Get The App

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81482

- નિફટી સ્પોટ ૩૪ પોઈન્ટ વધીને ૨૪૮૫૫ : FPIs/FIIની રૂ.૮૫૦ કરોડની વેચવાલી, DIIની રૂ.૧૮૨૯ કરોડની ખરીદી

- વોલેટીલિટીના અંતે લાર્સનની આગેવાનીએ શેરોમાં ફંડોની તેજી : ઓટો, સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81482 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારતને ઝડપ કરવા અથવા ૨૫ ટકા ટેરિફની ચીમકી આપ્યા બાદ મોડી સાંજે ટ્રમ્પે ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫ ટકા ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં પૂર્વે ભારતીય શેર બજારોમાં આજે આરંભિક ટ્રેડિંગ કલાકોમાં વોલેટીલિટી જોવાઈ હતી. જે લાર્સન એન્ડ ટુબ્રોના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોએ ફંડોની હેવીવેઈટ પ્રમુખ શેરોમાં લાર્સન, એનટીપીસી સહિતમાં ખરીદીના આકર્ષણે બજાર અંતે પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં પ્રોફિટ

 બુકિંગ સામે કેપિટલ ગુડઝ, હેલ્થકેર, આઈટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સેન્સેક્સ ૮૧૧૮૭થી ૮૧૬૧૯ વચ્ચે ફંગોળાઈને અંતે ૧૪૩.૯૧ પોઈન્ટ વધીને ૮૧૪૮૧.૮૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૭૭૧થી ૨૪૯૦૩ વચ્ચે અથડાઈ અંતે ૩૩.૯૫ પોઈન્ટ વધીને ૨૪૮૫૫.૦૫ બંધ રહ્યા હતા.

લાર્સન સારા પરિણામે રૂ.૧૭૦ ઉછળ્યો : કાર્બોરન્ડમ રૂ.૨૨, કમિન્સ રૂ.૫૪, પાવર ઈન્ડિયા રૂ.૧૦૨૪ વધ્યા

લાર્સન એન્ડ ટુબ્રોના પ્રથમ ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામના આકર્ષણે શેરમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૩.૨૭ પોઈન્ટ વધીને ૬૮૬૯૨.૭૭ બંધ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૭૦.૦૫ વધીને રૂ.૩૬૬૫.૧૫ રહ્યો હતો. પાવર ઈન્ડિયા રૂ.૧૦૨૪.૧૫ ઉછળીને રૂ.૨૦,૮૨૪.૭૫,  કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૯૫૦.૫૦, કેઈન્સ રૂ.૬૩.૯૫ વધીને રૂ.૩૮૪૬.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૩.૯૫ વધીને રૂ.૩૫૮૬.૮૦, મઝગાંવ ડોક રૂ.૪૦.૯૫ વધીને રૂ.૨૭૬૦.૭૦, જયોતી સીએનસી રૂ.૧૩ વધીને રૂ.૧૦૪૫.૪૦, કોચીન શિપ રૂ.૧૯.૮૫ વધીને રૂ.૧૭૮૬.૧૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૫.૮૦ વધીને રૂ.૫૬૮ રહ્યા હતા.

ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : મધરસન, ટાટા મોટર્સ, ભારત ફોર્જ, સોના, હીરો, બજાજ ઓટો ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોના આજે પ્રોફિટ બુકિંગે બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૯.૬૨ પોઈન્ટ ઘટીને ૫૩૦૮૯.૦૭ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૩.૬૦ ઘટીને રૂ.૯૮.૯૫, ટાટા મોટર્સ રૂ.૨૪ તૂટીને રૂ.૬૬૮.૪૦, ભારત ફોર્જ રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૧૮૭.૭૫, સોના બીએલડબલ્યુ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૪૬૧.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૭૩.૭૦ ઘટીને રૂ.૪૨૫૩.૬૦, અશોક લેલેન્ડ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૨૧.૮૦, બજાજ ઓટો રૂ.૭૪.૩૦ ઘટીને રૂ.૮૦૫૩.૬૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૨૦૮૪.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૨૭૯૧.૧૫, આઈશર મોટર્સ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૫૪૬૦ રહ્યા હતા.

