Get The App

ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598

- નિફટી ૧૨ પોઈન્ટ ઘટીને ૨૪૬૩૧ : રોકાણકારોની સંપતિ રૂ.૬૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૮ લાખ કરોડ

- મેટલ, ઓટો, કેપિટલ ગુડઝ, ઓઈલ શેરો ઘટયા : સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની શુક્રવારે અલાસ્કામાં યોજાનારી મહત્વની મુલાકાત પર વિશ્વની મીટ મંડાયેલી હોઈ આ પૂર્વે ટ્રમ્પની રશીયાને યુક્રેન યુદ્વ બંધ કરવા નહિંતર આકરાં પરિણામ માટે તૈયાર રહેવાની ચીમકી આપતાં મામલો બિચકવાની શકયતાએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહના અંતિમ દિવસે અને નિફટી એફ એન્ડ ઓ એક્સપાયરીને લઈ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી જોવાયા બાદ અંતે સાધારણ સુધારો નોંધાયો હતો. ફંડોએ કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરો સાથે હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. જ્યારે બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં પસંદગીની ખરીદીએ ઈન્ડેક્સ બેઝડ બજાર બે-તરફી સાંકડી વધઘટ બતાવી હતી. સેન્સેક્સ ૮૦૪૮૯થી ૮૦૭૫૨ વચ્ચે અથડાઈ અંતે ૫૭.૭૫ પોઈન્ટ વધીને ૮૦૫૯૭.૬૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૫૯૬થી ૨૪૬૭૪ વચ્ચે અથડાઈ અંતે ૧૧.૯૫ પોઈન્ટ વધીને ૨૪૬૩૧.૩૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડકેસ ૪૮૧ વધ્યો : ડિક્સન રૂ.૨૫૧, કલ્યાણ જવેલર્સ રૂ.૧૭, એશીયન પેઈન્ટ રૂ.૨૯ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૫૩૩, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૧.૪૫ વધીને રૂ.૧૬,૨૦૦, બ્લુ સ્ટાર રૂ.૨૭.૫૫ વધીને રૂ.૧૭૮૧.૯૫, એશીયન પેઈન્ટ રૂ.૨૮.૯૫ વધીને રૂ.૨૫૨૯.૨૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩.૫૫ વધીને રૂ.૪૮૯.૬૫, ટાઈટન રૂ.૨૨.૪૦ વધીને રૂ.૩૪૮૯.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૮૧.૩૪ પોઈન્ટ વધીને ૫૯૦૬૦.૫૧ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૪૩૪ પોઈન્ટ ઘટયો : એનએમડીસી, ટાટા સ્ટીલ, સેઈલ, જિન્દાલ સ્ટીલમાં પ્રોફિટ બુકિંગ

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે વેચવાલી થઈ હતી. એનએમડીસી રૂ.૩.૧૬ ઘટીને રૂ.૬૯.૪૪, ટાટા સ્ટીલ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૫૫.૩૦, સેઈલ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૨૦.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૯૭૫.૫૫, વેદાન્તા રૂ.૮.૩૦ ઘટીને રૂ.૪૩૦.૨૫, હિન્દાલ્કો રૂ.૫.૮૫ ઘટીને રૂ.૬૯૫.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૧૦૪૫.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૩૪.૨૨ પોઈન્ટ ઘટીને ૩૦૬૮૭.૦૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૭૨ ઘટયો : પાવર ઈન્ડિયા રૂ.૬૮૮, અપાર રૂ.૧૭૮, પીટીસીઆઈ રૂ.૪૫૦ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. પાવર ઈન્ડિયા રૂ.૬૮૮.૬૦ તૂટીને રૂ.૨૦,૪૫૦, પીટીસીઆઈએલ રૂ.૪૫૦.૦૫ તૂટીને રૂ.૧૩,૭૩૯.૮૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૮ તૂટીને રૂ.૮૫૭૦.૭૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૮૧૩.૫૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૬૧.૩૦ ઘટીને રૂ.૪૪૩૫.૩૦, એબીબી ઈન્ડિયા રૂ.૫૮.૫૦ ઘટીને રૂ.૫૦૨૮.૭૦, એસ્ટ્રલ લિમિટેડ રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૧૨૭૮.૯૦, ઝેનટેક રૂ.૧૫.૬૦ ઘટીને રૂ.૧૪૦૬.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૭૧.૭૧ પોઈન્ટ ઘટીને ૬૬૭૬૧.૩૨ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો  હળવા થયા : એચપીસીએલ, આઈઓસી, ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સાંકડી વધઘટ અને વૈશ્વિક મોરચે ટ્રમ્પ-પુતિનની મીટિંગ પર નજર વચ્ચે ફંડોએ આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. એચપીસીએલ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૩૯૪.૩૦, આઈઓસી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૪૦.૧૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ ઘટીને રૂ.૪૦૦.૭૫, બીપીસીએલ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૩૧૭.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૧૩૭૩.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૧૦.૯૯ પોઈન્ટ ઘટીને ૨૬૦૨૩.૫૨ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં  ખરીદી : ન્યુજેન રૂ.૩૨ વધી રૂ.૮૮૭ : વિપ્રો, નેટવેબ, ઈન્ફોસીસ, કોફોર્જ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના શેરોમાં કોર્પોરેટ પરિણામોના કારણે પસંદગીની ખરીદી રહી હતી. ન્યુજેન રૂ.૩૨.૨૦ વધીને રૂ.૮૮૭.૩૫, વિપ્રો રૂ.૫.૧૦ વધીને રૂ.૨૪૬.૭૫, નેટવેબ રૂ.૩૧.૮૦ વધીને રૂ.૨૧૨૯.૭૫, ઈન્ફોસીસ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૧૪૪૭.૪૫, કોફોર્જ રૂ.૨૦.૧૫ વધીને રૂ.૧૬૪૨, પર્સિસ્ટન્ટ રૂ.૪૫.૬૫ વધીને રૂ.૫૨૯૩, ઈમુદ્રા રૂ.૬.૩૫ વધીને રૂ.૭૫૫.૮૦, એમ્ફેસીસ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૨૭૧૨.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૮.૧૮ પોઈન્ટ વધીને ૩૪૧૭૬.૫૪ બંધ રહ્યો હતો.

