mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73888 થી 72111વચ્ચે અથડાશે

- નવા સપ્તાહમાં નિફટી ૨૨૪૪૪ થી ૨૧૮૮૮ વચ્ચે અથડાશે

- તેજીના બજારમાં સહભાગી થતાં શેરો-સ્ક્રિપોની સંખ્યા ઓછી થવા લાગી

Updated: Feb 25th, 2024

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73888 થી 72111વચ્ચે અથડાશે 1 - image


મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તાજેતરની મીટિંગોની મીનિટ્સમાં ફરી ફુગાવાના પરિબળને ધ્યાનમાં લઈને વ્યાજ દરમાં ટૂંકાથી મધ્યમગાળામાં ઘટડાની શકયતા નહીં હોવાના અપાયેલા સ્પષ્ટ સંકેત છતાં વૈશ્વિક મોરચે આઈટી ચીપ મેન્યુફેકચરીંગ જાયન્ટ એનવિડીયા કોર્પ.ના પરિણામ અને એઆઈના નવા યુગમાં કંપનીના મજબૂત બિઝનેસ આઉટલૂકે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં બે-તરફી અફડાતફડીના અંતે વિક્રમી તેજીના દોરને આગળ વધાર્યો છે. અલબત બજારનું સેન્ટીમેન્ટ પોઝિટીવ રહેવા છતાં તેજીના બજારમાં સહભાગી થતાં શેરો-સ્ક્રિપોની સંખ્યા ઓછી થવા લાગી છે, જે સ્પષ્ટ બતાવે છે કે ફંડો, ઈન્વેસ્ટરો શેરોની પસંદગીમાં સાવચેત બન્યા છે. ઘણા શેરો ઓવરવેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યા હોવાથી આ શેરોમાં એક તરફ નફો બુક થતો જોવાઈ રહ્યો છે. જ્યારે અન્ય પસંદગીના હજુ આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ફંડોનું રોકાણ આકર્ષણ જોવાઈ રહ્યું છે. વૈશ્વિક મોરચે ચાઈના તેના અર્થતંત્ર અને બજારોમાં સ્થિરતા લાવવા યેનકેન પ્રકારે પગલાં લઈ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ હજુ વિશ્વાસની કટોકટીએ વૈશ્વિક ફંડો જાપાન અને યુરોપના બજારો તરફ ફંટાતાં જોવાયા છે. અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટી રહ્યા હોઈ ફંડો અમેરિકી બજારોમાં પણ તેજીમાં રહ્યા છે. આગામી સપ્તાહમાં સતત વૈશ્વિક બજારો પર નજર અને ભારતમાં લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે બજાર કોન્સોલિડેશન સાથે બે-તરફી અફડાતફડી બતાવે એવી પૂરી શકયતા છે. ચુનંદા શેરોમાં આકર્ષણ વચ્ચે  નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૩૮૮૮ થી ૭૨૧૧૧ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૨૪૪૪ થી ૨૧૮૮૮ વચ્ચે ફંગોળાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : Huhtamaki India Ltd.

બીએસઈ(૫૦૯૮૨૦), એનએસઈ(HUHTAMAKI), રૂ.૨ પેઈડ-અપ, ફિનલેન્ડની મલ્ટિનેશનલ હુત્તામાકી દ્વારા ૬૭.૭૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ૧૯૩૫થી અસ્તિત્વ ધરાવતી ભારતીય સબસીડિયરી હુત્તામાકી ઈન્ડિયા લિમિટેડ (HUHTAMAKI INDIA LTD.)  ઈન્નોવેટીવ ઓફરિંગ્સ બ્લુલૂપ ટેકનોલોજી થકી પેકેજિંગ કન્વર્ટરથી હવે સસ્ટેનેબલ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા તરફ વળી રહેલી અને વર્ષ ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ પેકેજિંગ સોલ્યુશન્સમાં ગ્રાહકોની પ્રથમ પસંદગી બનવાના વ્યુહ સાથે આગળ વધતી કંપની છે. (મ્ઇભ  ઁચબંચયૈહય માટે સર્ટિફાઈડ, ISO 9001:2015, ISO 14001:2015 & OHSAS 18001:2007, ISO 45001:2018 Certified, કંપનીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકમાં સિલવાસા ખાતે બ્લુલૂપ એસેટ્સનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું છે. આ પ્રોડક્ટસ સસ્ટેનેબલ હોવા સાથે પરવડે એવા અનસારી સ્વિકૃતિ ધરાવે છે. કંપની ભારતમાં પ્રાઈમરી કન્ઝયુમર પેકેજિંગ અને ડેકોરેટીવ લેબલિંગ સોલ્યુશન્સ પૂરા પાડવામાં અગ્રણી હોવા સાથે ફિનલેન્ડ સ્થિત વૈશ્વિક ફૂડ પેકેજિંગ જાયન્ટ હુત્તામાકી ઓવાયજેની ભાગરૂપ છે.

