Get The App

સાનુકૂળ સ્થાનિક આંકડાઓ પાછળ શેરબજારોમાં વ્યાપક સુધારો : સેન્સેકસમાં 320 પોઈન્ટનો ઉછાળોે

- ૯૯ પોઈન્ટના ઉછાળા સાાૃથે નિફટી૫૦ નવી વિક્રમી સપાટીએ બંધ : મિડ-કેપ્સ તાૃથા સ્મોલ કેપ્સમાં પણ જોરદાર આકર્ષણ: પ્રાઈમરી માર્કેટમાં હલચલ

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
સાનુકૂળ સ્થાનિક આંકડાઓ  પાછળ  શેરબજારોમાં વ્યાપક સુધારો : સેન્સેકસમાં 320 પોઈન્ટનો ઉછાળોે 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર

ઘરઆંગણે આવી રહેલી સાનુકૂળ અહેવાલો તથા નવા વર્ષની રજા બાદ ફરી ખૂલેલા વૈશ્વિક બજારોમાં જોવાયેલા નોંધપાત્ર સુધારાને પગલે ભારતીય બજારોમાં પણ માનસ ઊંચુ રહ્યું હતું અને પસંદગીના ક્ષેત્રો ખાસ કરીને પાવર, સ્ટીલ તથા સિમેન્ટમાં રોકાણકારોની જંલી લેવાલી રહી હતી.   રૂપિયા ૧૦૫ ટ્રિલિયનના માળખાકીય ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત જીએસટીના ડીસેમ્બરના આંકડા પ્રમાણમાં પ્રોત્સાહક રહેતા ૨૦૨૦નો પ્રારંભ સારો થયાનું રોકાણકારો માની રહ્યા છે. આ ઉપરાંત ડીસેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ સાત મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. જો કે બિઝનેસ ઓપ્ટિમિઝમ હજુ નબળો છે. ૨૦૨૦માં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના આઈપીઓ આવી રહ્યા છે. આમ સેકન્ડરી માર્કેટની પાછળ પ્રાઈમરી માર્કેટ પણ ધમધમતુ રહેવા ધારણાં છે. ઓટો ક્ષેત્રની સ્થિતિમાં સુધારો હજુ નજરે પડતો નથી. ૨૦૨૦ના પ્રથમ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં રૂપિયા ૫૮.૮૭ કરોડની નેટ વેચવાલી કરી હતી જ્યારે એફએન્ડઓમાં રૂપિયા ૨૯૨.૧૩ કરોડની નેટ ખરીદી રહી હતી. આની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં રૂપિયા ૨૦૮.૪૭ કરોડ જ્યારે એફએન્ડઓમાં રૂપિયા ૨૬૩.૨૧ કરોડની નેટ ખરીદી કરી હતી. બેન્ચમાર્ક બીએસઈ સેન્સેકસ   ૩૨૦.૬૨ પોઈન્ટ વધી ૪૧૬૨૬.૬૪ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૯૯.૭૦ વધી ૧૨૨૮૨.૨૦ બંધ રહ્યો હતો.  નિફટી વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે.  ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડેકસ  બેન્ચમાર્કની સરખામણીએ આઉટ પરફોર્મ્સ રહ્યા હતા.  માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. બીએસઈ  ખાતે ૧૭૩૨ શેર વધ્યા હતા જ્યારે ૭૯૪માં ઘટાડો થયો હતો અને ૧૭૦ના ભાવ બદલાયા વગરના રહ્યા હતા.  

આગેવાન ઇન્ડેક્સની સાથોસાથ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોશ જોવા મળ્યું છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૧.૨૪ ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં ૧.૪૪ ટકાની મજબૂતી રહી હતી. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૪૩ ટકા વધીને બંધ રહ્યો હતો.

આજે ફાર્મા, મેટલ, ઓટો, આઇ.ટી., રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ૧.૦૪ ટકાના વધારાની સાથે ૩૨૪૩૮.૨૫ના સ્તર પર બંધ રહ્યો હતો.