મુથુટ ફાઈ. રૂ.૨૪૭ ઉછળી રૂ.૨૭૫૭ : સ્ટરલાઈટ ટેકનો, કોરોમંડલ, ચેલેટ, મન્નપુરમ, ફાઈઝર વધ્યા

એ ગુ્રપના આજે પસંદગીના વધનાર શેરોમાં મુથુટ ફાઈનાન્સ રૂ.૨૪૬.૮૦ વધીને રૂ.૨૭૫૭.૫૫, સ્ટરલાઈટ ટેકનોલોજી રૂ.૬.૧૦ વધીને રૂ.૧૩૪.૭૫, કોરોમંડલ રૂ.૯૮ વધીને રૂ.૨૩૫૫.૩૫, ચેલેટ રૂ.૩૮.૨૫ વધીને રૂ.૯૩૨.૯૫, મન્નપુરમ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૨૬૬.૧૫, ફાઈઝર રૂ.૨૦૦ વધીને રૂ.૫૩૨૫.૮૦, વાબેગ રૂ.૫૭.૯૫ વધીને રૂ.૧૫૮૨.૭૦, ટાટા કોમ્યુનિકેશન રૂ.૫૧.૨૫ વધીને રૂ.૧૬૯૦, બલરામપુર ચીની રૂ.૧૬.૭૦ વધીને રૂ.૫૬૫.૫૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ઉનો મિન્ડા રૂ.૩૫ વધીને રૂ.૧૧૪૯ : અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, મારૂતી વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. ઉનો મિન્ડા રૂ.૩૪.૭૫ વધીને રૂ.૧૧૪૮.૯૦, અશોક લેલેન્ડના ત્રિમાસિક પરિણામે શેર રૂ.૨.૨૫ વધીને રૂ.૧૨૧.૯૫, આઈશર મોટર્સ રૂ.૫૦.૭૫ વધીને રૂ.૫૭૬૩.૪૦, મારૂતી સુઝુકી રૂ.૮૯.૭૫ વધીને રૂ.૧૨,૯૨૦.૪૫ રહ્યા હતા. જ્યારે અપોલો ટાયર રૂ.૧.૧૯૫ ઘટીને રૂ.૪૩૨.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૬૪.૦૫ ઘટીને રૂ.૪૭૦૬.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૨૩૯૭.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૩૨૬૫.૫૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી સપ્તાહના અંતે ફંડોની વ્યાપક વેચવાલી : ૨૩૨૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ બે-તરફી વધઘટના અંતે નજીવો સુધારો થયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી વ્યાપક સેલિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૨૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૩૦થી ઘટીને ૧૭૪૨ અને ઘટનારની ૧૮૬૪થી વધીને ૨૩૨૦ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૮ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ વધઘટના અંતે સાધારણ સુધારા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૮ લાખ કરોડ રહ્યું હતું.

Tags :