Get The App

સેન્સેક્સે 41000ની સપાટી ગુમાવી : 188 પોઈન્ટ ઘટીને 40967

- નિફટી સ્પોટ ૬૩ પોઈન્ટ તૂટીને ૧૨,૦૫૬ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેચવાલી : FPIs/FIIની કેશમાં રૂ.૧૩૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૭૧૧ કરોડની ચોખ્ખી ખરીદી

- ચાઈનાના કોરોના વાઈરસની ઝપટમાં ચાઈનામાં કરોડો લોકો આવી ગયાના અહેવાલે વૈશ્વિક કડાકો

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સે 41000ની સપાટી ગુમાવી : 188 પોઈન્ટ ઘટીને 40967 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર

ચાઈનામાં કોરોના વાઈરસે ૧૦૦થી વધુને ચાઈનામાં મોતને ઘાટ ઉતાર્યા સાથે ચાઈનાના અહેવાલ મુજબ હજારો લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત હોવાના આંકડા સાથે એક બ્રિટિશ અહેવાલમાં આ વાઈરસની ઝપટમાં ચાઈનામાં એક કરોડથી વધુ લોકો આવી ગયાના આંકડા આવતાં અને આ વાઈરસથી અમેરિકા, કેનેડે, જાપાન સહિતના દેશોમાં લોકો અસરગ્રસ્ત બન્યાના અહેવાલે વૈશ્વિક શેર બજારોમાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું. વૈશ્વિક બજારોના કડાકા સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે  ફોરેન ફંડો, મહારથીઓ, ખેલંદાઓ સાવચેતીમાં સતત તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા હતા. વૈશ્વિક અર્થતંત્ર પર ટૂંકાગાળા માટે ચાઈનાના આ કોરોના વાઈરસની ગંભીર નેગેટીવ અસર થવાના એક અંદાજને લઈ ભારતમાં ચાલુ સપ્તાહના અંતે ૧,ફેબુ્રઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં વિવિધ વેપાર-ઉદ્યોગો માટે પ્રોત્સાહનો રજૂ થવાની અપેક્ષાની પોઝિટીવ અસર ઓસરવા લાગી હતી. ચાઈનાએ તેના કોરોના વાઈરસના ઉપદ્રવને અંકુશમાં લેવા યુદ્વના ધોરણે પગલાં લેવા છતાં આ ઉપદ્રવ અંકુશમાં નહીં આવતાં વધુ પગલાંના ભાગરૂપ ચાઈના અને હોંગકોંગ વચ્ચે  મુસાફરી પર પ્રતિબંધ મૂક્યાના અહેવા અને અમેરિકા, કેનેડા સહિતના દેશોએ પણ તેમના નાગરિકોને ચાઈના નહીં જવાની સલાહ જારી કરતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસરના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ સતત ઘટતાં રહીને આજે બ્રેન્ટ ક્રુડ ૫૯ ડોલરની અંદર ૫૮.૯૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૩.૦૭ ડોલર નજીક રહ્યા હતા. ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, બેંકિંગ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૪૧૦૦૦ની સપાટી ગુમાવી ૧૮૮.૨૬ પોઈન્ટ ઘટીને ૪૦,૯૬૬.૮૬ અને નિફટી સ્પોટ ૬૩.૨૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૫૫.૮૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ૪૧૦૦૦ની સપાટી ગુમાવી : ૪૧૩૩૩ થઈ નીચામાં ૪૦૮૬૯ સુધી આવી અંતે ૧૮૮ પોઈન્ટ ઘટીને ૪૦૯૬૭

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતી સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૫૫.૧૨ સામે ૪૧,૨૯૯.૬૮ મથાળે ખુલીને આરંભમાં ફરી સાવચેતી બતાવ્યા બાદ વધીને ૪૧૩૩૩.૨૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ સુધારો ક્ષણિક નીવડી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં ચાઈના પાછળ સતત વેચવાલીએ ટાટા સ્ટીલ સહિતમાં ઓફલોડિંગે અને એફએમસીજી શેરોમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં વેચવાલીએ અને ઓટોમોબાઈલશેરોમાં મારૂતી સુઝુકીના અપેક્ષાથી સાધારણ પરિણામે પ્રોફિટ બુકિંગ થતાં અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટોમાં નરમાઈએ અને ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટસ, ટાઈટન સહિતમાં ઓફલોડિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક સહિતમાં નરમાઈએ ઘટીને ૪૧૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૪૦૮૬૯.૭૫ સુધી આવી અંતે ૧૮૮.૨૬ પોઈન્ટ ઘટીને ૪૦,૯૬૬.૮૬ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ઉપરમાં ૧૨૧૬૩ થઈ ૧૨,૦૨૪ સુધી ગબડી અંતે ૬૩ પોઈન્ટ ઘટીને ૧૨,૦૫૬