મેન્યુફેકચરીંગ સવલતોનું કોન્સોલિડેશન : કંપનીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં પાંચ મેન્યુફેકચરીંગ સાઈટ્સનું કોન્સોલિડેશન કર્યું છે. જેથી મેન્યુફેકચરીંગ સાઈટો ડિસેમ્બર ૨૦૨૩ મુજબ ૧૫થી ઘટીને ૧૦ સાઈટ થઈ છે. બદલાતા બજાર ડાયનામિક્સ, ગ્રાહકો અને ખર્ચ અસરકારકતાના લાભને ધ્યાનમાં લઈ મેન્યુફેકચરીંગ સવલતો શીફ્ટ કરી છે. ૧૦ મેન્યુફેકચરીંગ સાઈટો સાથે દેશભરમાં અસ્તિત્વ ધરાવતી કંપની વેબટેક લેબલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને પોઝિટીવ પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને હસ્તગત કરીને પોતાની સાથે મર્જ કર્યા સાથે મોહન મુથા પોલીટેક પ્રાઈવેટ લિમિટેડ અને અજન્તા લેબલ્સના ભારતીય કામકાજને હસ્તગત કરી પોથાની સક્ષમતા અને લેબલિંગ સોલ્યુશન્સમાં અગ્રેસરતાને મજબૂતી આપી છે.

 સેગ્મેન્ટ અને ઉદ્યોગો : કંપની ફૂડ પેકેજિંગ, હેલ્થકેર, પર્સનલ અને હોમ કેર, લેબલ્સ, પેટ ફૂડ, ટયુબ લેમિનેટ્સ અને અન્ય સ્પેશ્યાલિટી સેગ્મેન્ટના ઉદ્યોગોને આવરી લઈ તેમના ઉત્પાદનો, પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. જેમાં  ફૂડ પેકેજિંગમાં બિસ્કિટ્સ, જયુસ, આઈસ્ક્રિમ, કન્ફેકશનરી, સૂપ્સ, સોસીઝ, સેરલ્સ, રેડી મિલ્સ, ડેરી અને બેબી ફૂડનો સમાવેશ છે. જ્યારે બિવરેજીસમાં કોફી, જયુસ, નોન-આલ્કોહોલિક ડ્રીન્કસ, પાવડર્ડ બિવરેજીસ અને  ન્યુટ્રીશન ડ્રીન્કસ, ટી, લિકર અને કોકટેલનો સમાવે છે. હેલ્થકેરમાં લિક્વિડ્સ, બામ્સ, ક્રીમ્સ, જેલ્સ અથવા ડર્મેટોલોજી મેડિકલ ડિવાઈસ ટ્રાન્સડર્મલ પેચીઝ અને વાઉન્ડ ડ્રેસીંગ્સ સોલિડ્સ અને પાવડરી પ્રોડક્ટસનો સમાવેશ છે. પર્સનલ અને હોમ કેરમાં શોપ્સ, શેમ્પૂ, ક્રિમ્સ, ટૂથપેસ્ટ, કોસ્મેટિક્સ, બ્યુટી કેર  પ્રોડક્ટસનો સમાવેશ છે. લેબલ્સમાં ફૂડ, બિવરેજ, પર્સનલ અને  હોમ કેર, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ છે. જ્યારે પેટ ફૂડમાં ડ્રાય પેટ  ફૂડ, વેટ પેટ ફૂડ છે. જ્યારે ટયુબ લેમિનેટ્સમાં બ્યુટી કેર, ઓરલ કેર, અન્ય છે.અન્ય સ્પેશ્યાલિટીઝમાં ડિજિટલ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ, એન્ગ્રેવ્ડ સિલિન્ડર્સ, પ્રમોનશન્સ અને સિક્યુરિટી સ્પેશ્યલાઈઝ્ડ પાઉચીઝ, થર્મોફોર્મ્સ, અન્ય નોન-ફૂડનો સમાવેશ છે.

