બજેટથી શેર બજાર નાખુશ, સેન્સેક્સ 900થી વધારે પોઈન્ટ ઘટ્યો
નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2020, શનિવાર
સામાન્ય બજેટથી શેર બજાર ખુશ નથી, બજેટમા સરકારે ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ(DDT)ને ખતમ કરી અને ઈન્કમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યાં. તેમ છતાં બજારમાં જોશ જોવા નથી મળી રહ્યો. બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ 900 પોઈન્ટથી વધારે ગગડ્યો. બપોરે 3.05 વાગ્યે સેન્સેક્સ 845 પોઈન્ટના ઘટાડા સાથે 40 હજારની નીચે 39,878 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 254 પોઈન્ટના ઘટાડા સાથે 12 હજારની નીચે 11,708 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
બપોરે 1.45 વાગ્યા આસપાસ BSEના મુખ્ય ઈન્ડેક્સ 717.04 પોઈન્ટ ઘટીને 40,006.45ના સ્તરે જોવા મળ્યો. આજે શેર બજારના કારોબારની શરૂઆત મિશ્ર વલણ સાથે થઈ હતી. સેન્સેક્સ વધારા સાથે નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેમાં ઘટાડો વધવા લાગ્યો હતો.