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૧૧૯ સામે ૧૨,૧૪૮.૧૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં લેવાલી અને બીપીસીએલ, સન ફાર્મા, ટીસીએસ, આઈઓસી, ટેક મહિન્દ્રા, બ્રિટાનીયા, હીરો મોટોકોર્પમાં આકર્ષણે વધીને ૧૨,૧૬૩.૫૫ સુધી પહોંચ્યો હતો. જે મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં ઓફલોડિંગે અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં વેચવાલીએ અનેરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઝી, અદાણી પોર્ટસ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, ઈન્ફ્રાટેલ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૨,૦૨૪.૫૦ સુધી આવી અંતે ૬૩.૨૦ પોઈન્ટ ઘટીને ૧૨,૦૫૫.૮૦ બંધ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૩૦,૮૭૯ થી ઘટીને ૩૦,૮૦૧ : નિફટી ફયુચર ૧૨,૧૨૫ થી ઘટીને ૧૨,૦૭૫

નિફટી ૧૨,૦૦૦નો પુટ ૪,૪૯,૯૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦,૫૭૮.૫૯ કરોડના કામકાજે ૨૩.૨૫ સામે ૧૮.૬૫ મથાળે ખુલીને નીચામાં ૧૨.૫૫ થઈ વધીને ૩૯.૬૫ સુધી પહોંચી અંતે ૨૫ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૭૬,૪૧૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૯૦૦.૮૫ કરોડના કામકાજે ૩૦,૮૭૯.૦૫ સામે ૩૦,૯૨૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૦૭૦ સુધી જઈ ઘટીને ૩૦,૬૭૫.૧૫ સુધી આવી અંતે ૩૦,૮૦૧ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૩૨,૮૫૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૦૬૩.૨૯ કરોડના કામકાજે ૧૨,૧૨૫.૭૦ સામે ૧૨,૧૨૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૬૨.૪૫ થઈ ઘટીને ૧૨,૦૩૮ સુધી આવી અંતે ૧૨,૦૭૫ રહ્યો હતો. 

ઓટો શેરોમાં ધોવાણ : મારૂતી સાધારણ પરિણામે રૂ.૧૪૭ ઘટીને રૂ.૬૯૯૬ : ટાટા મોટર્સ, કયુમિન્સ, અમરરાજા ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે સતત વ્યાપક વેચવાલી રહી હતી. મારૂતી સુઝુકી દ્વારા આજે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી સાધારણ રહી ચોખ્ખા નફામાં માત્ર પાંચ ટકાની વૃદ્વિ હાંસલ કરતાં શેરમાં વેચવાલીએ રૂ.૧૪૬.૮૦ ઘટીને રૂ.૬૯૯૬.૯૫ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૭૬.૧૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૫૮૮.૭૦, અમરરાજા બેટરીઝ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૭૯૦.૫૫, બોશ રૂ.૧૯૨.૬૦ ઘટીને રૂ.૧૪,૬૯૪.૦૫, મધરસન સુમી રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૩૮.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫.૬૫ ઘટીને રૂ.૫૭૨.૬૫, બજાજ ઓટો રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૩૦૬૧.૩૫, ટીવીએસ મોટર રૂ.૨.૮૦ ઘટીને રૂ.૪૬૧.૭૦, એમઆરએફ રૂ.૪૧૩.૩૫ ઘટીને રૂ.૬૯,૮૩૩.૫૫ રહ્યા હતા. 

ચાઈના કોરોના વાઈરસની અસરે મેટલ-માઇનીંગ શેરોમાં ધોવાણ : વેદાન્તા, સેઈલ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઘટયા 

ચાઈનાના કોરોના વાઈરસે ૧૦૦થી વધુ લોકોનો ભોગ લેતાં અને આ વાઈરસની અસરમાં કરોડો લોકો આવી ગયાના અહેવાલે વૈશ્વિક વેપાર પર માઠી અસરના અંદાજોએ મેટલ-માઈનીંગ શેરોમાં સતત ધોવાણ થયું હતું. વેદાન્તા રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૪૨.૧૫, સેઈલ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૪૭.૦૫, ટાટા સ્ટીલ રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૪૪૬.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૫૫.૪૦, કોલ ઈન્ડિયા રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૮૯.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૭૫.૪૦, નાલ્કો રૂ.૪૪.૯૫, હિન્દાલ્કો રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૯૬, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૩૦ ઘટીને રૂ.૧૯૮.૮૦ રહ્યા હતા. 

