Get The App

સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળી 80568

- નિફટી સ્પોટ ૧૩૫ પોઈન્ટ વધીને ૨૪૭૧૫ : FPIs/FIIની કેશમાં રૂ.૧૬૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી

- મેટલ, ફાર્મા, ઓટો, બેંકિંગ શેરોમાં લોકલ ફંડોની તેજી : સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું આકર્ષણ : આઈટી શેરોમાં નરમાઈ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળી 80568 1 - image


મુંબઈ : ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્ષ (જીએસટી) કાઉન્સિલની આજથી શરૂ થયેલી બે દિવસીય મીટિંગમાં જીએસટી માળખાના સરળીકરણ, સ્લેબમાં ઘટાડા અને જીએસટી દરોમાં પણ મોટી રાહતની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અને સાઈડ માર્કેટમાં તેજી કરી હતી. ચોમાસું દેશભરમાં સફળ રહેતાં અને મેક ઈન ઈન્ડિયાને મોદી સરકાર દ્વારા પ્રોત્સાહન આપી અનેકવિધ રાહતો-પ્રોત્સાહનો આગામી દિવસોમાં ઉદ્યોગો માટે જાહેર થવાની અપેક્ષા અને ચાઈના, રશીયા સાથે ભારતના મજબૂત બનતાં સંબંધો સામે અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ તુમાખીને ભારત-રશીયા, ચાઈનાની ત્રિપુટીએ વિચારતા કરી દેતાં ઈન્ડિયા પોઝિટીવને લઈ સેન્ટીમેન્ટ ઝડપી સુધરતું જોવાયું હતું. ફંડોએ મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી કરી હતી. વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૪૦૯.૮૩ પોઈન્ટ વધીને ૮૦૫૬૭.૭૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૫.૪૫ પોઈન્ટ વધીને ૨૪૭૧૫.૦૫ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૯૬૧ પોઈન્ટ ઉછળ્યો : ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, સેઈલ, નાલ્કો, હિન્દાલ્કોમાં ફંડો લેવાલ

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો, મહારથીઓ આજે ફરી તેજીમાં આવી જઈ મોટી ખરીદી કરી હતી. ટાટા સ્ટીલ રૂ.૯.૩૫ વધીને રૂ.૧૬૭.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫૪.૨૦ વધીને રૂ.૧૦૨૯.૧૫, સેઈલ રૂ.૬.૭૦ વધીને રૂ.૧૨૯.૭૫, નાલ્કો રૂ.૬.૭૫ વધીને રૂ.૨૦૭.૧૦, હિન્દાલ્કો રૂ.૨૨ વધીને રૂ.૭૪૩.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૮.૮૦ વધીને રૂ.૧૦૭૨.૩૫, એનએમડીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૭૪.૨૮, વેદાન્તા રૂ.૭.૯૫ વધીને રૂ.૪૩૯.૪૦, લોઈડ્સ મેટલ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૧૩૩૭.૦૫, એપીએલ અપોલો રૂ.૧૯.૮૫ વધીને રૂ.૧૬૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૬૧.૦૫ પોઈન્ટ ઉછળીને ૩૨૧૩૮.૧૭ બંધ રહ્યો હતો.

અમેરિકાના ૨૦૦ ટકા ટેરિફની અટકળો છતાં હેલ્થકેર શેરોમાં ફંડોની તેજી : કોપરાન, પિરામલ ફાર્મા ઉછળ્યા

અમેરિકા ફાર્મા-દવાઓની આયાત પર ૨૦૦ ટકા ટેરિફ લાદવા વિચારી રહ્યાના નેગેટીવ અહેવાલો છતાં આજે ફંડો, ખેલંદાઓએ ફાર્મા-હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી કરી હતી. કોપરાન રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૭૩.૧૫, પિરામલ ફાર્મા રૂ.૧૪.૪૦ વધીને રૂ.૨૦૧.૨૦, સોલારા રૂ.૪૫.૭૫ વધીને રૂ.૬૭૭.૮૫, વિમતા લેબ્સ રૂ.૫૧.૨૦ વધીને રૂ.૮૧૩.૯૦, વોખાર્ટ રૂ.૭૧.૫૦ વધીને રૂ.૧૪૮૬.૫૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૪૪.૪૦ વધીને રૂ.૧૪,૩૫૫.૭૦, ગ્લેનમાર્ક રૂ.૮૬.૪૫ વધીને રૂ.૨૦૦૫.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૨૨.૮૨ પોઈન્ટ વધીને ૪૪૨૪૯.૫૨ બંધ રહ્યો હતો.

