રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138

- નિફટી 144 પોઈન્ટ તૂટીને 26032 : સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : FPIs/FIIની રૂ.3642 કરોડની વેચવાલી
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગ શરૂ થતાં પૂર્વે ભારતના આર્થિક વૃદ્વિના ત્રિમાસિક ૮.૨ ટકા વૃદ્વિના આંકને કારણે બેંકરોનો અમુક વર્ગ આ વખતે વ્યાજ દરમાં ઘટાડો નહીં થવાનું અનુમાન મૂકી રહ્યા હોઈ આજે ફંડો, મહારથીઓએ બેંકિંગ શેરો પાછળ સતત ત્રીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને નેગેટીવ ઝોનમાં બંધ મૂક્યું હતું. જીડીપી આંક સાથે અમેરિકી ડોલર અને અન્ય વિદેશી ચલણો સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘસાઈ રહ્યું હોવા સાથે સેબી હવે ઓડીઆઈ રોકાણકારોનું એનએસડીએલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ગુપ્તતાનો અંત લાવવા હલચલ કરી રહ્યાના અહેવાલોએ એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલી રહી હતી. આજે બેંકિંગ-ફાઈનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ નીચામાં ૮૫૦૫૩ સુધી પટકાઈ અંતે ૫૦૩.૬૩ પોઈન્ટ ઘટીને ૮૫૧૩૮.૨૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૪૩.૫૫ પોઈન્ટ ગબડીને ૨૬૦૩૨.૨૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૪૯૮ પોઈન્ટ ગબડયો : એક્સિસ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ સાવચેતીમાં મોટું સેલિંગ કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર આ વખતે યથાવત રહેવાના અમુક વર્ગના અનુમાને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સાવચેતીમાં વેચવાલી રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૯૮.૫૬ પોઈન્ટ તૂટીને ૬૬૩૬૯.૦૫ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૧૬.૪૦ ઘટીને રૂ.૧૨૫૯.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૫૫ ઘટીને રૂ.૯૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૨૫ ઘટીને રૂ.૧૩૭૨.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૪૦ ઘટીને રૂ.૯૬૭.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૧૪૦.૩૦ રહ્યા હતા.
બજાજ હાઉસીંગ ફાઈ.માં બે ટકા હોલ્ડિંગ વેચાતા શેર ૭ ટકા તૂટયો : ટુરિઝમ ફાઈ., સિટી યુનિયન બેંક ઘટયા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પણ વેચવાલી રહી હતી. બજાજ હાઉસીંગ ફાઈનાન્સમાં બજાજ ફાઈનાન્સે બે ટકા હોલ્ડિંગ વેચતાં શેર રૂ.૭.૫૦ એટલે કે ૭.૧૮ ટકા ઘટીને રૂ.૯૭ રહ્યો હતો. ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૨.૬૫ ઘટીને રૂ.૬૬.૪૩, સિટી યુનિયન બેંક રૂ.૧૦ ઘટીને રૂ.૨૭૩.૧૦, એડલવેઈઝ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૧૦.૮૫, ઈન્ડિયન બેંક રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૮૫૯.૯૦, ગો ડિજિટ રૂ.૧૦ ઘટીને રૂ.૩૪૫, પૈસાલો રૂ.૧.૦૩ ઘટીને રૂ.૩૭.૬૫, નોર્થન આર્ક રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૫૯.૧૦, નુવામા રૂ.૧૮૫.૭૫ ઘટીને રૂ.૭૨૬૩.૬૫, બજાજ હોલ્ડિંગ રૂ.૨૭૪.૪૦ ઘટીને રૂ.૧૧,૦૪૮.૨૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૭૭.૯૫ ઘટીને રૂ.૩૬૩૯.૦૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦ ઘટીને રૂ.૧૫૪૬ : અદાણી ટોટલ ગેસ, ઓએનજીસીમાં ફંડો હળવા થયા
અમેરિકી ડોલર સામે રૂપિયાના ઐતિહાસિક ધોવાણના કારણે ભારતની ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવાના નેગેટીવ પરિબળે ઓઈલ-ગેસ કંપનીઓના શેરોમાં વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૫૦ ઘટીને રૂ.૧૫૪૬.૪૦, અદાણી ટોટલ ગેસ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૬૦૧.૮૦, ઓએનજીસી રૂ.૧.૫૦ ઘટીને રૂ.૨૪૩.૪૦, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧૬૨.૩૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ભેલ, ટીટાગ્રહ, સીજી પાવર, કોચીન શિપ, એસ્ટ્રલ, બીઈએલ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ભેલ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૨૮૫.૫૫, ટીટાગ્રહ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૮૦૮.૪૦, સીજી પાવર રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૬૫૯.૪૦, કોચીન શિપ રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૧૬૪૦.૬૫, એસ્ટ્રલ રૂ.૧૬.૧૦ ઘટીને રૂ.૧૪૨૨.૧૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૪૧૨.૯૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૮.૪૫ ઘટીને રૂ.૮૮૯૬.૯૫, પોલીકેબ રૂ.૬૦.૪૫ ઘટીને રૂ.૭૩૪૧.૧૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૫.૬૦ ઘટીને રૂ.૪૫૦૬.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૫૬.૭૮ પોઈન્ટ ઘટીને ૬૧૭૯૮.૫૫ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં તેજીને બ્રેક : સેઈલ, જિન્દાલ સ્ટીલ, અદાણી એન્ટર., લોઈડ્સ મેટલ, હિન્દુસ્તાન ઝિંક ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી આજે ફંડો હળવા થયા હતા. સેઈલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૩૨.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૦૩૦.૦૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૩.૦૫ ઘટીને રૂ.૨૨૩૯.૫૦, લોઈડ્સ મેટલ રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૧૨૧૦.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૧૦ ઘટીને રૂ.૪૯૫.૫૫, હિન્દાલ્કો રૂ.૪.૪૦ ઘટીને રૂ.૮૦૬.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૭.૭૧ પોઈન્ટ ઘટીને ૩૪૧૭૪.૩૬ બંધ રહ્યો હતો.
સેઈન્સિસ ટેક રૂ.૪૬ તૂટી રૂ.૮૭૮ : મેક્લિઓડ, એએસએમ, એક્સપ્લિઓ, લેટેન્ટ વ્યુ, જેનેસીસ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની વ્યાપક વેચવાલી રહી હતી. સેઈન્સિસ ટેકનોલોજી રૂ.૪૬.૨૦ તૂટીને રૂ.૮૭૮.૪૫, મેક્લિઓડ રૂ.૧.૩૪ ઘટીને રૂ.૨૫.૬૪, એએસએમ ટેકનોલોજી રૂ.૧૪૬.૫૦ ઘટીને રૂ.૩૪૧૯.૮૦, એક્સપ્લિઓ રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૧૦૪૬.૮૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૪૬૯.૨૦, બીએલએસઈ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૧૮.૧૫, એડીએસએલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૬૬.૩૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૪૧૭.૩૦, સોનાટા સોફ્ટવેર રૂ.૮.૫૫ ઘટીને રૂ.૩૫૦.૦૫, યુનિઈકોમ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૨૫.૮૫, એફલે રૂ.૩૫.૨૦ ઘટીને રૂ.૧૬૫૯.૧૫, ક્વિક હિલ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૩૦૧.૮૦, નેલ્કો રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૮૩૨, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૭૩૪.૨૦ રહ્યા હતા.
સસ્તા સુંદર રૂ.૨૧ તૂટીને રૂ.૩૦૬ : સિગાચી, થાયરોકેર, વેનબરી, એમ્ક્યોર, અગ્રવાલ આય ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી વધતી જોવાઈ હતી. સસ્તા સુંદર રૂ.૨૧.૪૦ ઘટીને રૂ.૩૦૬.૮૫, સિગાચી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૩૫.૧૨, થાયરોકેર રૂ.૨૧.૮૫ ઘટીને રૂ.૪૬૩.૮૦, વેનબરી રૂ.૭.૫૫ ઘટીને રૂ.૨૪૮.૭૫, એમ્ક્યોર રૂ.૩૯.૮૫ ઘટીને રૂ.૧૩૯૧.૭૫, અગ્રવાલ આય રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૫૧૯.૧૦, યુનિકેમ લેબ. રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૪૫૨.૧૦, સિક્વેન્ટ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૧૬.૧૫, અબોટ ઈન્ડિયા રૂ.૫૮૪.૩૫ ઘટીને રૂ.૨૦,૨૩૪.૪૫, મેદાન્તા રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૧૨૨૨.૫૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી મોટાપાયે હેમરિંગ : માર્કેટબ્રેડથ ખરાબ : ૨૬૭૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે કડાકો બોલાઈ ગયા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓએ મોટાપાયે હેમરિંગ કરતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૮૨ અને ઘટનારની સંખ્યા ૨૬૭૭ રહી હતી.
FPIs/FIIની રૂ.૩૬૪૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૬૪૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૩૬૪૨.૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૨૩૪.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૮૭૬.૩૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૬૪૫.૯૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૧૯૪.૭૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૫૪૮.૮૩કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૪૬ લાખ કરોડ
શેરોમાં આજે મોટાપાયે વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૪૬ લાખ કરોડ રહી ગયું હતું.

