Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે

- નિફટી સ્પોટ ૨૪૦૨૪થી ૨૪૭૭૭ વચ્ચે અથડાશે

- અનિશ્ચિતતાના દિવસોમાં વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ શક્ય

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે 1 - image


મુંબઈ : અમેરિકાની ભારતને ભીંસમાં લેવાની બદઈરાદાપૂર્વકની નીતિને વૈશ્વિક મોરચે ભારત માટે અત્યારે પડકારોનો ટૂંકાગાળા માટેસામનો કરવો અને આ પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાનની મુલાકાત અને પછી ચાઈનાની મુલાકાત અત્યંત મહત્વની બની રહેશે એ નિશ્ચિત છે. મોદી સરકાર શરણાગતિને બદલે અમેરિકા જેવા દેશોને મજબૂત ટક્કર આપવાના કરેલા નિર્ધાર અને નેશન ફર્સ્ટ-ખેડૂતો, પશુપાલકો, સ્વદેશી, મેક ઈન ઈન્ડિયા માટે દેશવાસીઓને હાકલ કરી ભારતની ઔદ્યોગિક-ટ્રેડ નીતિને નવો ઓપ આપી રહી છે, જે આવકાર્ય અને સરાહનીય પહેલ છે. હાલ તુરત અમેરિકાના ૫૦ ટકા ટેરિફ અને અનિશ્ચિતતાને લઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી નબળી પડવાના અંદાજોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહ્યા છે. જેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના આંકડા જોતાં અત્યારે અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં પણ લોકલ ફંડો સારા શેરો ઘટાડે ખરીદવાની તક ઝડપી રહ્યા છે. ભારત-અમેરિકા વચ્ચેના વણસતા સંબંધો ક્યારે સુધરશે એ હજુ અનિશ્ચિત છે, છતાં અમેરિકા અને ભારતના કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, બન્ને દેશો વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થશે અને અમેરિકા દ્વારા ભારત પરની વધારાની ૨૫ ટકા ટેરિફને પાછી ખેંચવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ગ્રાહક વર્ગને અમેરિકા અવગણી શકે એમ નથી અને વૈશ્વિક ઝડપી બદલાતા સમીકરણો વચ્ચે ભારત પણ અમેરિકાની નારાજગી કે દુશ્મની કરી શકે એમ નથી. ચાઈના સાથે ક્યારે સંબંધો સુધરે અને ક્યારે બગડે એ પણ અનિશ્ચિત છે. જેથી ભરોસાને લઈ અત્યારે અનિશ્ચિતતાના દિવસોમાં વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ શક્ય છે. અમેરિકાના ટેરિફની અસર ઘટાડવા ભારત તેના રૂપિયાને અમેરિકી ડોલર સહિતના ચલણો સામે નબળો પડવા દઈ રહ્યું છે. જેથી નિકાસ બજારોમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધાત્મક બની રહે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૦૨૪થી ૨૪૭૭૭ વચ્ચે અને સેન્સેક્સ ૭૮૬૬૬થી ૮૧૦૮૨ વચ્ચે અથડાતા જોવાય એવી શકયતા રહેશે.

અર્જુનની આંખે : MAMATA MACHINERY LTD.

બીએસઈ(૫૪૪૩૧૮) અને એનએસઈ (MAMATA) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૮૯થી અસ્તિત્વ ધરાવતી,  ૧૦૦ ટકા દેવા-મુક્ત,૭૧ ટકા નિકાસ આવક મેળવતી, ૮૦થી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવતી, ૫૦૦૦થી વધુ વૈશ્વિક ઈન્સ્ટોલેશન કરી ચૂકેલી, મમતા મશીનરી લિમિટેડ (MAMATA MACHINERY LIMITED), સ્ટેપર મોટર, ડ્રાઈવ અને માઈક્રોપ્રોસેસર કંટ્રોલર અને પરંપરાગત ક્લચ-બ્રેક, રેક-પીનિયન એસેમ્બલી વિના પ્લાસ્ટિક બેગ મેકિંગ મશીનો દાખલ કરનારી પ્રથમ ભારતીય કંપની છે. ૭૫થી વધુ દેશોમાં ૪૫૦૦થી વધુ મશીનો સ્થાપી ચૂકેલી કંપની વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક બેગ/પાઉચ મેકિંગ મશીનોના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારોમાં એક છે. ફ્લેક્સિબલ પેકેજિંગ/કન્વર્ટિંગ માર્કેટો હંમેશા બદલાતા રહે છે. ગુણવતા અને વૈવિધ્યતા સાથે સમાધાન કર્યા વિના વધુ ઝડપથી પરિવર્તનને અપનાવતી વખતે ખર્ચ સ્પર્ધાત્મકતા એ સફળતાની ચાવી છે. મમતા મશીનરી ખાતે, કંપની હંમેશા એવી સિસ્ટમો ડિઝાઈન કરે છે, જે આજની બજાર જરૂરીયાતો માટે યોગ્ય છે અને આગળનો માર્ગ જોવા, માર્ગ બદલવા અને કંપનીના ગ્રાહકો માટે રેસ જીતવા માટે સક્ષમ છે. વધુ ઉત્પાદકતા સાથે સુધારેલ લવચીકતા, ઓપરેટર અનુકૂળ મશીનો પૂરા પાડવાની કંપનીની ફિલસૂફીએ કંપનીના ગ્રાહકોને આજના સ્પર્ધાત્મક બજારમાં મહત્વપૂર્ણ એડવાન્ટેજ આપ્યો છે.

