સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374
- નિફટી સ્પોટ ૩૪ પોઈન્ટ ઘટીને ૨૪૭૧૬ : સ્મોલ, મિડ કેપ, રિયાલ્ટી, એફએમસીજી શેરોમાં ફંડોની ખરીદી
- યુક્રેન-રશીયા વચ્ચે યુદ્વ વકરવાના ટેન્શને વૈશ્વિક બજારોમાં સાવચેતી : FPIs/FIIની રૂ.૨૫૮૯ કરોડની વેચવાલી
મુંબઈ : યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનાથી સ્ટીલની આયાત પર ૫૦ ટકા ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્વ વકરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં આરંભમાં મોટો કડાકો બોલાયો હતો. ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટી શેરો ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીઅલ ટેકનોલોજી સહિતમાં વેચવાલી તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, ઓટો શેરોમાં ટાટા સ્ટીલ અને બેંકિંગ શેરો એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. જેથી સેન્સેક્સ એક તબક્કે ૭૯૬.૭૫ પોઈન્ટના કડાકે નીચામાં ૮૦૬૫૪.૨૬ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળે ફંડોની એફએમસીજી શેરો હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તેજી થતાં અને અદાણી પોર્ટસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં આકર્ષણે ઘટાડો પચાવી ૮૧૪૭૪.૨૬ સુધી આવીને અંતે ૭૭.૨૬ પોઈન્ટ ઘટીને ૮૧૩૭૩.૭૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે નીચામાં ૨૪૫૨૬.૧૫ સુધી આવ્યા બાદ ઉપરમાં ૨૪૭૫૪.૪૦ સુધી જઈ અંતે ૩૪.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૧૬.૬૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડો હળવા થયા : ન્યુક્લિયસ, એમ્ફેસીસ, જેનેસિસ, નેટવેબ, પર્સિસ્ટન્ટ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો હળવા થતાં નરમાઈ જોવાઈ હતી. ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૪૨.૮૫ ઘટીને રૂ.૧૨૪૦.૨૦, એમ્ફેસીસ રૂ.૬૬.૯૫ ઘટીને રૂ.૨૪૯૨.૬૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૭૨૬.૮૦, નેટવેબ રૂ.૪૩ ઘટીને રૂ.૧૯૫૪.૭૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૮.૧૫ ઘટીને રૂ.૫૫૧૮.૧૫, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૧૫૪૭.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૯.૫૫ ઘટીને રૂ.૮૨૫.૨૦, ઈન્ફોસીસ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૧૫૫૪.૨૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૨.૯૫ ઘટીને રૂ.૮૩૯૪.૪૫, માસ્ટેક રૂ.૩૮ ઘટીને રૂ.૨૨૮૮.૩૫, વિપ્રો રૂ.૨ ઘટીને રૂ.૨૪૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૧.૬૨ પોઈન્ટ ઘટીને ૩૬૬૮૧.૯૧ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : એડીએફ ફૂડ્સ, વાડીલાલ, હેરીટેજ ફૂડ્સ, નેસ્લે ઈન્ડિયા વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોએ આરંભથી જ ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૩૧.૦૩ પોઈન્ટ વધીને ૨૦૪૩૯.૧૯ બંધ રહ્યો હતો. એડીએફ ફૂડ્સ રૂ.૨૩.૮૫ વધીને રૂ.૨૫૯.૮૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦૫.૯૫ વધીને રૂ.૫૫૩૭.૧૦, હેરીટેજ ફૂડ્સ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૪૧૯.૭૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૩૪.૧૦ વધીને રૂ.૧૨૬૫.૬૦, અવધ સુગર રૂ.૧૨.૧૦ વધીને રૂ.૫૪૪.૨૫, કેઆરબીએલ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૬૦.૫૫, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯.૪૫ વધીને રૂ.૫૬૦૯.૫૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૩.૬૦ વધીને રૂ.૨૩૭૨.૯૫, આઈટીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૪૧૯.૩૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૧.૪૫ વધીને રૂ.૨૪૦૮.૨૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો વેચવાલ : જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા ઘટયા
