Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82555 ઉપર બંધ 83444 જોવાશે

- નિફટી ૨૫૨૨૨ ઉપર બંધ થતાં ૨૫૪૪૪ જોવાશે

- સેન્સેક્સ ૮૦૮૮૮ સપોર્ટ અને નિફટી ૨૪૬૬૬ની ટેકાની સપાટી

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82555  ઉપર બંધ 83444  જોવાશે 1 - image


મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં શાંતિને બદલે અશાંતિનું કામ વધુ કરી રહ્યા હોય એમ કોઈપણ દેશને સખે બેસવા નહીં દઈ સતત ચિંતામાં જ ગરકાવ રાખી રહ્યા છે. અભી બોલા અભી ફોક જેવી રમત રમી રહેલા ટ્રમ્પ હવે યુરોપના દેશોને સંકટમાં મૂકનારા રશીયાને ભીંસમાં લેવાના અંતિમ પ્રયાસમાં યુક્રેન મામલે રશીયાને યુદ્વ અટકાવવા દબાણમાં લાવવા નાટો સંગઠનનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. રશીયા સાથે વેપાર કરનારા દેશોને નાટોએ ઊંચા ટેરિફની ધમકી આપવા માંડીને રશીયાના આર્થિક રીતે ભીંસમાં લાવી દેવાનો દાવ ઉતરવામાં આવતાં રશીયા પાસેથી ઓઈલ ખરીદતાં ભારત સહિતના દેશોને વિચારતા કરી મૂક્યા છે. યુક્રેન સાથે રશીયાના યુદ્વનો અંત લાવવાના એક તરફ પ્રયાસ સામે ઈઝરાયેલમાં નેત્યાનયાહુ સરકાર અલ્પમતમાં આવી જતાં હવે ઈઝરાયેલે સીરિયાને યુદ્વમાં જોતરીને નવો મોરચો ખોલતાં વિશ્વની ચિંતા ફરી વધી છે. આ એક પછી એક નવા સર્જાઈ રહેલા પરિબળો વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચે  ટ્રેડ ડિલની વાટાઘાટ અંતિમ તબક્કામાં થઈ રહ્યા પર ભારતીય બજારો, વિશ્વની નજર છે. ડિલ પર ડિલ કરનારા ટ્રમ્પ અમેરિકાના બોઈંગની મોટી ખરીદી કરો અને ટેરિફમાં રાહત મેળવો એવી આકરી શરતી ડિલની ફરજ પાડી રહ્યા હોઈ ભારત માટે ટ્રેડ ડિલનું માળખું કેવું હશે એ હાલના તબક્કે કળવું  મુશ્કેલ છે. જેથી આગામી સપ્તાહમમાં વૈશ્વિક ટ્રેડ ડિલ અને જીઓપોલિટીકલ ટેશનના પરિબળો પર ખાસ નજર રહેશે. કોર્પોરેટ પરિણામો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના પ્રોત્સાહક જાહેર થયા હોવા છતાં બજારની ચાલ માટે વૈશ્વિક પરિબળોનું મહત્વ વધું રહેશે. શેરોમાં હાલના તબક્કે સિલેક્ટિવ રહેવું સલાહભર્યું રહેશે.  આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૦૮૮૮ની ટેકાની સપાટીએ ૮૨૫૫૫ ઉપર બંધ થતાં ૮૩૪૪૪ અને નિફટી સ્પોટ ૨૪૬૬૬ની ટેકાની સપાટીએ ૨૫૨૨૨ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૫૪૪૪ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : CORDS CABLE INDUSTRIES