આગેવાન શેરોમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ અને ઇન્ડુસઇન્ડ બેંક ૫ ટકા વધીને બંધ રહ્યા હતા. જો કે, આઇશર મોટર્સ, બીપીસીએલ, બજાજ ઓટો, સિપ્લા, ટીસીએસ અને કોલ ઇન્ડિયા ૨ ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

પસંદગીના સ્મોલકેપ તેમજ મિડકેપશેરોમાં સુધારો : થોમસ કૂકસ, દ્વારકેશ સુગર તૂટયા

મિડકેપ શેરોમાં પીએનબી હાઉસીંગ ફાઇનાન્સ, એડલવાઇઝ જનરલ ઇન્સ્યોરન્સ એનટીપીસી (ઇન્ડિયા) અને ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ ૧૧ ટકા સુધી મજબૂત થઈને બંધ રહ્યા હતા. એમફેસિસ, થોમસ કૂક, ફ્યુચર રિટેલ ગોદરેજ પ્રોપર્ટી અને થર્મેક્સ ૪ ટકા સુધી તૂટયા હતા.

સ્મોલકેપ શેરોમાં વેટો સ્વિચ, ઝુઆરી ગ્લોબલ, શારદા કોર્પ, શેમારૂ એન્ટરપ્રાઇઝ અને ઝુઆરી એગ્રી કેમિકલ્સ ૨૦ ટકા સુધી ઉછળીને બંધ થયા હતા. જો કે ડિશમેન કાર્બોઝ, દ્વારકેશ સુગર ઇન્ડિયન ટ્રેન, આધુનિક ઇન્ડસ્ટ્રીઝ અને રાને મદ્રાસ ૧૦ ટકા સુધી તૂટયા હતા.

ઈન્વેસ્ટમેન્ટ યોજનાની જાહેરાત બાદ કેપિટલ ગુડસ કંપનીઓના શેરમાં ભારે આકર્ષણ 

સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ દેશમાં  જંગી રકમ ખર્ચવાની યોજના ધરાવી રહી છે, જેનો ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની કંપનીઓને લાભ થવાની ધારણાં રખાઈ રહી છે. બીએસઈ પર એલ એન્ડ ટી રૂપિયા ૩૪.૯૦ વધી રૂપિયા ૧૩૪૫.૦૦ બંધ રહ્યો હતો. સદભાવ એન્જિ. રૂપિયા ૯.૦૫ વધી રૂપિયા ૧૨૪.૩૦,  ફિનોલેકસ કેબલ્સ રૂપિયા ૧૮.૩૦ વધી રૂપિયા ૪૦૩.૦૦, ભેલ રૂપિયા ૧.૯૦ વધી રૂપિયા ૪૫.૪૦, ભારત ઈલેક. રૂપિયા ૩.૦૫ વધી રૂપિયા ૧૦૩.૧૫ બંધ રહ્યો હતો. સિમેન્સ રૂપિયા ૨૩.૦૫ વધી રૂપિયા ૧૫૧૩.૭૫ રહ્યો હતો.  ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ માટે ભંડોળ એક મોટો પડકાર બની શકે છે. જાહેર કરેલી રકમમાંથી આગામી પાંચ વર્ષમાં કેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે તે જોવાનું રહેશે. 

સિમેન્ટ શેરો ઝળકયા: અંબુજા સિમેન્ટ, એસીસી, દાલમિયા,  સહિતના સિમેન્ટ શેરોમાં લેવાલી

ખરીફ મોસમના પાકની લણણી પૂરી થઈ છે અને રવી મોસમના પાકની પણ આવક સારી રહેવાની ધારણાં રખાઈ રહી છે, ત્યારે ગ્રામ્ય સ્તરે સિમેન્ટ માટેની માગમાં આગામી આઠ મહિના વધારો જોવા મળવાની આશા રખાઈ રહી છે. આ ઉપરાંત માળખાકીય ક્ષેત્રમાં રોડ બાંધકામ પર સરકારના ખાસ ભાર પણ સિમેન્ટ કંપનીઓ માટે પોઝિટિવ બની રહેશે એવી અપેક્ષાએ સિમેન્ટ શેરોમાં લાંબા ગાળાના રોકાણકારોની લેવાલી નીકળી છે. મંગલમ સિમેન્ટ બીએસઈ પર રૂપિયા ૨૪.૨૦  વધી રૂપિયા ૩૦૯.૩૫ બંધ રહ્યો હતો. ડેકકન સિમેન્ટ રૂપિયા ૨૧.૬૫ વધી રૂપિયા ૨૯૫.૩૫, અંબુજા સિમેન્ટ રૂપિયા ૮.૩૫ વધી રૂપિયા ૨૦૫.૩૫, એસીસી રૂપિયા ૫૨.૯૫ વધી રૂપિયા ૧૪૯૩.૦૫ બંધ રહ્યો હતો. જે. કે. સિમેન્ટ  રૂપિયા ૪૩.૭૦ વધી રૂપિયા ૧૨૨૦.૨૦, રેમકો સિમેન્ટ રૂપિયા ૧૫.૭૦ વધી રૂપિયા ૭૬૯.૧૦ રહ્યો હતો. 

