Get The App

Union Budget 2025: સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, રોકાણકારોની પીએસયુ, રેલવે, ઈન્ફ્રા શેરો પર નજર

Updated: Feb 1st, 2025

GS TEAM

Google News
Google News
Union Budget 2025: સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, રોકાણકારોની પીએસયુ, રેલવે, ઈન્ફ્રા શેરો પર નજર 1 - image


Stock Market Today: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેના પગલે હોલિડેના દિવસે પણ સ્ટોક માર્કેટ આજે ટ્રેડિંગ માટે ખુલ્લા  છે. સેન્સેક્સ 137 પોઈન્ટ સુધારા સાથે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 332 પોઈન્ટ ઊછળ્યો હતો. બેન્કિંગ, પીએસયુ અને આઈટી શેરોમાં આજે સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. બજેટમાં કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે સેક્ટરમાં જાહેરાતો થવાની શક્યતા સાથે આ સેગમેન્ટના શેરો ફોકસમાં છે.

નિફ્ટી 23500નું લેવલ જાળવી ટ્રેડ થઈ રહ્યો છો. જે 10.04 વાગ્યે 54.25 પોઈન્ટ ઉછળી 23562.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એકંદરે માર્કેટમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. કેન્દ્રીય બજેટમાં ગરીબ, મધ્યમવર્ગ માટે મોટી રાહતો સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર-એમએસએમઈને પ્રોત્સાહન મળે તેવી જાહેરાતો થવાની અપેક્ષા છે. એનર્જી ઈન્ડેક્સ 0.09 ટકા, મેટલ 0.02 ટકા અને ઓઈલ-ગેસ 0.14 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

પીએસયુ-બેન્કિંગ શેરો ફોકસમાં

આજના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં પીએસયુ અને બેન્કિંગ શેરો ફોકસમાં રહ્યા છે. આ સેગમેન્ટમાં વોલ્યૂમ વધ્યા છે. 10.07 વાગ્યા સુધીમાં એસજેવીએન 5.45 ટકા, આરવીએનએલ 3.36 ટકા, એનબીસીસી 3.,10 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે મેટલ અને ઓઈલ-ગેસ શેરોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું છે.

રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3305 શેર પૈકી 2308માં સુધારો અને 881માં ઘટાડો જોવા મળ્યો છે. 19 શેર વર્ષની ટોચે અને 33 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 129 શેરમાં અપર સર્કિટ વાગી હતી. આ સાથે રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી 426.13 લાખ કરોડ થઈ છે.

એનએસઈ ખાતે શેરની સ્થિતિ (10.16 વાગ્યા સુધીમાં)

શેરછેલ્લો ભાવઉછાળો
INDUSINDBK1018.52.75
ITCHOTELS166.972.47
BEL299.52.34
ULTRACEMCO11719.952
SUNPHARMA1768.51.41
શેરછેલ્લો ભાવઘટાડો
HEROMOTOCO4281.15-1.34
DRREDDY1203.4-1.15
GRASIM2487-0.87
NESTLEIND2296.25-0.73
TITAN3464.7-0.73

Union Budget 2025: સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, રોકાણકારોની પીએસયુ, રેલવે, ઈન્ફ્રા શેરો પર નજર 2 - image

Tags :