ચાઈના-હોંગકોંગના નબળા સમાચાર અને અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વ વકરવા લાગતાં નેગેટીવ અસરે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ લેણ હળવું કર્યું હતું. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૯૭૯, ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૫૯.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૩૫ ઘટીને રૂ.૪૫૨.૯૦, વેદાન્તા રૂ.૩.૩૦ ઘટીને રૂ.૪૩૨.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૮.૩૩ પોઈન્ટ ઘટીને ૩૦૫૮૨.૦૩ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં સિલેક્ટિવ તેજી : બ્રિગેડ રૂ.૮૧ વધી રૂ.૧૧૭૮ : પ્રેસ્ટિજ રૂ.૭૩, ફિનિક્સ રૂ.૪૭ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૫.૨૭ પોઈન્ટ વધીને ૭૫૩૪.૭૦ બંધ રહ્યો હતો. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૧.૩૦ વધીને રૂ.૧૧૭૭.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૩.૪૫ વધીને રૂ.૧૫૪૧.૦૫, અનંતરાજ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૫૭૯.૮૦, ફિનિક્સ રૂ.૪૭.૫૫ વધીને રૂ.૧૫૮૭.૨૫, ડીએલએફ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૮૧૦.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૪.૯૫ વધીને રૂ.૨૨૮૦.૯૦, શોભા ડેવલપર્સ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૧૪૫૧.૨૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : વોલ્ટાસ, ટાઈટન કંપની, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે વેચવાલી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૩૪.૪૨ પોઈન્ટ ઘટીને ૫૭૭૧૨.૨૪ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૧૨૪૫.૭૦, ટાઈટન કંપની રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૩૫૨૫.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૧૫૧૫.૫૫, કલ્યાણ જવેલર્સ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૫૫૬.૭૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૯.૩૦ ઘટીને રૂ.૧૪,૬૧૨.૧૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં તેજી : એસ્ટ્રાઝેનેકા રૂ.૧૩૫૦ ઉછળી રૂ.૯૩૧૫ : સન ફાર્મા એડવાન્સ, આરતી ડ્રગ્ઝમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એસ્ટ્રાઝેનેકા રૂ.૧૩૫૦.૪૫ વધીને રૂ.૯૩૧૫.૬૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૮.૪૫, આરતી ડ્રગ્ઝ રૂ.૨૩.૪૦ વધીને રૂ.૪૬૮.૩૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૧.૫૦ વધીને રૂ.૬૬૨.૩૦, કોન્કોર્ડ બાયો રૂ.૭૫.૯૦ વધીને રૂ.૧૮૨૨.૪૫, સનોફી રૂ.૧૮૩.૩૦ વધીને રૂ.૫૪૫૧.૧૫, ઈન્ડોકો રૂ.૮.૬૦ વધીને રૂ.૨૫૮.૯૦, કોપરાન રૂ.૫.૧૦ વધીને રૂ.૧૮૭.૮૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં હીરો, ટાટા મોટર્સ ઘટયા : મહિન્દ્રા મહિન્દ્રા, ભારત ફોર્જ, એમઆરએફ, ઉનો મિન્ડા વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે કેટલાક શેરોમાં વેચવાલી સામે પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૭ વધીને રૂ.૩૦૨૫.૪૫, ભારત ફોર્જ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૧૨૫૭.૮૦, એમઆરએફ રૂ.૧૮૩૮.૮૦ વધીને રૂ.૧,૪૦,૬૬૮, ઉનો મિન્ડા રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૦૧૭.૪૫, આઈશર મોટર્સ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૫૩૫૬.૬૦ રહ્યા હતા. હીરો મોટોકોર્પ રૂ.૭૩.૪૫ ઘટીને રૂ.૪૨૩૧.૩૫, ટાટા મોટર્સ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૭૧૧.૪૦, બજાજ ઓટો રૂ.૯૬.૮૦ ઘટીને રૂ.૮૫૧૧.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે લોકલ ફંડોનું વેલ્યુબાઈંગ : ૨૦૬૪ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓએ ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૪ અને ઘટનારની સંખ્યા ૨૦૫૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૧૯ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૩૧ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની રૂ.૨૫૮૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૫૩૧૪ કરોડની ચોખ્ખી ખરીદી
ખરાબ બજારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૫૮૯.૪૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૮૩૮.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૨૮.૦૪ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૩૧૩.૭૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૪૭૦.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૫૬.૩૦કરોડની વેચવાલી કરી હતી.