મમતા મશીનરી અંતિમ  વપરાશકર્તા માટે ઓટોમેટિક ફોર્મ ફિલ અને સીલ પાઉચિંગ મશીનોના રૂપમાં પેકેજિંગ લાઈન પણ પ્રદાન કરે છે. કંપનીએ પાઉચ મેકિંગ નોલેજના ઘણા વર્ષોના અનુભવને યુ.એસ. સ્થિત તેની પોતે પસંદ કરેલી ટીમ સાથે જોડીને એક અનોખી એચએફએફએસ પાઉચિંગ મશીન-વેગા પેક એમ-સીરિઝ અને વેગા પેક પીએફએસ સીરિઝ ડિઝાઈન અને વિકસાવી ચે. આ મશીનો મમતાની ભારત સુવિધા અને ફ્લોરિડામાં સવલતમાં બનાવવામાં આવ્યા ચે, કંપની નાના વોલ્યુમ પેકેજિંગ જરૂરીતાયો માટે વર્ટિકલ મલ્ટિલેન સેચેટ પેકેજિંગ મશીનો પણ પ્રદાન કરે છે. વૈશ્વિક અસ્તિત્વ ધરાવતી ૩૨ વર્ષમાં ૦થી ૭૫ દેશોએ પહોંચી છે. જેમાં એશિયા અને ફાર-ઈસ્ટ, મધ્ય પૂર્વ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને સીઆઈએસ, ઉત્તર અમેરિકા, મધ્ય અને દક્ષિણ અમેરિકા વગેરેનો સમાવેશ છે.

ઉત્પાદનો : કંપની બ્લોન ફિલ્મ લાઈન્સ, મોનો લેયરથી ૯-લેયર સુધીના મલ્ટિલેયર બ્લોન ફિલ્મ પ્લાન્ટ્સની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે. ૩-લેયર કરતાં વધુ સારી કાર્યક્ષમ પોલિઈથિલિન (પીઈ) આધારિત ફિલ્મ. વધારાના સ્તરોને કારણે લવચીકતા વધારો, થીકર કોર અને થીન સ્કીન તેમ જ સબ-સ્કિન સ્તરો બનાવવાનું શક્ય છે. ગુણધર્મોમાં સમાધાન કર્યા વિના ઓછામાં ઓછી રેસીપી કિંમત સુનિશ્ચિત કરે છે. ખર્ચાળ માસ્ટરબેચ પર બચત, ડાઉન ગેજ ફિલ્મ માટે શક્ય છે. મોનો લેયર/ટુ લેયર (એ-બી-એ) આઉટ અને ત્રણ લેયર ઈન છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક રૂ.૨૫૫ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૦.૭૫  કરોડ નોંધાવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૬.૫૬ હાંસલ કરી હતી.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક  ૨૦ ટકા વધીને રૂ.૩૦૫ કરોડ મેળવી ૧૭.૨૧ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૫૨.૫૦  કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧.૩૩ અપેક્ષિત છે.

આવક  : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૯૨ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૦૦ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૩૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૫૫ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૦૫ કરોડ

કરવેરા પૂર્વે નફો : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૯.૫ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૮.૫ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૬.૪ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૫.૩ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૭૦ કરોડ

ચોખ્ખો નફો : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૧.૭૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨.૫૦ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૫.૬૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૦.૭૫ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૨.૫૦ કરોડ

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૮.૧૧, માર્ચ ૨૦૨૩ના રૂ.૮.૪૧, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૪.૪૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૬.૬૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના  રૂ.૨૧.૩૩

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર મહેન્દ્ર પટેલ ફેમિલી અને એસોસીયેટ્સ હસ્તક ૬૨.૪૫ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૬.૧૯ ટકા, એચએનઆઈઝ પાસે ૬.૪૩ ટકા, રિટેલ વ્યક્તિગત રોકાણકારો પાસે ૨૦.૯૨ ટકા અને અન્યો પાસે ૪.૦૧ ટકા છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૧૦૦ ટકા ડેટ ફ્રી, મમતા મશીનરી લિમિટેડ, ૭૧ ટકા નિકાસ આવક ધરાવતી, ૫૦૦૦થી વધુ વૈશ્વિક ઈન્સ્ટોલેશન કરી ચૂકેલી, ૮૦થી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવતી, વૈશ્વિક માન્યતા ધરાવતી પેકેજિંગ મશીનરી કંપની, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત ઈપીએસ રૂ.૨૧.૩૩ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૪૧૨ ભાવે એન્જિનિયરીંગ ઉદ્યોગના ૪૦ના પી/ઈ સામે ૧૯.૪૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Tags :