બીએસઈ(૫૦૯૫૨૫),  એનએસઈ(CORDS CABLE) લિસ્ટેડ,  રૂ.૧૦ પેઈડ-અપ,૫૨  ટકા સોહની ફેમિલી પ્રમોટર્સના હોલ્ડિંગની,  કોર્ડસ કેબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(CORDS CABLE INDUSTRIES LIMITED), વર્ષ ૧૯૮૭માં ઈન્ડસ્ટ્રીઝ પ્રોફેશનલોના એક ગુ્રપ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા કસ્ટમાઈઝ્ડ કેબલ્સની વધતી જતી જરૂરીયાતને પૂર્ણ કરવાનો છે. કોર્ડસ પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિફાઈનરીઝ, સ્ટીલ, સિમેન્ટ, વોટર સેનીટાઈઝેશન, મેટ્રો રેલ, એરપોર્ટ વગેરે જેવા વિવિધ ઉદ્યોગોની ખાસ જરૂરીયાતોને પૂર્ણ કરે છે. કંપનીના ઉત્પાદનોમાં એલવી પાવર, કંટ્રોલ ઈન્સ્ટ્રુમેન્ટેશન અને કસ્ટમ ડિઝાઈન કરેલા કેબલ્સની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. કોર્ડ કેબલ્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતીય અને આંતરાષ્ટ્રીય સ્પેસિફિકેશનો જેમ કે બીએસ, આઈઈસી, ઈએન વગેરે મુજબ ૩.૩ કેવવી ગ્રેડ સુધીનના લો વોલ્ટેજ કેબલનું મેન્યુફેકચરીંગ કરેે છે. કંપનીની ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ આઈએસઓ ૯૦૦૧:૨૦૦૫ સર્ટિફાઈડ છે. કંપનીની ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ આઈએસઓ ૪૫૦૦૧:૨૦૧૮ દ્વારા પ્રમાણિત છે અને પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી આઈએસઓ ૧૪૦૦૧:૨૦૧૫ દ્વારા પ્રમાણિત છે. કોર્ડસ કેબલ્સ એ ભારતના સૌથી મોટા ઉત્પાદકોમાં એક છે. કોર્ડસ વિવિધ ઈલેક્ટ્રિકલ કનેક્ટિવિટી જરૂરીયાતો માટે ખર્ચ-અસરકારક અને ગુણવતાયુક્ત સોલ્યુશન્સ પૂરા પાડવાના વ્યવસાયમાં છે, જે કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન અને ડેવલપમેન્ટ, ક્વોલિટી ઉત્પાદન અને તમામ પ્રકારના એલટી રેન્જ કેબલ અનેે  હાઉસહોલ્ડ વાયરની વિશ્વસનીય ડિલિવરી  દ્વારા આ પૂર્ણ કરે છે.

કંપની ભારતના રાજસ્થાન રાજયમાં મેન્યુફેકચરીંગ એકમો ધરાવે છે. જેમમાં સંપૂર્ણ ટેસ્ટિંગ અને મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે, જેમાં રોડ-બ્રેકિંગથી લઈનને તૈયાર ઉત્પાદન સુધીની સંપૂર્ણ પરીક્ષણ અનને ઉત્પાદન સુવિધાઓ છે. કંપનીના મેન્યુફેકચરીંગ પ્લાન્ટો અત્યાધુનિક ડિઝાઈન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઉત્પાદકોની  મશીનરી સાથે ઉત્પાદન સુવિધા ધરાવે છે. ઉત્પાદન કાર્યક્ષમતાનને ઉચ્ચતમ શક્ય સ્તર સુધી લઈ જવા માટે સતત પ્રક્રિયા અને ડિઝાઈન સુધારાઓ હાથ ધરવામાં આવે છે.

મેન્યુફેકચરીંગ સવલતો :

(૧) ચોપંકી યુનિટ : મેન્યુફેકચરીંગ રેન્જમાં એલવી પાવર, ઈન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ અને સ્પેશ્યલ કેબલ્સ, ઈન-હાઉસ વાયર ડ્રોઈંગ, ટિનિંગ અને કમ્પાઉન્ડિંગ સુવિધાઓ ધરાવે છે. જે આશરે ૨૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં સવલત છે. વર્ષ ૨૦૦૩માં કાર્યરત થયેલી આ સવલત અનઈન્ટરપટિબલ પાવર સપ્લાય (યુપીએસ) પર એકસ્ટ્રુઝન પ્રક્રિયાઓ ધરાવે છે.