જીએસટી પર નજરે ઓટો શેરોમાં ફંડો લેવાલ : હ્યુન્ડાઈ મોટર રૂ.૫૫, મહિન્દ્રા રૂ.૫૧, ટાટા મોટર્સ રૂ.૮ વધ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલ દ્વારા વાહનો પરના જીએસટી દરમાં ઘટાડો અને સ્લેબમાં પોઝિટીવ ફેરફારની અપેક્ષાએ આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૫૫ વધીને રૂ.૨૫૧૪.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૦.૭૫ વધીને રૂ.૩૨૮૪.૫૫, ટાટા મોટર્સ રૂ.૭.૮૫ વધીને રૂ.૬૯૨.૧૫, ટીવીએસ મોટર રૂ.૩૨.૦૫ વધીને રૂ.૩૪૦૦.૧૦, બજાજ ઓટો રૂ.૮૪.૬૫ વધીને રૂ.૯૧૧૬.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૩૭.૭૫ વધીને રૂ.૫૩૪૮.૮૦, મારૂતી સુઝુકી રૂ.૭૪.૫૫ વધીને રૂ.૧૪,૯૨૧ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૦૫.૬૯ પોઈન્ટ વધીને ૫૭૭૩૦.૮૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, સ્ટેટ બેંક ઈન્ડિયા વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પાછલા દિવસોમાં ટેરિફને  લઈ ચિંતા અને ધિરાણ વૃદ્વિ મંદ પડવાની ધારણા બાદ સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી હોઈ બેંકિંગ ઉદ્યોગ પર પણ પોઝિટીવ અસરની અપેક્ષાએ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૯૫ વધીને રૂ.૭૬૮.૩૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૦૭ વધીને રૂ.૭૦.૫૬, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૨૦ વધીને રૂ.૮૧૨.૧૫, એચડીએફસી બેંક રૂ.૯.૪૦ વધીને રૂ.૯૫૩.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૯૦ વધીને રૂ.૧૯૬૦.૪૦ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : ટાઈટન રૂ.૭૩ વધી રૂ.૩૬૯૧ : ડિક્સન, કલ્યાણ જવેલર્સ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ જીએસટી દરોમાં ઘટાડાની અપેક્ષાએ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ટાઈટન કંપની રૂ.૭૩.૪૫ વધીને રૂ.૩૬૯૧.૪૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૦૫.૦૫ વધીને રૂ.૧૭,૭૫૩.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૭૫ વધીને રૂ.૫૧૪.૨૫, બ્લુ સ્ટાર રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૯૬૦.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૫.૩૭ પોઈન્ટ વધીને ૬૦૪૫૦.૧૮ બંધ રહ્યો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૧૦.૮૨ પોઈન્ટ વધીને ૬૨૩૨૨.૦૪ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો હળવા થયા : ઓનવર્ડ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, મેપમાય ઈન્ડિયા, ઈમુદ્રા ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ વૈશ્વિક મોરચે ટ્રમ્પના ટેરિફ અને ભારતીય આઈટી ઉદ્યોગને ફટકો પડી શકે એવા વળતાં પગલા લેવાની અટકળોએ આજે સાવચેતીમાં વેચીને હળવા થયા હતા. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૬.૫૫ ઘટીને રૂ.૩૨૨.૯૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૧૦૩૦.૦૫, મેપમાય ઈન્ડિયા રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૧૮૧૮.૦૫, ન્યુક્લિયસ રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૧૦૧૭, ઈમુદ્રા રૂ.૯.૮૦ ઘટીને રૂ.૭૯૬.૨૦, ટીસીએસ રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૩૦૫૫.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૯૮.૮૪ પોઈન્ટ ઘટીને ૩૪૭૮૦.૭૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં સતત મજબૂતી : કેઈન્સ, પાવર ઈન્ડિયા, કમિન્સ ઈન્ડિયા, કેઈઆઈ, સુપ્રિમ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાઈ રહેતાં સતત મજબૂતી રહી હતી. કેઈન્સ રૂ.૧૭૩.૫૫ વધીને રૂ.૬૭૪૬.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૩૮૫.૬૦ વધીને રૂ.૧૯,૧૯૯.૩૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૯.૬૦ વધીને રૂ.૩૮૮૬.૩૫, કેઈઆઈ રૂ.૬૧.૮૫ વધીને રૂ.૪૦૨૦.૬૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૪૬૩૧.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૪૧.૭૫ વધીને રૂ.૫૧૮૮.૨૫, સિમેન્સ રૂ.૨૩.૧૦ વધીને રૂ.૩૨૧૨.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૨.૪૮ પોઈન્ટ વધીને ૬૭૪૧૨.૧૩ બંધ રહ્યો હતો.

ટીબીઓ ટેક, ડેલ્ટા કોર્પ, નેટવેબ, ઓલા ઈલેક્ટ્રિક, ટીડી પાવર સિસ્ટમ, રેટગેઈન, ડીબી રિયાલ્ટીમાં તેજી

એ ગુ્રપના આજે પ્રમુખ અન્ય વધનાર શેરોમાં ટીબીઓ ટેક રૂ.૨૦૭.૧૫ વધીને રૂ.૧૫૯૦.૬૫, ડેલ્ટા કોર્પ રૂ.૧૦.૮૩ વધીને રૂ.૯૫.૨૩, નેટવેબ રૂ.૨૬૧.૪૦ વધીને રૂ.૨૫૨૮.૭૫, ઓલા ઈલેક્ટ્રિક રૂ.૬.૯૮ વધીને રૂ.૬૮.૯૬, પૈસાલો રૂ.૨.૩૭ વધીને રૂ.૩૩.૩૩, ટીડી પાવર સિસ્ટમ્સ રૂ.૩૭.૯૦ વધીને રૂ.૫૫૧.૧૫, રેટગેઈન રૂ.૩૯.૫૫ વધીને રૂ.૫૯૦.૩૦, ડીબી રિયાલ્ટી રૂ.૯.૮૫ વધીને રૂ.૧૮૦.૨૫ રહ્યા હતા.

ફંડો, ખેલંદાઓનું સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૫૪૪ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી વોલેટીલિટીના અંતે ફરી તેજીના પથ પર સવાર થવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું લેવાલીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૭૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૩૯થી વધીને ૨૫૪૪ અને ઘટનારની ૧૭૦૫થી ઘટીને ૧૫૭૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૬૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૪૯૫ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૬૬૬.૪૬  કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૮૪.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૫૦.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૪૯૫.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૮૩૪.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૩૯.૪૫ કરોડની વેચવાલી કરી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૮૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૭૬ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ફરી વોલેટીલિટીના અંતે તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદીનું આકર્ષણ વધતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૨.૮૬  લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૬૫  લાખ કરોડ રહ્યું હતું.

Tags :