Get The App

ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502

- નિફટી સ્પોટ ૧૩ પોઈન્ટ વધીને ૨૪૩૪૭ : ઓઈલ-ગેસ, આઈટી શેરોમાં આકર્ષણ

- સ્મોલ, મિડ કેપ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુલ્બલ્સ-જવેલરી શેરોમાં ગાબડાં : FPIs/FIIની રૂ.૨૭૭૦ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 1 - image


મુંબઈ : અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વ શાંત પડવાના સંકેત અનને બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્વનું જોખમ ઘટતાં સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ બે-તરફી ઉથલપાથલના અંતે બજારને તેજીને ઝોનમાં રાખ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાં અને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે ફંડોનું રોકાણ આકર્ષણ વધતું રહેતાં તેજીને સપોર્ટ મળ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં પસંદગીના સારા રિઝલ્ટનું પણ આકર્ષણ જોવાયું હતું. અલબત આરંભિક મોટા ઉછાળા બાદ સાવચેતીમાં ટ્રેડરોએ ઉછાળે નફો બુક કરતાં મોટો સુધારો ધોવાયો હતો. ઓઈલ-ગેસ, આઈટી શેરોમાં ફંડોની લેવાલી સામે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. 

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૯૩૬ પોઈન્ટ ઉછળી ૮૧૧૭૮ સુધી પહોંચી પાછો ફર્યો : નિફટી ઉપરમાં ૨૪૫૮૯ સ્પર્શયો

સેન્સેક્સ આરંભિક તેજીમાં ૯૩૫.૬૯ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૧૧૭૭.૯૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરી એક સમયે સંપૂર્ણ ઉછાળો ધોવાઈ જઈ નીચામાં ૮૦૧૬૮.૫૯ સુધી આવી જઈ ફરી સુધારા તરફી થઈ અંતે ૨૫૯.૭૫ પોઈન્ટ વધીને ૮૦૫૦૧.૯૯ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ પણ આરંભમાં ઉપરમાં ૨૪૫૮૯.૧૫ સુધી પહોંચ્યા બાદ નીચામાં ૨૪૨૩૮.૫૦ સુધી આવી અંતે ૧૨.૫૦ પોઈન્ટ વધીને ૨૪૩૪૬.૭૦ બંધ રહ્યો હતો. ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી કામે કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૫૪ પોઈન્ટ તૂટયો : પીએન ગાડગીલ જવેલર્સ, કલ્યાણ જવેલર્સ ઘટયા