(૨) કહરાની એકમ : મેન્યુફેકચરીંગ રેન્જમાં કંટ્રોલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, ફિલ્ડબસ, પીવી સોલાર, ઈપીઆર ઈસ્યુલેટેડ અનને અન્ય સ્પેશ્યલ કેબલ્સનો સમાવેશ છે. અત્યાધુનિક  ઈન-હાઉસ વાયર ડ્રોઈંગ, ટિનિંગ (ઈલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા) અને કમ્પાઉન્ડિંગ સુવિધાઓ, આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અનઈન્ટરપટિબલ પાવર સપ્લાય પર એક્સ્ટુઝન પ્રક્રિયાઓ સાથે વર્ષ ૨૦૧૧માં કાર્યરત કરાયેલી છે.

સર્ટિફિકેશન્સ :

કંપની આંતરરાષ્ટ્રીય ધોરણો જેેમ કે ઈએન, બીએસ, બીએસ ઈએન, એએસ-એનઝેડએસ, આઈઈસી, વીડીઈ તેમ જ વિવિધ ગ્રાહકોના ધોરણોને અનુરૂપ કેબલનું ઉત્પાદન કરે છે. કંપની આઈએસ ૧૫૫૪-૧, આઈએસ ૬૯૪, આઈએસ ૭૦૯૮-૧ અને આઈએસ ૭૦૯૮-૨ને અનુરૂપ તમામ પ્રકારના કેબલ માટે બીઆઈએસ પ્રમાણત્ર-સર્ટિફિકેશન ધરાવે છે. કંપનીની ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ આઈએસઓ ૯૦૦૧:૨૦૦૫ સર્ટિફાઈડ છે. એન્વાયરમેનેજમેન્ટ સિસ્ટમ આઈએસઓ ૧૪૦૦૧:૨૦૧૫ અને હેલ્થ એન્ડ સેફટી સિસ્ટમ આઈએસઓ ૪૫૦૦૧:૨૦૧૮ સર્ટિફાઈડ છે. કંપની સીઈ માર્કિંગ સર્ટિફિકેશન પણ ટીયુવી ઈન્ડિયા (ટીયુવી નોર્ડ ગુ્રપ) પાસેથી ધરાવે છે. જ્યારે કેઈએમએ લેબ.માં પણ પરીક્ષણ  કરાયેલ છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૧૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૨૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૩૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૪૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬૦

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪.૯૨, માર્ચ ૨૦૨૩ના રૂ.૫.૫૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૭.૭૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧.૩૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૯.૩૦

આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૩૮ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૨૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૨૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૯૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૦૨૫ કરોડ

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ સોહની ફેમિલી પાસે ૫૨ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૭ ટકા, એચએનઆઈ પાસે ૬ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૩૫ ટકા છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક ૨૭  ટકા વધીને રૂ.૭૯૫ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧.૮૫  ટકા થકી ચોખ્ખો નફો ૪૬ ટકા વધીને રૂ.૧૪.૬૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૧.૨૫  હાંસલ કરી હતી.

(૨) અંતિમ ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક ૩૦ ટકા વધીને રૂ.૨૩૩ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧.૯૩ ટકા થકી ચોખ્ખો નફો ૩૯ ટકા વધીને રૂ.૪.૪ કરોડ નોંધાવી શેર દીઠ  આવક-ઈપીએસ રૂ.૩.૪૦ હાંસલ કરી હતી.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૦૨૫ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨.૪૪ અપેક્ષિત  થકી ચોખ્ખો નફો રૂ.૨૫  કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૩૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨) સોહની ફેમિલીના ૫૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, કોર્ડસ કેબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૩૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૦ સામે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૯૭ના ભાવે, પાવર કેબલ ઉદ્યોગના ૩૫ના પી/ઈ સામે ૧૦.૨૧ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags :