Get The App

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585

- બેંકિંગ, હેલ્થકેર, ઓટો શેરોના સથવારે બજારને ઘટાડે ટેકો : સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી

- રોકાણકારોની સંપતિમાં રૂ.૩.૫૦ લાખ કરોડ વધારો થયો : FPIs/FIIની રૂ.૧૨૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી  222 પોઈન્ટ ઉછળી 24585 1 - image


મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદીને પાકિસ્તાનનો પક્ષ લેવા માંડયા સામે મોદી સરકારે ટસના મસ નહીં થઈ  ઈન્ડિયા ફર્સ્ટ અને દેશના ખેડૂતોના હિતમાં કોઈ સમાધાન નહીં કરવાના બતાવેલા મક્કમ નિર્ધારને લઈ આગામી દિવસોમાં ટ્રમ્પ સમાધાનની તરફેણમાં આવી જવાની શકયતા અને બીજી તરફ ૧૫, ઓગસ્ટના અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયાના પ્રમુખ પુતિન વચ્ચે યોજાનારી મુલાકાતમાં રશીયા-યુક્રેન વચ્ચેનો યુદ્વના અંતનો સંકત મળવાની અપેક્ષાએ આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે છેલ્લા કલાકોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. ભારત પર ટેરિફ મામલે ટ્રમ્પ આગામી દિવસોમાં સમીક્ષા કરે એવી શકયતાએ બજારમાંથી અત્યારે ઉચાળા ભરી રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પણ વેચવાલી અટકાવી ફરી ખરીદદાર બની શુક્રવારે શોર્ટ કવરિંગ કરીને કેશમાં લેવાલ બન્યાના પણ સંકેતે બજારમાં યુ-ટર્ન આવ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી સાથે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં પણ પસંદગીની ખરીદી થઈ હતી. સેન્સેક્સ નીચામાં ૭૯૭૭૩થી ૮૦૬૩૭ વચ્ચે અથડાઈ અંતે ૭૪૬.૨૯ પોઈન્ટ ઉછળીને ૮૦૬૦૪.૦૮ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ૨૪૩૪૭થી ૨૪૬૦૧ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૨૧.૭૫ પોઈન્ટ વધીને ૨૪૫૮૫.૦૫ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૬૯૧ પોઈન્ટ ઉછળ્યો : સ્ટેટ બેંક રૂ.૨૦ ઉછળી રૂ.૮૨૪ : બેંક ઓફ બરોડા, એક્સિસ, કોટક બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી કરી હતી. સ્ટેટ બેંક ઓ ઈન્ડિયા રૂ.૧૯.૭૫ વધીને રૂ.૮૨૪.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૭૦ વધીને રૂ.૨૪૩.૯૫, એક્સિસ બેંક રૂ.૧૬.૨૦ વધીને રૂ.૧૦૭૩.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૫.૯૫ વધીને રૂ.૧૯૭૬.૮૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૯૫ વધીને રૂ.૧૯૯૬ રહ્યા હતા.  હોમ ફર્સ્ટ રૂ.૭૯.૪૦ વધીને રૂ.૧૨૮૨.૪૦, પેટીએમ રૂ.૬૦.૦૫ વધીને રૂ.૧૧૨૨.૨૫, પોલીસી બઝાર રૂ.૮૯.૫૫ વધીને રૂ.૧૮૬૧.૦૫, આનંદ રાઠી રૂ.૧૧૦.૯૫ વધીને રૂ.૨૬૯૪.૦૫, ડેમ કેપિટલ રૂ.૮.૧૦ વધીને રૂ.૨૧૭.૩૫, પીએફસી રૂ.૧૪.૫૫ વધીને રૂ.૪૧૯.૧૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૫.૨૦ વધીને રૂ.૧૬૦.૧૫, એમસીએક્સ રૂ.૨૨૬.૫૫ વધીને રૂ.૭૯૪૦.૨૫, બજાજ હોલ્ડિંગ રૂ.૩૩૯.૧૫ વધીને રૂ.૧૪,૦૪૬.૯૫, યુનિયન બેંક રૂ.૩.૯૦ વધીને રૂ.૧૩૪.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૯૧.૦૧ પોઈન્ટ ઉછળીને ૬૧૮૧૮.૨૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૨ વધ્યો : સાંઈ લાઈફ રૂ.૬૩ ઉછળી રૂ.૮૯૨ : એચસીજી, સિક્વેન્ટ, ટારસન્સ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે પસંદગીની આક્રમક ખરીદી થઈ હતી.  સાંઈ લાઈફ રૂ.૬૩.૫૦ વધીને રૂ.૮૯૧.૬૫, એચસીજી રૂ.૩૮.૧૫ વધીને રૂ.૬૫૬.૫૦,  સિક્વેન્ટ રૂ.૮.૫૫ વધીને રૂ.૧૭૬.૮૦, ટારસન્સ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૩૭૩.૧૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૫.૭૦ વધીને રૂ.૪૬૫.૫૫, યથાર્થ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૭૨૬.૮૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૧.૭૦ વધીને રૂ.૭૮૦.૧૫, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૩.૩૫ વધીને રૂ.૯૨૦.૮૦, પોલીમેડ રૂ.૪૭.૯૫ વધીને રૂ.૧૯૭૩, ગુજરાત થેમીસ રૂ.૯.૨૦ વધીને રૂ.૩૫૦.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૧.૭૨ પોઈન્ટ ઉછળીને ૪૩૬૪૨.૬૭ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૫૪૨ ઉછળ્યો : ટીઆઈ રૂ.૧૧૭ ઉછળી રૂ.૩૦૦૦ : અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ વધ્યા

ચોમાસાની સારી પ્રગતિ સાથે અમેરિકા-ભારત વચ્ચે મામલો ઉકેલાઈ જવાની અપેક્ષાએ અને તહેવારોની સીઝનમાં વાહનોનું વેચાણ વધવાની અપેક્ષાએ ફંડો આજે ઓટો શેરોમાં લેવાલ બન્યા હતા. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૬.૭૦  વધીને રૂ.૩૦૦૦.૫૦, અશોક લેલેન્ડ રૂ.૪.૫૫ વધીને રૂ.૧૨૦, ટાટા મોટર્સ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૬૫૩.૮૦, ભારત ફોર્જ રૂ.૨૯.૬૦ વધીને રૂ.૧૧૬૫.૧૦, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૨.૩૦ વધીને રૂ.૨૧૫૨.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૭.૯૫ વધીને રૂ.૩૧૮૪.૨૦, ટીવીએસ મોટર રૂ.૧૨.૩૫ વધીને રૂ.૨૯૮૧.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૪૧.૯૫ પોઈન્ટ ઉછળીને ૫૩૦૧૫.૦૩ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની તેજી : અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૫ વધીને રૂ.૨૨૮૩

સ્ટીલ, એલ્યુમીનિયમ સહિતની અમેરિકામાં નિકાસને ફટકો પડવાની ચિંતાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી બાદ હવે ઉકેલની અપેક્ષાએ ફંડોના શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ નીકળ્યું હતું.  અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૫.૨૫ વધીને રૂ.૨૨૮૩.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૬.૨૫ વધીને રૂ.૯૯૦.૩૦, સેઈલ રૂ.૧૨૧.૭૦, ટાટા સ્ટીલ રૂ.૧૫૮.૮૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૩.૧૨ પોઈન્ટ વધીને ૩૦૬૩૪.૧૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : સુપ્રિમ રૂ.૨૦૩ વધી રૂ.૪૩૫૪ : સિમેન્સ, પાવર ઈન્ડિયા, મઝગાંવ વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦૨.૮૦ વધીને રૂ.૪૩૫૪.૩૦, સિમેન્સ રૂ.૮૮.૨૫ વધીને રૂ.૩૧૧૯, પાવર ઈન્ડિયા રૂ.૫૬૫.૮૦ વધીને રૂ.૨૦,૮૪૮.૯૫, મઝગાંવ ડોક રૂ.૫૯.૮૫ વધીને રૂ.૨૬૯૮, ઝેનટેક રૂ.૨૭ વધીને રૂ.૧૪૩૧.૯૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૮૫ વધીને રૂ.૧૪૧.૭૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૮૫૨.૨૦, કોચીન શિપ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૧૬૬૧ રહ્યા હતા.

ડોમ્સ રૂ.૨૨૧ ઉછળી રૂ.૨૫૦૮ : ગોકુલ એગ્રો, કેઆરબીએલ, ઈન્ડિયા ગ્લાયકોલ, ઈઆઈડી પેરી વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી થઈ હતી. ડોમ્સ રૂ.૨૨૦.૭૦ વધીને રૂ.૨૫૦૮.૨૫, ગોકુલ એગ્રો રૂ.૧૪.૪૦ વધીને રૂ.૩૧૧.૧૫, કેઆરબીએલ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૪૪૬.૬૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૭૭.૫૫ વધીને રૂ.૧૮૧૭.૬૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૯.૨૫ વધીને રૂ.૫૦૫૪.૬૫, ઈઆઈડી પેરી રૂ.૩૩.૦૫ વધીને રૂ.૧૧૪૮.૩૦, વરૂણ  બિવરેજીસ રૂ.૧૪.૯૫ વધીને રૂ.૫૧૦.૯૦ રહ્યા હતા.

યુનિઈકોમ, સાસ્કેન, જેનેસિસ, ૬૩ મૂન્સ, ડાટામેટિક્સ, નેટવેબ, મેપમાય ઈન્ડિયામાં આકર્ષણ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. યુનિઈકોમ રૂ.૫.૩૫ વધીને રૂ.૧૨૨.૬૦,  સાસ્કેન રૂ.૪૯.૮૫ વધીને રૂ.૧૪૮૭.૩૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૫૯૮.૨૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૪.૬૫ વધીને રૂ.૯૩૭.૯૫, ડાટામેટિક્સ રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૦૧૫.૩૫, નેટવેબ રૂ.૪૭.૩૦ વધીને રૂ.૨૧૪૯.૮૦, મેપમાય ઈન્ડિયા રૂ.૩૬.૪૦ વધીને રૂ.૧૮૦૯.૦૫, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૫.૮૫ વધીને રૂ.૩૧૨.૯૦, માસ્ટેક રૂ.૩૬.૫૫ વધીને રૂ.૨૫૨૫.૪૦, પર્સિસ્ટન્ટ રૂ.૭૧.૧૦ વધીને રૂ.૫૧૭૪.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭ વધીને રૂ.૧૪૯૨.૪૫ રહ્યા હતા.

ઘટાડે ફંડોના સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૮૧ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડે ઝડપી રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં  આજે માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૮૧ અને ઘટનારની ૧૯૮૩ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૨૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૯૭૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૧૨૦૨.૬૫  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૪૭૭.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૬૭૯.૯૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૯૭૨.૩૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૧૦૯.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૩૬.૭૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૧૩ લાખ કરોડ

શેરોમાં  વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૦  લાખ  કરોડ વધીને રૂ.૪૪૪.૧૩ લાખ કરોડ રહ્યું હતું.

Tags :