સપ્તાહના અંતે બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ, ઓટો શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 227 પોઈન્ટ વધીને 41613
- બજેટમાં પ્રોત્સાહનોની સતત અપેક્ષા : એશીયાના બજારોમાં સતત નરમાઈ સામે યુરોપમાં તેજી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
સપ્તાહના અંતે ફરી ફંડો, મહારથીઓએ શેરોમાં સતત ઓલ રાઉન્ડ તેજી કરી હતી. ચાઈનાના ઘાતક વાઈરસને પરિણામે ચાઈના સાથેનો વૈશ્વિક વેપાર ઘટવાના જોખમ સામે ભારત સાથે વિશ્વનો વેપાર વધવાના અંદાજો તેમ જ ૧,ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં આ વખતે મૂડી બજાર તેમ જ કોર્પોરેટ ઈન્ડિયા અને વિવિધ ઉદ્યોગો માટે સરકાર રાહતો-પ્રોત્સાહનો આપશે એવી અપેક્ષા અને આ માટે નાણા પ્રધાન નિર્મલા સીતારામન તેમની નિષ્ફળ નાણા પ્રધાન તરીકેની ઈમેજ આ વખતે બદલશે એવી અપેક્ષાએ ફોરેન ફંડોએ ગઈકાલે મોટી ખરીદી કર્યા બાદ આજે પણ તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું.
ચાઈનાના વાઈરસને પરિણામે ચાઈનીઝ બજારોમાં ગઈકાલે કડાકો બોલાઈ જઈ ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૨૮ પોઈન્ટ એટલે કે વધુ ત્રણ ટકા તૂટી ગયા સામે આજે એશીયાના અન્ય બજારોમાં સાધારણ રિકવરી અને યુરોપના બજારોમાં મજબૂત તેજી જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને બ્રેન્ટના ૬૨ ડોલરની અંદર ૩૦ સેન્ટ ઘટીને ૬૧.૭૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૪ સેન્ટ ઘટીને ૫૫.૩૫ ડોલર રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર પાંચ પૈસા વધીને રૂ.૭૧.૩૨ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર-કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજીએ સેન્સેક્સ ૨૨૬.૭૯ પોઈન્ટ વધીને ૪૧,૬૧૩.૧૯ અને નિફટી સ્પોટ ૬૭.૯૦ પોઈન્ટ વધીને ૧૨,૨૪૮.૨૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સની ફરી 42000 તરફ કૂચ : ઉપરમાં 41697 થઈ અંતે 227પોઈન્ટ વધીને 41613
ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧,૩૮૬.૪૦ સામે ૪૧,૩૭૭.૦૪ મથાળે ખુલીને આરંભમાં સાવચેતીમાં નરમાઈ તરફી થઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, મારૂતી સુઝુકી, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંકમાં નરમાઈએ નીચામાં ૪૧૨૭૫.૬૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડમાં ફંડોએ તેજી કરતાં અને લાર્સન એન્ડ ટુબ્રોમાં સતત લેવાલી સાથે નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, હીરો મોટોકોર્પ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, એશીયન પેઈન્ટસ સહિતમાં લેવાલીએ વધીને ઉપરમાં ૪૧૬૯૭.૦૩ સુધી પહોંચી અંતે ૨૨૬.૭૯ પોઈન્ટ વધીને ૪૧,૬૧૩.૧૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ નીચામાં 12149 થઈ વધીને 12272 સુધી પહોંચી અંતે 68 પોઈન્ટ વધીને 12248
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૧૮૦.૩૫ સામે ૧૨,૧૭૪.૫૫ મથાળે ખુલીને આરંભમાં સાવચેતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, વિપ્રો, ટીસીએસ, બીપીસીએલ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટસ, મારૂતી સુઝુકી, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨,૧૪૯.૬૫ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યશ બેંક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએપસી લિમિટેડ સહિતમાં તેજી સાથે એફએમસીજી શેરોમાં બ્રિટાનીયા, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવરમાં લેવાલીએ અને લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ટાઈટન, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એનટીપીસી, વેદાન્તા, આઈઓસી સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૨,૨૭૨.૧૫ સુધી પહોંચી અંતે ૬૭.૯૦ પોઈન્ટ વધીને ૧૨,૨૪૮.૨૫ બંધ રહ્યો હતો.