પ્રમુખ ગ્રાહકો : હુત્તામાકી ફિનલેન્ડ એમએનસી પેકેજિંગ ગુ્રપ વિશ્વમાં પાંચ ખંડોમાં ૭૦ દેશોમાં અસ્તિત્વ ધરાવતી હોવા સાથે કુલ ટર્નઓવરમાં ભારતીય એકમોનો નિકાસમાં ૨૭.૬૫ ટકા હિસ્સો છે. કંપની પેકેજિંગના પ્રીમિયમ સેગ્મેન્ટને પ્રમુખ ઓફરિંગ કરી રહી છે. કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં બ્રિટાનીયા, કેડબરી, કેસ્ટ્રોલ, કોલા કોલા, ડાબર, ઈમામી, એવરરેડ્ડી, ગ્લેક્સો સ્મિથક્લાઈન, ગોદરેજ, યુનિલિવર, આઈટીસી, મેરિકો, નેસ્લે, પેપ્સી, પરફેટ્ટી, પી એન્ડ જી, ટાટા ટી, ટીટીકે-એલઆઈજી, વિપ્રો, કોલગેટ પામોલીવ, ગ્લેક્સો વગેરેનો સમાવેશ છે. 

બુક વેલ્યુ : ડિસેમ્બર ૨૦૨૧ રૂ.૯૪, ડિસેમ્બર ૨૦૨૨ના રૂ.૧૦૦, ડિસેમ્બર ૨૦૨૩ના રૂ.૧૫૪, અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૪ના રૂ.૧૭૬, અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૫ના રૂ.૨૦૦

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૭માં ૧:૪ શેર, વર્ષ ૧૯૯૩માં ૧:૨ શેર બોનસ. સાથે કુલ ઈક્વિટીમાં ૧૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

નાણાકીય પરિણામો : (ડિસેમ્બર અંતનું નાણા વર્ષ)

(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ : ચોખ્ખી આવક ૧૩.૮૫ ટકા વધીને રૂ.૩૦૦૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬.૫૪ ટકા થકી ગત વર્ષની રૂ.૨.૨૭ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ ચોખ્ખો નફો રૂ.૪૯.૬૪  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૫૭( ગત વર્ષે નેગેટીવ ઈપીએસ રૂ.૩) હાંસલ કરી છે.

(૨) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક  ૧૪.૩૫  ટકા ઘટીને રૂ.૨૫૬૫ કરોડ મેળવી એનપીએમ ૪.૮૭ ટકા થકી ચોખ્ખો નફો ૧૫૨ ટકા વધીને રૂ.૧૨૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક -ઈપીએસ રૂ.૧૬.૨૭ હાંસલ કરી છે.(જે અસાધારણ અન્ય આવક સિવાય છે.) અસાધારણ અન્ય આવક સાથે આવક રૂ.૨૫૬૫ કરોડ થઈ છે.  કંપનીએ તેના થાણે પ્લાન્ટને વર્ષ ૨૦૨૩માં વેચીને રૂ.૩૭૦ કરોડની અસાધારણ અન્ય આવક મેળવી હતી. જેના અસાધારણ નફાને ગણતરીમાં લઈએ તો ચોખ્ખો નફો રૂ.૪૦૯.૬૩ કરોડ થાય છે અને આ અસાધારણ નફા સાથે શેર દીઠ સંપૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૫૪.૨૪ થાય છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : કંપનીના આ ૭૫માં વર્ષમાં અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૬૩ કરોડ મેળવી  અપેક્ષિત એનપીએમ ૬ ટકા  થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૬૬  કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૦૦૦ કરોડ મેળવી અપેક્ષિત એનપીએમ ૬.૦૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮૫  કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૪.૫૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૬૭.૭૩ ટકા હુત્તામાકી ફિનલેન્ડ પ્રમોટેડ એમએનસી કંપની (૩) મેન્યુફેકચરીંગ ફૂટપ્રિન્ટ્સ-સાઈટ્સનું કોન્સોલિડેશન કરી ૧૫ થી ઘટાડીને ૧૦ સાઈટનું કરનાર અને આવકમાં ઘટાડા છતાં બ્લુલૂપ ટેકનોલોજી થકી ઈન્નોવોટીવ સસ્ટેનેબલ પેકેજિંગ સોલ્યુશન્સ પૂરા પાડી કમાણીમાં વૃદ્વિ મેળવતી (૪) વર્ષ ૨૦૨૩માં થાણે પ્લાન્ટના વેચાણ થકી રૂ.૩૭૦ કરોડની અસાધારણ આવક મેળવનાર અને એના થકી શેર દીઠ આવક રૂ.૫૪.૨૪ હાંસલ કરનાર (૫) પૂર્ણ વર્ષ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૪.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૦ સામે રૂ.૨ પેઈડ-અપ શેર બીએસઈ પર ૨૩, ફેબુ્રઆરી ૨૦૨૪ના રૂ.૩૪૯.૫૫ ભાવે (એનએસઈ પર રૂ.૩૪૭) ઉદ્યોગના સરેરાશ પી/ઈ ૨૭ સામે માત્ર ૧૪.૩૦ના પી/ઈએ ઉપલબ્ધ છે.


Gujarat