આઈટી-સોફ્ટવેર શેરોમાં મજબૂતી : કંટ્રોલ પ્રિન્ટ રૂ.૩૪, કેપીઆઈટી રૂ.૫૨, નેટવેબ રૂ.૪૭ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૭૭૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૫૧.૯૫ વધીને રૂ.૧૨૬૯.૬૫, એક્સેલિયા રૂ.૩૩.૫૦ વધીને રૂ.૧૪૧૪, નેટવેબ રૂ.૪૬.૭૫ વધીને રૂ.૨૦૨૦.૮૫, સાસ્કેન રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૪૯૫, કોફોર્જ રૂ.૨૮.૯૦ વધીને રૂ.૧૭૪૯.૭૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૭.૬૫ વધીને રૂ.૫૨૦.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૬.૨૧ પોઈન્ટ વધીને ૩૫૦૩૦.૯૨ બંધ રહ્યો હતો.

બ્લિસ જીવીએસ રૂ.૨૮ ઉછળી રૂ.૧૮૪ : આરપીજી લાઈફ, આઈઓએલ, જયુબિલન્ટ ફાર્મામાં ફંડોની તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. બ્લિસ જીવીએસ રૂ.૨૮.૪૦ વધીને રૂ.૧૮૪.૦૫, આઈઓએલ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૦૦,૨૦, જયુબિલન્ટ ફાર્મા રૂ.૮૨.૦૫ વધીને રૂ.૧૨૩૬.૫૫, આરપીજી લાઈફ રૂ.૧૫૪.૩૦ વધીને રૂ.૨૪૦૨.૧૦, એનજીએલ ફાઈન રૂ.૬૦.૨૫ વધીને રૂ.૧૨૭૭.૮૦, માર્કસન્સ રૂ.૮.૮૫ વધીને રૂ.૨૩૬.૪૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૩૩૭.૨૫ વધીને રૂ.૯૨૯૧, જીપીટી હેલ્થ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૭૨.૫૫, મેટ્રોપોલિસ રૂ.૭૧.૨૫ વધીને રૂ.૨૦૨૨.૨૦, ઈપ્કા લેબ રૂ.૩૯.૪૦ વધીને રૂ.૧૫૨૯, થાયરોકેર રૂ.૨૬.૧૫ વધીને રૂ.૧૨૯૩.૨૫ રહ્યા હતા.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૮૦૧ ઉછળ્યો : ગોડફ્રે ફિલિપ રૂ.૪૩૦, બ્રિટાનીયા રૂ.૧૧૧, જીલેટ રૂ.૧૫૮ વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૮૦૧.૩૫ વધીને રૂ.૧૩,૮૮૫, ગોડફ્રે ફિલિપ રૂ.૪૨૯.૫૫ વધીને રૂ.૯૩૭૩.૫૦, એવીટી નેચરલ રૂ.૨.૩૮ વધીને રૂ.૭૪.૫૯, ફ્લેર રૂ.૧૧.૧૦ વધીને રૂ.૩૫૩.૧૦, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૩.૧૦ વધીને રૂ.૧૦૯.૫૦, હેરીટેજ ફૂડ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૪૭૫.૭૫, બ્રિટાનીયા રૂ.૧૧૦.૯૫ વધીને રૂ.૫૭૪૧.૮૫, ઈઆઈડી પેરી રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૨૨૮.૧૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૫૭.૭૦ વધીને રૂ.૧૦,૬૪૮.૩૦ રહ્યા હતા.

ઉછાળે પ્રોફિટ બુકિંગ છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ : ૨૦૩૦ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સિલેક્ટ્વિ આકર્ષણ જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ પણ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૫૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૮૨થી ઘટીને ૨૦૩૦ અને ઘટનારની સંખ્યા ૧૫૨૧થી વધીને ૧૯૬૮ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૫ હજાર કરોડ વધીને રૂ.૪૫૨.૨૯ લાખ કરોડ

નિફટી, સેન્સેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે મજબૂતી સાથે સ્મોલ, મિડ, એ ગુ્રપના શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૫ હજાર કરોડ વધીને રૂ.૪૫૨.૨૯ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૮૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૮૨૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૮૫૦.૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૮૮૮.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૩૮.૨૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૮૨૯.૧૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૮૯૦.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૦૬૧.૦૮ કરોડની વેચવાલી કરી હતી.

ટ્રમ્પે ભારતની આયાતો પર ૨૫ ટકા ટેરિફ લાદતાં મોડી સાંજે ગિફ્ટ નિફટીમાં ૧૫૦ પોઈન્ટનું ગાબડું

ટ્રમ્પે સાંજે ભારત પર ૧લી, ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાદવાનું અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવા બદલ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે પેનલ્ટી ફટકારવાનું જાહેર કરતાં આજે મોડી સાંજે ગિફ્ટ નિફટી ઈન્ડેક્સમાં ૧૫૦ પોઈન્ટ જેટલો ઘટાડો બતાવાતો હતો.

Tags :