સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186
- નિફટી સ્પોટ ૧૪૩ પોઈન્ટ વધીને ૨૬૦૫૨ : એફપીઆઈઝની રૂ.૧૫૮૧ કરોડની ચોખ્ખી ખરીદી
- આઈટી શેરોની આગેવાનીએ ફંડોની આક્રમક તેજી : બેંકિંગ, હેલ્થકેર શેરોમાં મજબૂતી

મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બબલને લઈ વિશ્વમાં ચિંતા, એનવિડીયાના નબળા પરિણામ, ભારતના અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને આઈટી પ્રોફેશનલોની માંગને લઈ અમેરિકા એચ૧બી વીઝામાં ઢીલ મૂકે એવી શકયતા સાથે વૈશ્વિક આઉટસોર્સિંગમાં ફરી વૃદ્વિની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીમાં ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. આઈટી શેરો સાથે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એઆઈ મામલે ખુદ ગુગલના સુંદર પિચાઈએ નિષ્ફળતાના સંજોગોમાં અનેક કંપનીઓને અસર પડવાની ચિંતા વ્યક્ત કરતાં આઈટી શેરોમાં ફંડોએ આજે એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતની આગેવાનીએ તેજી કરી હતી. સેન્સેક્સ ૫૧૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૮૫૧૮૬.૪૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૪૨.૬૦ પોઈન્ટ વધીને ૨૬૦૫૨.૬૫ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૧૦૨૫ પોઈન્ટ ઉછળ્યો : એચસીએલ, એલટીટીએસ, જેનેસીસ, ઈન્ટેલેક્ટ, ટીસીએસ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૨૪.૭૨ પોઈન્ટ ઉછળીને ૩૬૧૧૧.૦૬ બંધ રહ્યો હતો. એલટીટીએસ રૂ.૩૬૬.૪૦ ઉછળીને રૂ.૪૪૩૯.૧૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૭.૩૦ વધીને રૂ.૪૬૦.૫૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૮.૭૦ વધીને રૂ.૧૧૪૫.૭૦, લેટેન્ટ વ્યુ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૪૯૪.૫૦, ઓરિઓનપ્રો રૂ.૫૩.૬૫ વધીને રૂ.૧૧૩૫.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૬૮.૨૫ વધીને રૂ.૧૬૬૩, કોફોર્જ રૂ.૭૫.૩૦ વધીને રૂ.૧૮૫૭.૮૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૩૮.૪૫ વધીને રૂ.૬૩૧૫.૩૫, એલટીઆઈમાઈન્ડટ્રી રૂ.૨૧૯.૩૦ વધીને રૂ.૫૯૭૫.૭૦, ઈન્ફોસીસ રૂ.૫૫.૬૦ વધીને રૂ.૧૫૪૧.૨૫, આરસિસ્ટમ્સ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૨૨.૯૫, ટીસીએસ રૂ.૬૧.૫૫ વધીને રૂ.૩૧૪૭.૨૦, વિપ્રો રૂ.૫.૨૫ વધીને રૂ.૨૪૬.૦૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫૬ વધીને રૂ.૮૩૩૪.૭૦, એમ્ફેસીસ રૂ.૫૩.૧૦ વધીને રૂ.૨૭૧૨.૮૦ રહ્યા હતા.
