Get The App

સેન્સેક્સ 350 પોઈન્ટની છલાંગે 41566 : સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં

- નિફટી સ્પોટ ૯૩ પોઈન્ટ વધીને ૧૨૨૦૧ : એફએમસીજી શેરોમાં ફંડોની તોફાની તેજી : કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નરમાઈ : FPIs/FIIની કેશમાં રૂ.૪૮ કરોડ, DIIની કેશમાં રૂ.૩૩૯ કરોડની ખરીદી

- ક્રુડ ઓઈલ ફરી વધીને બ્રેન્ટ ૫૫ ડોલરની સપાટી કુદાવી

Updated: Feb 12th, 2020

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 350 પોઈન્ટની છલાંગે 41566 :  સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 12 ફેબુ્રઆરી 2020, બુધવાર

વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે તેજી આગળ વધી હતી. ચાઈનામાં કોરોના વાઈરસના કારણે ૧૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા સાથે ૪૪૦૦૦થી વધુ લોકો આ વાઈરસના ભરડામાં વિશ્વભરમાં સપડાયાના આંકડા છતાં ચાઈના આ ભયમાંથી બહાર આવવાના પ્રયાસો વચ્ચે ફરી લોકો રૂટીનમાં આવવા લાગ્યાના અહેવાલો અને અમેરિકી, યુરોપના બજારોમાં પણ રિકવરી સાથે એશીયાના બજારોમાં મજબૂતીની પોઝિટીવ અસર જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને બ્રેન્ટ ૧.૨૦ ડોલર વધીને ૫૫.૨૧ ડોલર નજીક રહ્યા હતા. સ્થાનિકમાં ફોરેન ફંડોનું ઈન્ડેક્સ બેઝડ શેરોમાં શોર્ટ કવરિંગ વધ્યા સાથે ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ રહેતાં સેન્સેક્સ, નિફટીમાં તેજીની ચાલ આગળ વધી હતી. અલબત કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક પરિણામોના અંતિમ દોરમાં અનેક સ્મોલ, મિડ કેપ, ફ્રન્ટલાઈન કંપનીઓના પરિણામો નબળા જાહેર થતાં આજે ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. ડિસેમ્બર ૨૦૧૯ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના અને જાન્યુઆરી ૨૦૨૦ મહિનાના ફુગાવાના આંકડા આજે ૧૨,ફેબુ્રઆરી ૨૦૨૦ના સાંજે જાહેર થતાં પૂર્વે ફંડોની એફએમસીજી, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો, આઈટી શેરોમાં તેજીએ સેન્સેક્સ ૩૪૯.૭૬ પોઈન્ટ વધીને ૪૧,૫૬૫.૯૦ અને નિફટી સ્પોટ ૯૩.૩૦ પોઈન્ટ વધીને ૧૨,૨૦૧.૨૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ફરી ૪૧૫૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૪૧,૬૭૨ સુધી જઈ અંતે ૩૫૦ પોઈન્ટ વધીને ૪૧,૫૬૬

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧,૨૧૬.૧૪ સામે ૪૧,૩૩૦.૮૫ મથાળે ખુલીને આરંભથી જ ફંડોની એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં મોટી લેવાલી થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક લેવાલીએ અને ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ સહિતમાં આકર્ષણે અને લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, એશીયન પેઈન્ટસ, ભારતી એરટેલ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૪૧,૬૭૧.૮૬ સુધી પહોંચ્યો હતો. જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, એનટીપીસીમાં પ્રોફિટ બુકિંગે અંતે ૩૪૯.૭૬ પોઈન્ટ વધીને ૪૧,૫૬૫.૯૦ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૨૨૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૨,૨૩૨ સુધી જઈ અંતે ૯૩ પોઈન્ટ વધીને ૧૨,૨૦૧

એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્સ આગલા બંધ ૧૨,૧૦૭.૯૦ સામે ૧૨,૧૫૧ મથાળે ખુલીને આરંભથી જ એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તોફાની તેજી અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક સહિતમાં લેવાલીએ અને  ઓટો શેરોમાં આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આકર્ષણે અને આઈટી શેરોમાં વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસમાં લેવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો,  ગેઈલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણે વધીને ૧૨,૨૩૧,૭૫ સુધી પહોંચી અંતે ૯૩.૩૦ પોઈન્ટ વધીને ૧૨,૨૦૧.૨૦ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૨,૨૦૦નો કોલ ૧૪.૪૦ થી વધીને ૩૮ : નિફટી ૧૨,૨૦૦નો પુટ ૧૦૫.૧૫ થી ઘટીને ૨૫.૧૫

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની શોર્ટ કવરિંગ સાથે આક્રમક તેજી રહી હતી. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૬,૭૨,૩૮૨ કોન્ટ્રેકટસમાં રૂ.૬૧,૭૦૬.૪૧ કરોડના કામકાજે ૧૪.૪૦ સામે ૧૮.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૬.૯૦ થઈ વધીને ૫૧.૯૦ સુધી પહોંચી અંતે ૩૮ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૫,૫૭,૩૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૫૧,૧૩૩.૭૮ કરોડના કામકાજે ૧૦૫.૧૫ સામે ૭૬.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૧.૫૫ થઈ ઘટીને ૧૭.૫૦ સુધી આવી અંતે ૨૫.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૪,૭૨,૫૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૨,૯૧૦.૩ ૩ કરોડના કામકાજે ૪૦.૫૫ સામે ૯.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧.૪૫ થઈ ઘટીને ૩.૨૦ સુધી આવી અંતે ૪.૭૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૫૦નો કોલ ૪,૭૦,૮૪૬ કોન્ટ્રેકટસમાં રૂ.૪૩,૩૧૫.૭૬ કરોડના કામકાજે ૬.૬૦ સામે ૧૦.૮૫ મથાળે ખુલીને નીચામાં ૬.૯૫ થઈ વધીને  ૨૪.૭૦ સુધી પહોંચી અંતે ૧૫.૮૦ રહ્યો હતો.

બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૩૧,૩૮૩ થી વધીને ૩૧,૫૬૩ : નિફટી ફયુચર ૧૨,૧૨૬ થી વધીને ૧૨,૨૪૭

બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૧૦,૯૨૫ કોન્ટ્રેકટસમાં રૂ.૭૦૦૦.૪૪ કરોડના કામકાજે ૩૧,૩૮૩.૩૦ સામે ૩૧,૫૧૬.૫૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૪૫૮.૪૦ સુધી આવી વધીને ૩૧,૬૧૯.૮૦ સુધી જઈ અંતે ૩૧,૫૬૩ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૦૦,૨૦૯ કોન્ટ્રેકટસમાં રૂ.૯૧૮૨.૦૨ કરોડના કામકાજે ૧૨,૧૨૬.૮૫ સામે ૧૨,૧૬૯.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૨,૧૫૭.૭૦ થઈ વધીને ૧૨,૨૪૭.૭૦ સુધી પહોંચી અંતે ૧૨,૨૨૬.૮૫ રહ્યો હતો. નિફટી ૧૨,૩૫૦નો કોલ ૧,૪૪,૯૦૮કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૪૨૩.૭૫ કરોડના કામકાજે ૧.૫૦ સામે ૧.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૨.૪૦ થઈ ઘટીને ૦.૯૫ સુધી આવી અંતે ૧.૨૫ રહ્યો હતો. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૭૩,૨૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૮૧૧.૦૮ કરોડના કામકાજે ૧.૧૫ સામે ૧.૨૦ મથાળે ખુલીને નીચામાં ૦.૪૫ સુધી આવી અંતે ૦.૬૦ રહ્યો હતો. 

ટેસ્ટી બાઈટનો નફો ૯૭ ટકા વધતાં શેર રૂ.૧૭૩૩ ઉછળીને રૂ.૧૦,૩૯૭ : ગ્લેક્સો, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઉછળ્યા