નિફટી 12300નો કોલ 32.05 થી વધીને 59.80 થઈ અંતે 48.70 : નિફટી 12,200નો પુટ 72.15 થી ઘટીને 34.50
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ સતત તેજીનો વેપાર કર્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૪,૧૧,૬૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૧૧૮.૧૮ કરોડના કામકાજે ૩૨.૦૫ સામે ૩૧.૩૫ મથાળે ખુલીને નીચામાં ૨૨ થઈ વધીને ૫૯.૮૦ સુધી પહોંચી અંતે ૪૮.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૩,,૬૮.૨૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૮૨૯.૦૯ કરોડના કામકાજે ૭૨.૧૫ સામે ૭૪.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૯૭.૨૫ થઈ ઘટીને ૩૧.૧૫ સુધી આવી અંતે ૩૪.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૩,૧૩,૬૯૪ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૯૧૮.૪૧ કરોડના કામકાજે ૭૨.૭૫ સામે ૬૮.૭૫ મથાળે ખુલીને નીચામાં ૫૪ થઈ વધીને ૧૨૩.૮૦ સુધી પહોંચી અંતે ૧૦૬.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૨,૫૨,૭૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૯૮૨.૬૦ કરોડના કામકાજે ૩૬.૫૦ સામે ૪૦.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૧.૮૫ થઈ ઘટીને ૧૪.૮૫ સુધી આવી અંતે ૧૫.૬૦ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર 31,090 થી વધીને 31,329 : નિફટી જાન્યુઆરી ફયુચર 12,201 થી વધીને 12,292
બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૬૩,૮૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૨૩૯.૭૫ કરોડના કામકાજે ૩૧,૦૯૦.૧૦ સામે ૩૧,૧૦૦.૫૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૯૨૪ થઈ વધીને ૩૧,૧૦૦.૫૫ સુધી પહોંચી અંતે ૩૧,૩૨૯.૭૦ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૦૯,૧૨૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૦૨૦.૩૩ કરોડના કામકાજે ૧૨,૨૦૧ સામે ૧૨,૨૦૪.૭૫ મથાળે કુલીને નીચામાં ૧૨,૧૫૭ થઈ વધીને ૧૨,૨૯૨.૭૦ સુધી પહોંચી અંતે ૧૨,૨૭૧.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૧,૭૩,૯૧૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૬૬૯.૨૪ કરોડના કામકાજે ૧૯.૬૦ સામે ૨૫.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૬.૭૦ થઈ ઘટીને ૮.૩૫ સુધી આવી અંતે ૮.૬૫ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૧,૩૪,૮૦૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૬૪૩.૬૩ કરોડના કામકાજે ૫.૫૦ સામે ૧૬.૫૦ મથાળે ખુલીને નીચામાં ૩.૮૦ સુધી આવી અંતે ૫.૪૦ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત તેજી : એયુ બેંક, ICICI-SEC, ઈક્વિટાસ, ઉજ્જિવન, ઈન્ડિયાબુલ્સ, યશ બેંક, એક્સીસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની સતત તેજી રહી હતી. યશ બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૪૨.૭૫, એક્સીસ બેંક રૂ.૧૪.૫૦ વધીને રૂ.૭૩૭.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૧.૭૫ વધીને રૂ.૧૬૩૮, ફેડરલ બેંક રૂ.૧.૫૦ વધીને રૂ.૯૬, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૨૫ વધીને રૂ.૫૩૩.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૨૪.૦૫, દૌલત રૂ.૭.૪૦ વધીને રૂ.૫૬.૫૦, એયુ બેંક રૂ.૯૮.૪૫ વધીને રૂ.૧૦૭૩.૨૦, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.૨૯.૭૫ વધીને રૂ.૪૭૨.૪૦, ઈક્વિટાસ રૂ.૪.૮૫ વધીને રૂ.૧૧૦.૪૫, ઉજ્જિવન રૂ.૧૫.૫૫ વધીને રૂ.૩૬૧.૬૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૬૦૧.૪૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૦.૫૫ વધીને રૂ.૩૨૨.૭૦, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૩ વધીને રૂ.૧૧૬.૫૫, ક્રેડિટ એક્સેસ રૂ.૨૭.૧૦ વધીને રૂ.૮૩૮.૮૫, જીઆઈસી રી રૂ.૧૦.૯૦ વધીને રૂ.૨૬૫.૯૫, એસબીઆઈ લાઈફ રૂ.૧૮.૯૦ વધીને રૂ.૯૯૯.૭૦, કર્ણાટક બેંક રૂ.૧.૨૫ વધીને રૂ.૭૫.૬૫, ટાટા ઈન્વેસ્ટ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૯૦૮.૬૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૪.૪૫ વધીને રૂ.૩૬૮.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૧૦૯.૨૦ વધીને રૂ.૯૬૪૬, એચડીએફસી લિમિટેડ રૂ.૨૪.૭૫ વધીને રૂ.૨૪૫૦.૯૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૧૫ વધીને રૂ.૧૦૮.