ભાવ નિયંત્રણ હેઠળ નહીં આવતી દવાઓના ટ્રેડ માર્જિન પર અંકૂશ આવવાની દરખાસ્ત વચ્ચે ફાર્મા શેરોમાં મિશ્ર પ્રવાહ

૨૦૧૯માં ૧૦ ટકાના દરે વૃદ્ધિ કર્યા બાદ દેશનો ફાર્મા ઉદ્યોગ ૨૦૨૦માં પણ આ દર જાળવી રાખવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. સ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ ઈનોવેટિવ મેડિસિન્સ પર ધ્યાન કેન્દ્રીત કરવા યોજના ધરાવે છે. એકંદરે ૨૦૨૦નું વર્ષ ફાર્મા ઉદ્યોગ માટે ખાસ મોટી ઉથલપાથલ વગરનું જોવાઈ રહ્યું હોય પસંદગીના સ્ટોકસમાં રોકાણકારોની લેવાલીએ આકર્ષણ જોવા મળી રહ્યું છે. ઓરોબિન્દો ફાર્મા બીએસઈ પર રૂપિયા ૩.૬૫ વધી રૂપિયા ૪૬૨.૦૦ બંધ રહ્યો હતો. કેડિલા હેલ્થ રૂપિયા ૨.૧૦ વધી રૂપિયા ૨૫૬.૯૫, ગ્લેનમાર્ક રૂપિયા ૮.૨૦ વધી રૂપિયા ૩૫૩.૯૦ બંધ રહ્યો હતો. દીવિસ લેબ્સ રૂપિયા ૭.૦૫ વધી રૂપિયા ૧૮૨૫.૯૦  રહ્યો હતો. ડો. રેડ્ડીસ લેબ્સ રૂપિયા ૧૪.૫૦ ઘટી રૂપિયા ૨૮૬૫.૯૦ તથા સિપ્લા રૂપિયા ૨.૪૦ ઘટી રૂપિયા ૪૭૩.૫૦ બંધ રહ્યો હતો. 

નફારૂપી વેચવાલી વચ્ચે સુગર શેરોમાં દબાણ: ડીસેમ્બર ત્રિમાસિકમાં ખાંડનું ઉત્પાદન ૩૦ ટકા ઘટયું 

દેશમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન નીચું ઉતરવાના અહેવાલ વચ્ચે બુધવારે  ઉંચકાયેલા સુગર સ્ટોકસમાં   ગુરુવારે નફારૂપી વેચવાલી આવતા  ઉપલા મથાળેથી ભાવ દબાયા હતા. ઉત્પાદન નીચું રહેવાના કિસ્સામાં ખાંડના ભાવ ઊંચકાશે જેનો ઉત્પાદકોને લાભ થવાની ધારણાં રખાઈ રહી છે. શ્રીરેણુકા રૂપિયા ૦.૨૦ ઘટી રૂપિયા ૯.૨૫ બંધ રહ્યો હતો. ધામપુર સુગર રૂપિયા ૬.૬૫ ઘટી રૂપિયા ૨૩૩.૫૦,  દ્વારકેશ સુગર રૂપિયા ૨.૫૦ ઘટી રૂપિયા ૩૫.૭૫  બંધ રહ્યો હતો. દાલમિયા સુગર રૂપિયા ૪.૧૫ વધી રૂપિયા ૧૨૭.૦૦ બંધ રહ્યો હતો.