સોનાના રેકોર્ડ ઊંચા ભાવોના કારણે સોના-ચાંદીના ઘરેણા અનેક લોકો માટે પહોંચ બહાર બની જતાં અક્ષય તૃતિયા નિમિતે ખરીદીના જોવાયેલા નિરૂત્સાહના કારણે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ, જવેલરી કંપનીઓના શેરોમાં વેચવાલી જોવાઈ હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૫૪.૨૦ પોઈન્ટ તૂટીને ૫૬૫૦૦.૪૩ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૮.૪૦ ઘટીને રૂ.૫૦૮.૩૦, ટાઈટન કંપની રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૩૩૩૯.૩૫, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૯૧.૭૫, પી એન  ગાડગીલ જવેલર્સ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૫૦૧.૧૦ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ અન્ય શેરોમાં ક્રોમ્પ્ટન રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૩૨૨.૯૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૫૫.૩૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૫.૬૫ ઘટીને રૂ.૩૪૪૨.૪૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૧૫૬૪, બ્લુ સ્ટાર રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૧૬૬૭.૯૫ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં કોવાઈ રૂ.૨૪૯, અજન્તા ફાર્મા રૂ.૧૧૭, એસ્ટ્રાઝેનેકા રૂ.૩૦૨, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૦૨ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે તેજીને બ્રેક લાગી વેચવાલી થઈ હતી. કોવાઈ મેડી રૂ.૨૪૮.૯૫ તૂટીને રૂ.૫૩૧૧.૫૫, અજન્તા ફાર્મા રૂ.૧૧૭.૧૦ તૂટીને રૂ.૨૫૮૩.૭૫, સુવેન રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૨૨.૯૫,  એસ્ટ્રાઝેનેકા રૂ.૩૦૨.૫૦ ઘટીને રૂ.૮૩૬૩, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૦૨.૫૫ ઘટીને રૂ.૨૮૫૬.૯૦, મેનકાઈન્ડ રૂ.૮૨.૨૦ ઘટીને રૂ.૨૩૮૧.૫૦, પોલીમેડ રૂ.૭૫.૪૫ ઘટીને રૂ.૨૪૯૫.૮૦, સુરક્ષા રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૯૦.૫૫, હેસ્ટર બાયો રૂ.૪૬.૯૦ ઘટીને રૂ.૧૭૪૧.૯૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાએ ઓઈલ શેરોમાં આઈઓસી, એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડ. વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગઈકાલે મોટો ઘટાડો થતાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની પસંદગીના શેરોમાં લેવાલી રહી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૫.૪૫ વધીને રૂ.૧૪૩.૩૫, એચપીસીએલ રૂ.૬.૧૦ વધીને રૂ.૩૮૪.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૧૪૨૧.૯૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં ક્વિક હિલ, સાસ્કેન, ઈમુદ્રા, નેલ્કો ઘટયા : કેસોલવ્ઝ, હેપ્પિએસ્ટ માઈન્ડ, તાનલા વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી સાથે પસંદગીની ખરીદી રહી હતી. સુબેક્ષ ૭૦ પૈસા ઘટીને રૂ.૧૧.૩૬, ક્વિક હિલ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૭૩.૨૦, સાસ્કેન રૂ.૩૫.૪૫ ઘટીને રૂ.૧૫૦૩.૨૦, ઈમુદ્રા રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૭૫૯.૯૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૬૪૬.૮૫,  નેલ્કો રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૮૦૯.૧૫, જેનેસિસ રૂ.૯.૭૫ ઘટીને રૂ.૬૪૬.૬૦ રહ્યા હતા. કેસોલવ્ઝ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૪૬૪.૦૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૫૯૬.૭૫, તાન્લા રૂ.૧૮.૭૦ વધીને રૂ.૪૯૩, આરસિસ્ટમ્સ રૂ.૯.૬૫ વધીને રૂ.૩૨૩.૯૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૪૦૪.૧૦, રેટગેઈન રૂ.૧૨.૪૦ વધીને રૂ.૪૪૬.૨૫, ન્યુક્લિયસ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૮૮૯.૧૦ રહ્યા હતા.

ફોર્સ મોટર રૂ.૧૧૪૯ ઉછળી રૂ.૧૦,૦૫૯ : ટીમકેન રૂ.૨૭૮, ગોકલર્સ રૂ.૭૧, જયુબિલન્ટ રૂ.૪૭ ઉછળ્યા

એ ગુ્રપના આજે પસંદગીના વધનાર શેરોમાં ફોર્સ મોટર રૂ.૧૧૪૯.૪૦ ઉછળી રૂ.૧૦,૦૫૯,૮૦, ટીમકેન રૂ.૨૭૮.૪૫ વધીને રૂ.૨૭૨૯.૫૫, ગોકલર્સ રૂ.૭૧.૨૫ વધીને રૂ.૮૫૫.૮૫, જયુબિલન્ટ ઈન્ગ્રેવિયા રૂ.૪૭.૪૫ વધીને રૂ.૬૮૯.૨૦, ક્રેડિટ એક્સેસ રૂ.૭૭.૩૫ વધીને રૂ.૧૧૬૨.૩૦, રેલટેલ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૩૧૫.૮૦, વોલ્ટેમ્પ રૂ.૩૯૩.૮૦ વધીને રૂ.૭૭૧૬.૮૦, ઉષા માર્ટિન રૂ.૧૩.૯૦ વધીને રૂ.૩૦૩.૧૦, એલીકોન રૂ.૨૮.૮૦ વધીને રૂ.૫૭૩.૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોના વ્યાપક ઓફલોડિંગે માર્કેટબ્રેડથ સતત ખરાબ : ૨૨૪૪ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈવેસ્ટરોએ મોટાપાયે ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫  સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૪ અને વધનારની સંખ્યા ૧૭૦૨  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૨૨.૮૧ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડયા સાથે એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૨૨.૮૧ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FII કેશમાં રૂ.૨૭૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૨૯૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે શુક્રવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૭૬૯.૮૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૮,૧૩૦.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૬૦.૩૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૨૯૦.૪૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૯૦૬.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૬૧૫.૬૭ કરોડની વેચવાલી કરી હતી.


Tags :