેરો) સુધી હસ્તગત કરવા માટે એક ઓપન ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફર પેગાસસ હોલ્ડિંગ્સ દ્વારા ટેનેકો ઈન્ક. (ફેડરલ-મોગલની ભારતીય સબસીડિયરીની પેરેન્ટ કંપની)ના એક્વિઝિશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઓપન ઓફરની મુખ્ય વિગતો : હસ્તગતકર્તા : પેગાસસ હોલ્ડિંગ્સ થ્રી, એલએલસી (અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા સમર્થિત ડેલવેર લિમિટેડ લાયેબિલિટી કંપની). પીએસી (પર્સન એક્ટિંગ ઈન કોન્સર્ટ) : પેગાસસ પેરેન્ટ, એલ.પી. ફેડરલ-મોગલ હોલ્ડિંગ્સ લિ. અને ટેનેકો ઈન્ક. ટાર્ગેટ કંપની : ફેડરલ-મોગલ ગોએત્ઝે (ઈન્ડિયા) લિમિટેડ, ઓફર સાઈઝ : ૧,૩૯,૧૬,૬૭૬ ફુલ્લી પેઈડ ઈક્વિટી શેર, જે વોટિંગ શેર મૂડીના ૨૫.૦૨ ટકા જેટલું છે. ઓફર પ્રાઈસ : પહેલા પ્રતિ શેર રૂ.૨૭૫ નક્કી કરવામાં આવી હતી, જે બાદમાં સુધારીને રૂ.૨૯૫.૬૫ કરવામાં આવી હતી.

ટ્રિગર મિકેનિઝમ : ફેડરલ-મોગલ ગોએત્ઝે (ઈન્ડિયા)માં ૭૪.૯૮ ટકા હોલ્ડિંગ સબસીડિયરી થકી ધરાવતી હોઈ પેગાસસ ટેનેકો ઈન્ક. સાથે મર્જ થયું હોવાથી પરોક્ષ રીતે નિયંત્રણ હસ્તગત કર્યું. પ્રમુખ ડેવલમેન્ટ અને વિવાદો : મૂલ્ય પર વિવાદ : સેબીએ પેગાસસ દ્વારા  ઓફર કરાયેલ કિંમત (રૂ.૨૭૫-રૂ.૨૯૫.૬૫)નો વિરોધ કર્યો, કંપનીના મૂલ્યની તુલનામાં તે ઓછી હોવાનો દાવો કર્યો અને સ્વતંત્ર વેલ્યુઅર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો. સેટ ચૂકાદો : સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ) એ ૨૦૨૪માં ૬૦ દિવસના વોલ્યુમ-વેઈટેડ સરેરાશ ભાવ પર આધારિત પેગાસસ દ્વારા પ્રસ્તાવિત કિંમતને સમર્થન આપતા નવા વેલ્યુઅસરની નિમણૂક કરવાના સેબીના આદેશને ઉલટાવી દીધો. સુપ્રીમ કોર્ટની દરમિયાનગિરી : માર્ચ ૨૦૨૫માં ભારતની સુપ્રીમ કોર્ટે નીચા મૂલ્યને મંજૂરી આપનારા સેટના ચૂકાદા સામે સેબી અપીલ અંગે પેગાસસને નોટીસ જારી કરી હતી. ઓપન ઓફર પ્રક્રિયા રૂ.૩૮૩ કરોડના પરોક્ષ સંપાદન-એક્વિઝિશનમાં શેરના મૂલ્ય અંગે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને આધીન છે. જાન્યુઆરી ૨૦૨૪ મુજબ,  તે ઓપન ઓફર અંગે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી સુનાવણીની રાહ જોઈ રહ્યું છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક ૬.૧૯ ટકા વૃદ્વિએ રૂ.૧૮૦૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૦ ટકા વધીને રૂ.૨૩૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૪૪ ટકા થકી ચોખ્ખો નફો ૨૮ ટકા વધીને રૂ.૧૭૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૯.૧૩  હાંસલ કરી હતી.

(૨) પ્રથમ છમાસિક એપ્રિલ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૭.૨૭ ટકા વધીને રૂ.૯૭૪ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૨૧ ટકા વધીને રૂ.૧૩૧ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯૬  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૬.૬૨ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૯૭૦ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૮૧ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૧૦.૭૧ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૧૧ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૭.૯૨ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૨૧૮૬ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૨૮ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૩૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૪.૪૦ અપેક્ષિત   છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૬૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૮૭, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૧૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૫૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૯૫

શેર હોલ્ટિંગ પેટર્ન : પ્રમોટર ટેનેકો ઈન્ક. ગુ્રપ કંપની પાસે ૭૫ ટકા, એચએનઆઈ પાસે ૬.૩૧ ટકા,કોર્પોરેટ પાસે ૫.૫૬ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૧૦.૧૦ ટકા અને અન્યો પાસે ૪.૫૪ ટકા છે.

બોનસ : વર્ષ ૧૯૯૬માં ૧:૨ સેર બોનસ ઈસ્યુ. આ ઈસ્યુ થકી ૧૭.૪૦ ટકા

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૭.૪૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૨.૪૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૮.૭૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૭.૯૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૪.૪૦

કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ત્રણ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં ૧૧ ટકા

કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ત્રણ વર્ષમાં ૪૪ ટકા, પાંચ વર્ષમાં ૩૮ ટકા અને ટીટીએમ ૩૦ ટકા

શેર ભાવ સીએજીઆર : ત્રણ વર્ષમાં ૧૩ ટકા, પાંચ વર્ષમાં ૭ ટકા અને એક વર્ષમાં ૧૫ ટકા

ઈક્વિટી પર વળતર : ત્રણ વર્ષમાં ૧૩ ટકા, પાંચ વર્ષમાં ૯ ટકા અને ગત વર્ષમાં ૧૪ ટકા

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૧૦૦ ટકા ડેટ-ફ્રી, ટેનેકો ઈન્ક ગુ્રપ કંપની, ફેડરલ-મોગલ ગોએત્ઝ ઈન્ડિયા લિમિટેડ, જર્મની, ઓટો એન્સિલરી એમએનસી, પાંચ વર્ષમાં કમ્પાઉન્ડેડ ૩૮ ટકા નફા વૃદ્વિ ધરાવતી. પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૪૪.૪૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૯૫ સામે શેર રૂ.૪૨૨ ભાવે ઓટો એન્સિલરી ઉદ્યોગના સરેરાશ ૩૮ના પી/ઈ સામે ૯.૫૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.