૩૫ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : ભેલ, એનબીસીસી, સિમેન્સ, લાર્સન, સીઈએસસી, થર્મેક્સ, ભારત ફોર્જ, થર્મેક્સ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે સતત તેજી રહી હતી. ભેલ રૂ.૧.૫૫ વધીને રૂ.૪૫, એનબીસીસી રૂ.૧ વધીને રૂ.૩૭.૪૫, સિમેન્સ રૂ.૪૧.૦૫ વધીને રૂ.૧૬૨૪.૫૦, લાર્સન એન્ડ ટુબ્રોમાં સતત બીજા દિવસે ફંડોની લેવાલીએ રૂ.૨૭ વધીને રૂ.૧૩૫૯.૮૦, થર્મેક્સ રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૦૮૬.૩૦, ભારત ફોર્જ રૂ.૬.૬૫ વધીને રૂ.૫૨૧.૭૫, સીઈએસસી રૂ.૧૩.૦૫ વધીને રૂ.૭૫૨.૮૫, ટાટા પાવર રૂ.૧ વધીને રૂ.૬૧.૧૫, કેઈસી રૂ.૫.૧૫ વધીને રૂ.૩૩૫.૨૦, એનટીપીસી રૂ.૧.૧૫ વધીને રૂ.૧૧૪.૭૫, ટોરન્ટ પાવર રૂ.૨.૪૦ વધીને રૂ.૩૨૨.૨૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન રૂ.૨૩ વધીને રૂ.1227 : વોલ્ટાસ, વીઆઈપી, વ્હર્લપુલ, ટીટીકે પ્રેસ્ટિજ, ક્રોમ્પ્ટન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફંડોની સતત વ્યાપક લેવાલી રહી હતી. ટાઈટન રૂ.૨૨.૯૫ વધીને રૂ.૧૨૨૭.૦૫, વોલ્ટાસ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૭૨૩.૮૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૮૦ વધીને રૂ.૪૬૧.૫૫, વ્હર્લપુલ રૂ.૨૯.૧૫ વધીને રૂ.૨૪૩૫.૬૫, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૬૮.૫૫ વધીને રૂ.૬૦૨૨.૮૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૪૦ વધીને રૂ.૨૬૨, સિમ્ફની રૂ.૯.૩૫ વધીને રૂ.૧૨૭૬.૨૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં આકર્ષણ : બ્રિટાનીયા, વાડીલાલ, મેરિકો, ડાબર, એડવાન્સ એન્ઝાઈમ, એટીએફએલ, નેસ્લે ઈન્ડિયા વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની સતત લેવાલી રહી હતી. બ્રિટાનીયા રૂ.૮૦.૧૫ વધીને રૂ.૩૧૯૧.૫૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૬૫ વધીને રૂ.૮૪૪.૮૫, મેરિકો રૂ.૭.૧૫ વધીને રૂ.૩૪૦.૪૦, ડાબર રૂ.૧૦.૫૫ વધીને રૂ.૫૦૦.૩૦, એટીએફએલ રૂ.૧૨.૭૫ વધીને રૂ.૬૯૩.૯૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૯૫.૭૫ વધીને રૂ.૧૫,૭૫૦.૪૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦.૯૦ વધીને રૂ.૪૫૪૯.૯૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૭.૫૫ વધીને રૂ.૭૪૮.૫૫, કોલગેટ પામોલિવ ઈન્ડિયા રૂ.૨૪.૭૫ વધીને રૂ.૧૫૧૩.૯૫, એડવાન્ઝ એન્ઝાઈમ રૂ.૩.૮૦ વધીને રૂ.૧૮૨.૫૫, ગોદરેજ એગ્રો રૂ.૭.૫૫ વધીને રૂ.૭૪૮.૫૫, હિન્દુસ્તાન યુનલિવર રૂ.૧૬.૫૫ વધીને રૂ.૨૦૭૩.૦૫, ઈઆઈડી પેરી રૂ.૨.૮૫ વધીને રૂ.૨૩૧.૪૦, ગ્લેક્સો કન્ઝયુમર રૂ.૫૪.૩૫ વધીને રૂ.૮૯૨૯.૦૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં સિલેક્ટીવ ખરીદી : કયુમિન્સ રૂ.૨૬ વધીને રૂ.595 : મધરસન, એકસાઈડ, અમરરાજા, હીરો મોટકોર્પ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે સિલેક્ટીવ ખરીદી થઈ હતી. કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૫.૮૦ વધીને રૂ.૫૯૫.૩૫, મધરસન સુમી રૂ.૪.૧૦ વધીને રૂ.૧૪૪.૮૫, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૧૦ વધીને રૂ.૨૦૪.૩૫, અમરરાજા બેટરીઝ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૮૦૬.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૬૦ વધીને રૂ.૨૪૬૮.૯૦, અપોલો ટાયર રૂ.૨.૪૦ વધીને રૂ.૧૭૭.૪૫, ટીવીએસ મોટર રૂ.૪.૪૫ વધીને રૂ.૪૬૮.૮૦, એમઆરએફ રૂ.૬૪૬.૧૫ વધીને રૂ.૭૦.૫૧૬.૨૫, બોશ રૂ.૬૭.૪૦ વધીને રૂ.૧૫,૦૧૯.૫૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત પસંદગીનું આકર્ષણ : 1374 શેરો પોઝિટીવ બંધ : 203 શેરોમાં ઓનલી બાયરની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ ફરી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં દિગ્ગજો, ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં લેવાલી સતત જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૪ અને ઘટનારની સંખ્યા ૧૧૬૬ રહી હતી. ૨૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૬૫૯ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.418 કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૬૫૯.૧૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૮૮૪.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૨૫.૪૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૧૭.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૭૪૮.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૩૩૦.૮૩ કરોડની વેચવાલી થઈ હતી.