સી ફૂડ-એફએમસીજી શેરોમાં સતત ગાબડાં : એપેક્સ, વોટરબેઝ, ગોડફ્રે ફિલિપ, દ્વારકેશ સુગર, બલરામપુર, કોસ્ટકોર્પ ઘટયા

ચાઈનામાં કોરોના વાઈરસ સી ફૂડ-વાઈલ્ડ લાઈફ એનીમલના કારણે ફેલાયો હોવાના કેટલાક અહેવાલો વચ્ચે આજે સી ફૂડ કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા હતા.આ સાથે અન્ય એફએમસીજી શેરોમાં પણ ધોવાણ ચાલુ રહ્યું હતું. એપેક્સ રૂ.૨૭.૫૦ તૂટીને રૂ.૩૬૧.૭૦, વોટરબેઝ રૂ.૭.૨૦ ઘટીને રૂ.૧૩૯.૭૦, ગોડફ્રે ફિલિપ કેકે મોદી ગુ્રપની કંપની વેચાઉ હોવાના લલિત મોદીના નિવેદન વચ્ચે શેર રૂ.૬૬ ઘટીને રૂ.૧૩૭૨.૭૫, દ્વારકેશ સુગર રૂ.૧.૬૦ ઘટીને રૂ.૩૬.૩૦, કોસ્ટકોર્પ રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૨૮૧.૩૫, ટાટા કોફી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૯૯.૧૦, ઉત્તમ સુગર રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૧૧.૭૦, અવધ સુગર રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૯૬.૦૫, ગોદરેજ એગ્રો રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૫૭૨.૫૦, અવન્તી રૂ.૧૯.૨૫ ઘટીને રૂ.૬૬૯.૧૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૧૭૩.૩૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૫૭.૨૫ ઘટીને રૂ.૧૫,૪૧૩.૫૫, ધામપુર સુગર રૂ.૨.૪૫ ઘટીને રૂ.૨૦૭.૪૫, ઈઆઈડી પેરી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૨૪.૮૫, આઈટીસી રૂ.૩.૯૦ ઘટીને રૂ.૨૩૦.૭૫, વેન્કીઝ રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૧૭૧૬ રહ્યા હતા. 

કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડિંગ : લક્ષ્મી મશીન રૂ.૨૫૧ ઘટીને રૂ.૩૩૬૩ : સિમેન્સ, થર્મેક્સ, ભારત ફોર્જ, બીઈએલ ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સતત ફંડોની વેચવાલી રહી હતી. લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૫૧.૪૦ ઘટીને રૂ.૩૩૬૩.૧૦, સિમે ન્સ રૂ.૫૧.૯૦ ઘટીને રૂ.૧૫૦૬.૫૦, થર્મેક્સ રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૧૦૬૭.૬૦, ભારત ફોર્જ રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૪૯૯.૩૦, બીઈએલ રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૦૦.૧૦, ભેલ રૂ.૪૩.૩૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૨૮.૯૫ ઘટીને રૂ.૨૧૭૪.૮૫, એચઈજી રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૦૭૯.૫૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૩૪૭, અદાણી ટ્રાન્સમિશન રૂ.૬.૨૫ ઘટીને રૂ.૩૨૩.૮૫, સીઈએસસી રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૭૩૩  રહ્યા હતા.

રાકેશ જુનજુનવાલા સામે ઈન્સાઈડર ટ્રેડીંગ તપાસે એપટેક લિ. ૭ ટકા ઘટયો : ટાઈટન પણ ઘટયો

બહુચર્ચિત અબજોપતિ ઈન્વેસ્ટર રાકેશ જુનજુનવાલા સામે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ(સેબી)  શેરોના ઈન્સાઈડર ટ્રેડીંગ કેસમાં તપાસ શરૂ કરી છે. જુનજુનવાલા સામે એપટેક લિમિટેડના શેરોમાં ઈન્સાઈડર ટ્રેડીંગ કર્યાનો આરોપ વચ્ચે આજે એપટેક લિમેટેડનો શેર ૬.૬૬ ટકા ઘટીને રૂ.૧૬૧.૮૫ રહ્યો હતો. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ટાઈટન રૂ.૧૯.૫૦ ઘટીને રૂ.૧૧૯૪.૭૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૂ.૨.૬૫ ઘટીને રૂ.૨૫૮.૭૦, વ્હર્લપુલ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૨૪૩૭.૩૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત ધોવાણ : ૧૫૭૦ શેરો  નેગેટીવ બંધ : ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની તેજીની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં નરમાઈ સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની શેરોમાં પણ સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૬  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૬૪ અને ઘટનારની સંખ્યા ૧૫૭૦ રહી હતી. ૨૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIનીરૂ.૧૩૫૭ કરોડની કેશમાં ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૭૧૧ કરોડની ચોખ્ખી ખરીદી 

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૩૫૭.૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૮૭૧.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૨૨૯.૪૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૧૧.૭૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૮૫૭.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧૪૫.૯૪ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :