Business

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
શેરબજાર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા બાદ આજે સુધર્યા છે. સેન્સેક્સ આજે 824.5 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પાંચ દિવસ (12 જૂન) બાદ ફરી પાછો 25000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધતા આજે રોકાણકારોની મૂડી રૂ. 3.59 લાખ કરોડ વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000

Stock Market Today: શેરબજાર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા બાદ આજે સુધર્યા છે. સેન્સેક્સ આજે 824.5 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પાંચ દિવસ (12 જૂન) બાદ ફરી પાછો 25000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધતા આજે રોકાણકારોની મૂડી રૂ. 3.59 લાખ કરોડ વધી છે. 

સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ

સેન્સેક્સ 11.00 વાગ્યે 677 પોઈન્ટ ઉછળે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 212.55 પોઈન્ટ ઉછળી 25008.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 26 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 4 સ્ક્રિપ્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.66 ટકા, ભારતી એરટલે 2.49 ટકા, પાવર ગ્રીડ 1.92 ટકા, રિલાયન્સ 1.55 ટકા, એસબીઆઈ 1.31 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદીના કારણે બેન્ક નિફ્ટી 468.50 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો છે.

બેન્કિંગ, પાવર-મેટલ શેર્સમાં તેજી

જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે વિદેશી રોકાણકારોએ ગઈકાલે 935 કરોડની ખરીદી વધી હતી. બેન્કિંગ, પાવર-મેટલ શેર્સમાં વોલ્યૂમ વધ્યા છે. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈના શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે.

શેરબજારમાં ઉછાળા પાછળના કારણો

  • છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કડાકા બાદ નીચા મથાળે ખરીદીની અસર
  • જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ
  • વિદેશી રોકાણકારોનું કમબેક
  • ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર, બ્રેન્ટ ક્રૂડ 2 ટકા સુધી તૂટ્યું