ડીસેમ્બરના વેચાણ આંકો જાહેર ાૃથયા બાદ ઓટો શેરોમાં મિશ્ર વલણ: ટુ વ્હીલર્સ કંપનીના શેરભાવ દબાયા 

ડીસેમ્બરના વેચાણ આંકો જાહેર થયા બાદ ટુ વ્હીલર્સ કંપની જેમ કે હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, બજાજ ઓટોમાં ઘટાડો જોવાયો જ્યારે કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીમાં સુધારો રહ્યો હતો. ટીવીએસ મોટર રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૪૫૮.૮૫, હીરો મોટો કોર્પ રૂપિયા ૨.૩૫ ઘટી રૂપિયા ૨૪૩૦.૦૦ તથા બજાજ ઓટો રૂપિયા ૨૮.૨૦ ઘટી રૂપિયા ૩૧૧૮.૭૫ બંધ રહ્યો હતો.  વેચાણ આંક સાધારણ વધીને આવતા મારૂતિ સુઝુકી રૂપિયા ૧૯.૯૫ વધીને રૂપિયા ૭૩૩૧.૮૦, ટાટા મોટર્સ રૂપિયા ૯.૪૫ વધી રૂપિયા ૧૯૩.૮૫ બંધ રહ્યા હતા. એપોલો ટાયર્સ રૂપિયા ૬.૮૫ વધી રૂપિયા ૧૭૦.૩૦, અશોક લેલેન્ડ રૂપિયા ૨.૯૫ વધી રૂપિયા ૮૩.૯૫ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૩.૩૦ વધી રૂપિયા ૫૩૯.૯૦ બંધ રહ્યો હતો.

વેચાણ આંક ઊંચા રહેતા સ્ટીલ શેરોમાં ઉછાળો: સેઈલ, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ,વેદાંતા, ઉછળ્યા

ડીસેમ્બર ૨૦૧૯માં અત્યારસુધીનું સૌથી વધુ મન્થલી વેચાણ સિદ્ધ ્ કર્યાનું સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેઈલ)નો ભાવ ૯.૬૭ ટકા અથવા રૂપિયા ૪.૧૫ વધી રૂપિયા ૪૭.૦૫ બંધ રહ્યો હતો. જિંદાલ સ્ટીલના ડીસેમ્બર ત્રિમાસિકના વેચાણ આંક વાર્ષિક ધોરણે ૨૨ ટકા વધ્યો છે. કંપનીનો શેરભાવ રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૧૭૩.૪૦ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂપિયા ૧૭.૧૦ વધી રૂપિયા ૪૮૪.૮૫, વેદાંતા રૂપિયા ૪.૯૫ વધી રૂપિયા ૧૫૯.૪૫ બંધ રહ્યો હતો. મોટાભાગના સ્ટીલ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. પોઝિટિવ વેચાણ આંક ઉપરાંત ચીન-અમેરિકા વેપાર યુદ્ધ સમી જવાના ચક્રો ગતિમાન થયા હોવાથી આ ક્ષેત્રમાં  રોકાણકારોના માનસમાં સુધારો જોવા મળી રહ્યો છે. 

એશિયા સહિત યુરોપના શેરબજારોમાં નવા વર્ષનો પોઝિટિવ પ્રારંભ

મોટાભાગના એશિયન શેરબજારો વધારા સાથે બંધ રહ્યા હતા જ્યારે યુરોપની બજારો વધારા સાથે ખૂલ્યા હતા. આર્થિક વિકાસને ટેકો આપવા ચીને નાણાં નીતિ હળવી બનાવવાનું જાહેર કર્યું છે. બેન્કો માટેનો રિઝર્વ રેશિયો ઘટાડવાની ચીનની કેન્દ્રીય બેન્કે જાહેરાત કરી છે જેને કારણે ૮૦૦ અબજ યુઆનનું ભંડોળ બજારમા ંઠલવાશે. ચીનની ઉત્પાદન પ્રવૃત્તિ પણ ડીસેમ્બરમાં વધી હોવાનું પીએમઆઈ પરથી જણાય છ.

Tags :