સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળી 81019
- નિફટી સ્પોટ ૧૫૭ પોઈન્ટ વધીને ૨૪૭૨૩ : રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૨૭ લાખ કરોડનો વધારો :
- લોકલ ફંડોની ઓટો, સ્ટીલ, આઈટી શેરોમાં આક્રમક ખરીદી : DIIની કેશમાં રૂ.૪૩૮૬ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું પણ વધતું દબાણ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ટ્રમ્પના દબાણને વશ નહીં થઈ ભારતની એનજીૅ સિક્યુરિટીઝ માટે મક્કમ રહેતાં રશીયાના ક્રુડ ઓઈલની ભારતમાં અવિરત ડિલિવરી ચાલુ રહેતાં આજે સેન્ટીમેન્ટ બગડતું અટકી સુધર્યું હતું. અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી છતાં ટ્રમ્પ સરકાર માટે પણ તેમની ટરિફ નીતિઓને લઈ આક્રમક વલણ છોડવું પડે એવી શકયતાએ પણ ફંડો ઘટાડે લેવાલ રહ્યા હતા. લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સાથે ફોરેનના ફંડો ઘટાડે કવરિંગ સાથે ખરીદદાર બન્યા હતા. ઓટોમોબાઈલ, સ્ટીલ-મેટલ, માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સ ૪૧૮.૮૧ પોઈન્ટ વધીને ૮૧૦૧૮.૭૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૭.૪૦ પોઈન્ટ વધીને ૨૪૭૨૨.૭૫ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોની તેજી : હીરો મોટોકોર્પ રૂ.૨૨૨, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૩, ટીવીએસ રૂ.૮૩ ઉછળ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૨૨૧.૮૦ ઉછળીને રૂ.૪૫૩૪.૪૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૩.૫૦ વધીને રૂ.૨૯૧૦.૪૫, ટીવીએસ મોટર રૂ.૮૩ વધીને રૂ.૨૯૪૧.૮૦, મધરસન સુમી રૂ.૨.૭૩ વધીને રૂ.૯૮.૨૯, ભારત ફોર્જ રૂ.૩૨.૫૦ વધીને રૂ.૧૧૭૮, બજાજ ઓટો રૂ.૧૪૮.૭૦ વધીને રૂ.૮૧૮૯.૧૦, બોશ રૂ.૮૨૨.૯૫ વધીને રૂ.૪૧,૨૦૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૧૨૨.૫૦, ઉનો મિન્ડા રૂ.૧૬.૮૦ વધીને રૂ.૧૦૬૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૦૪.૭૪ પોઈન્ટ ઉછળીને ૫૩૧૬૧.૬૬ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૭૮૨ પોઈન્ટ ઉછળ્યો : સેઈલ રૂ.૫, ટાટા સ્ટીલ રૂ.૭, જિન્દાલ રૂ.૩૫, નાલ્કો રૂ.૭ વધ્યા
સ્ટીલ-મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી.ટાટા સ્ટીલ સહિતના ત્રિમાસિક પરિણામો સારા આવતાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. સેઈલ રૂ.૫.૩૦ વધીને રૂ.૧૨૫.૪૫, ટાટા સ્ટીલનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૯૫૯.૬ કરોડની તુલનાએ ૧૧૬ ટકા વધીને રૂ.૨૦૭૭.૭ કરોડ થતાં શેર રૂ.૬.૬૦ વધીને રૂ.૧૫૯.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૫.૪૫ વધીને રૂ.૯૮૦.૫૦, નાલ્કો રૂ.૬.૫૫ વધીને રૂ.૧૮૭.૧૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૭૨૮.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૮.૪૦ વધીને રૂ.૧૦૫૫.૫૦, એનએમડીસી રૂ.૧.૬૭ વધીને રૂ.૭૨.૧૧, હિન્દાલ્કો રૂ.૧૫.૩૦ વધીને રૂ.૬૮૭.૫૦, લોઈડ્સ મેટલ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૪૭૩.૮૦, વેદાન્તા રૂ.૭.૨૫ વધીને રૂ.૪૩૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૭૮૧.૯૨ પોઈન્ટ વધીને ૩૧૦૬૮.૯૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૭૬૫ પોઈન્ટ વધ્યો : બ્લુ સ્ટાર રૂ.૪૭, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩, વોલ્ટાસ રૂ.૨૩ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. બ્લુ સ્ટાર રૂ.૪૭.૪૦ વધીને રૂ.૧૭૪૪.૯૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૫૯૬, ક્રોમ્પ્ટન રૂ.૫.૯૦ વધીને રૂ.૩૨૭, હવેલ્સ રૂ.૨૬.૩૦ વધીને રૂ.૧૫૦૬.૬૦, વોલ્ટાસ રૂ.૨૨.૬૦ વધીને રૂ.૧૩૩૯.૫૦, ટાઈટન રૂ.૩૮.૯૦ વધીને રૂ.૩૩૫૩.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૬૨.૮૫ વધીને રૂ.૧૬,૯૯૮.૯૫, એશીયન પેઈન્ટ રૂ.૨૦.૩૦ વધીને રૂ.૨૪૪૯.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૫.૬૯ પોઈન્ટ વધીને ૫૯૯બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં તેજી : નેટવેબ રૂ.૧૬૩ ઉછળી રૂ.