બેંકેક્સ ૩૭૮ પોઈન્ટ વધ્યો : ઈન્ડસઈન્ડ, શેર ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ જનરલ, પૂનાવાલામાં તેજી
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૮.૧૧ પોઈન્ટ વધીને ૬૬૪૮૧.૫૩ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૮૬૭.૬૫, યશ બેંક ૧૧ પૈસા વધીને રૂ.૧૯.૭૬, બેંક ઓફ બરોડા રૂ.૧.૨૫ વધીને રૂ.૨૩૮.૪૫ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં શેર ઈન્ડિયા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૧૪૯.૭૦, આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૧૫૨.૭૦ વધીને રૂ.૨૦૧૧.૩૫, મહારાષ્ટ્ર બેંક રૂ.૪.૨૨ વધીને રૂ.૫૯.૪૦, પૈસાલો રૂ.૧.૬૭ વધીને રૂ.૩૯.૫૯, આઈઆઈએફએલ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૫૦૪.૭૫, પૂનાવાલા ફિન રૂ.૧૯.૧૫ વધીને રૂ.૫૩૬.૧૫, હોમ ફર્સ્ટ રૂ.૪૧.૬૫ વધીને રૂ.૧૨૬૩.૭૦, પેટીએમ રૂ.૩૭.૯૫ વધીને રૂ.૧૨૮૨.૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૦૪૮.૨૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ વેલ્યુબાઈંગ : સસ્તાસુંદર, મેક્સ હેલ્થ, રેઈનબો, અજન્તા ફાર્મા વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં સિલેક્ટિવ ખરીદી થઈ હતી. સસ્તા સુંદર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૩૧૮.૦૫, મેક્સ હેલ્થ રૂ.૪૬.૦૫ વધીને રૂ.૧૧૬૪.૦૫, રેઈનબો રૂ.૪૦.૩૦ વધીને રૂ.૧૩૪૦.૬૫, અજન્તા ફાર્મા રૂ.૫૬.૦૫ વધીને રૂ.૨૫૧૬.૧૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૪૩.૩૫ વધીને રૂ.૧૯૯૨.૨૦, નાટકો ફાર્મા રૂ.૧૬.૨૦ વધીને રૂ.૮૩૦.૧૦, સિક્વેન્ટ રૂ.૪.૩૦ વધીને રૂ.૨૫૧.૯૫, ઈપ્કા લેબ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૧૪૪૬ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૧.૮૨ પોઈન્ટ વધીને ૪૪૬૫૧.૦૩ બંધ રહ્યો હતો.
જેપી પાવર, ગ્રેબિયલ ઈન્ડિયા, અવન્તી ફીડ, લિન્ડે ઈન્ડિયા, ક્વેસ, સાઉથ ઈન્ડિયન બેંક, પ્રિકોલમાં તેજી
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર અન્ય શેરોમાં જેપી પાવર રૂ.૨.૬૭ ઉછળીને રૂ.૨૦.૩૧, ગ્રેબિયેલ ઈન્ડિયા રૂ.૧૩૦.૯૫ વધીને રૂ.૧૧૧૫.૯૫, અવન્તી ફીડ રૂ.૭૬.૨૫ વધીને રૂ.૮૪૨.૮૦, લિન્ડે ઈન્ડિયા રૂ.૩૭૩.૨૫ વધીને રૂ.૬૦૬૬.૪૦, ક્વેસ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૨૨૨.૭૦, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૮૩ વધીને રૂ.૪૧.૦૬, પ્રિકોલ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૬૬૦.૫૫, એન્ડયુરન્સ રૂ.૧૧૮.૯૦ વધીને રૂ.૨૭૩૬.૧૫, જેકે સિમેન્ટ રૂ.૨૧૯.૭૦ વધીને રૂ.૫૭૦૮.૬૦, સોના કોમ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૫૦૬.૯૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત થઈ રહેલું ઓફલોડિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૨૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે આઈટી શેરોની આગેવાનીએ આક્રમક તેજી સામે ફંડો, ખેલંદાઓએ સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૭ અને ઘટનારની સંખ્યા ૨૪૨૭ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૫૮૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૫૮૦.૭૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૭૭૪.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૯૪.૨૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૩૬૦.૨૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૯૦૪.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૪૪.૦૫ કરોડની વેચવાલી કરી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૪ લાખ કરોડ
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે એ ગુ્રપના શેરોમાં આકર્ષણ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ પસંદગીની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૪ લાખ કરોડ પહોંચી હતી.