૨૨૯૭ : બીએલએસઈ, રામકો, નેલ્કો વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ધોવાણ અટકી આજે પસંદગીની ખરીદી રહી હતી. નેટવેબ રૂ.૧૬૨.૯૫ વધીને રૂ.૨૨૯૬.૬૫, બીએલએસઈ રૂ.૯.૧૫ વધીને રૂ.૧૯૨.૧૫, રામકો સિસ્ટમ રૂ.૧૨ વધીને રૂ.૩૮૯, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૯.૨૫ વધીને રૂ.૩૨૦.૨૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૨૯.૦૫ વધીને રૂ.૧૦૧૦.૦૫, ક્વિક હિલ રૂ.૯.૧૫ વધીને રૂ.૩૧૯.૯૫, માસ્ટેક રૂ.૭૧.૬૫ વધીને રૂ.૨૫૧૮.૬૫, નેલ્કો રૂ.૨૪.૮૦ વધીને રૂ.૮૯૩, રેટગેઈન રૂ.૧૧.૯૫ વધીને રૂ.૪૪૫, ટીસીએસ રૂ.૭૧.૮૦ વધીને રૂ.૩૦૭૪.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૩૬.૪૫ વધીને રૂ.૧૪૭૫.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૧૯.૧૦ વધીને રૂ.૮૫૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૭૧.૫૮ પોઈન્ટ વધીને ૩૪૬૫૦.૭૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજી : ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, પોલીકેબ, પાવર ઈન્ડિયામાં આકર્ષણ
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. ભેલ રૂ.૯.૮૦ વધીને રૂ.૨૪૧.૪૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૩૯૦.૪૫, પોલીકેબ રૂ.૨૨૪.૮૫ વધીને રૂ.૬૯૨૩.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૫૮૯.૨૫ વધીને રૂ.૨૧,૧૨૫.૦૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯૭ વધીને રૂ.૮૯૬૯, જયોતી સીએનસી રૂ.૨૦.૪૦ વધીને રૂ.૧૦૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૬.૮૦ વધીને રૂ.૪૫૩૭.૯૦, કેઈઆઈ રૂ.૭૩.૪૫ વધીને રૂ.૩૮૮૫, ટીટાગ્રહ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૮૫૧.૯૦, મઝગાંવ ડોક રૂ.૪૬.૪૫ વધીને રૂ.૨૭૬૮ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૫૫.૨૮ પોઈન્ટ વધીને ૬૮૫૦૫.૫૦ બંધ રહ્યો હતો.
લોઢા ડેવલપર્સ રૂ.૩૭, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૮, ડીએલએફ રૂ.૨૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૧ વધ્યા
રિયાલ્ટી શેરોમાં આજે ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. લોઢા ડેવલપર્સ રૂ.૩૬.૮૦ વધીને રૂ.૧૨૪૩, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૭.૮૦ વધીને રૂ.૨૧૦૭.૦૫, ડીએલએફ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૭૯૬.૬૫, પ્રેસ્ટિજ રૂ.૩૧.૦૫ વધીને રૂ.૧૬૨૯, સિગ્નેચર રૂ.૨૦.૫૦ વધીને રૂ.૧૧૫૨.૯૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૦.૫૦ વધીને રૂ.૧૬૧૧.૪૦, ફિનિક્સ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૪૭૧.૮૦ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૨૫૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૩૮૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૨૫૬૬.૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૦૧૪.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૮૧.૪૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૪૩૮૬.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૦૬૮.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૬૮૨.૧૧ કરોડની વેચવાલી કરી હતી.
ઘટાડે ફંડો, ખેલંદાઓ ફરી સક્રિય : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ : ૨૨૮૬ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે ઈન્ડેક્સ બેઝડ રિકવરીની પોઝિટીવ અસરે ઘણા શેરોના ભાવો વધી આવતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૦૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૮૬ અને ઘટનારની સંખ્યા ૧૮૪૭ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૨૭ લાખ કરોડ વધીને રૂ.૪૪૮.૭૯ લાખ કરોડ
સેન્ટીમેન્ટ ફરી સુધરવાની સાથે ફંડોએ આજે સેન્સેક્સ, નિફટીમાં ધોવાણ અટકાવી તેજી કરતાં અને સ્મોલ, મિડ, એ ગુ્રપના ઘણા શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ નીકળતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૨૭ લાખ કરોડ વધીને રૂ.૪૪૮.૭૯ લાખ કરોડ રહ્યું હતું.