એફએમસીજી-સુગર શેરોમાં આજે ફરી ફંડોની વ્યાપક આક્રમક લેવાલી થઈ હતી. ટેસ્ટી બાઈટ દ્વારા ત્રિમાસિક ચોખ્ખો નફો ૯૭ ટકા વધીને રૂ.૧૩.૯૭ કરોડ અને ચોખ્ખું વેચાણ ૩૦.૧૪ ટકા વધીને રૂ.૧૧૩,૮૯ કરોડ જાહેર કરાતાં શેરમાં આક્રમક લેવાલીએ રૂ.૧૭૩૨.૯૦ ઉછળીને રૂ.૧૦,૩૯૭.૫૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૦૭.૬૫ ઉછળીને રૂ.૨૨૬૦.૪૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૯૪.૭૫ ઉછળીને રૂ.૧૬,૨૮૯.૭૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૨૮.૫૦ ઉછળીને રૂ.૬૪૪.૦૫, બલરામપુર ચીની રૂ.૧૪.૩૦ વધીને રૂ.૧૭૩.૭૫, ધામપુર ચીની રૂ.૧૨.૩૫ વધીને રૂ.૨૦૨.૫૫, અવધ સુગર રૂ.૧૫.૮૫ વધીને રૂ.૨૭૨.૬૦, ઉત્તમ સુગર રૂ.૫.૫૫ વધીને રૂ.૧૧૩.૮૦, દાલમિયા સુગર રૂ.૫.૪૫ વધીને રૂ.૧૧૩.૬૫, દ્વારકેશ સુગર રૂ.૧.૩૫ વધીને રૂ.૩૮.૨૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૪.૩૫ વધીને રૂ.૩૯૪.૮૫, ઈઆઈડી પેરી રૂ.૧.૨૫ વધીને રૂ.૨૧૭.૩૦, પરાગ મિલ્ક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૦૩.૧૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૧૭.૪૯ પોઈન્ટની છલાંગે ૧૧,૬૭૦.૨૯ બંધ રહ્યો હતો. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી બેંકેક્સ ૨૭૨ પોઈન્ટ વધ્યો : કોટક બેંક, કેન ફિન હોમ, IIFL, MCX, બંધન બેંક ઉંચકાયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું ફરી શોર્ટ કવરિંગ વધ્યા સાથે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં બીએસઈ બેકેક્સ ઈન્ડેક્સ ૨૭૧.૯૭ પોઈન્ટ વધીને ૩૬,૦૯૩,૮૯ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૭.૬૦ વધીને રૂ.૧૭૧૪.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૪૫ વધીને રૂ.૫૪૯.૩૦, એક્સીસ બેંક રૂ.૫.૬૫ વધીને રૂ.૭૫૫.૧૫, એચડીએફસી બેંક રૂ.૯ વધીને રૂ.૧૨૪૯.૦૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૧૩.૪૫ વધીને રૂ.૨૬૮૭, આઈઆઈએફએલ રૂ.૬.૯૦ વધીને રૂ.૧૯૬.૪૦, કેન ફિન હોમ ફાઈનાન્સ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૫૧૦.૯૦, એમસીએક્સ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૧૨૩૭.૪૫, બંધન  બેંક રૂ.૧૦.૩૦ વધીને રૂ.૪૬૯.૫૦, ચૌલા ફિન રૂ.૫.૫૦ વધીને રૂ.૩૩૯.૧૦, એચડીએફસી એએમસી રૂ.૩૨.૨૦ વધીને રૂ.૩૩૫૬.૯૫, બજાજ ફાઈનાન્સ રૂ.૨૦.૩૫ વધીને રૂ.૪૭૬૯.૫૫, બજાજ ફિનસર્વ રૂ.૪૨.૦૫ વધીને રૂ.૯૭૭૩.૫૦ રહ્યા હતા. 

ઈન્ડસઈન્ડ બેંકનું રેટીંગ આઉટલૂક મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં શેર ઘટયો : યશ બેંક, સ્ટેટ બેંક, આરબીએલ બેંક ઘટયા

ખાનગી બેંકિંગ જાયન્ટ ઈન્ડસઈન્ડ બેંકનું સ્થાનિક અને ફોરેન કરન્સી ઈસ્યુઅર રેટીંગ બીડબલએ૩/પી૩ આઉટલૂક બેંકની એસેટ ગુણવતાં નબળી પડી હોવાનો જોખમે સ્ટેબલ થી ડાઉનગ્રેડ નેગેટીવ કરતાં શેરમાં વેચવાલીએ રૂ.૧૫ ઘટીને રૂ.૧૨૭૭.૨૦ રહ્યો હતો. યશ બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૩૫.૨૦, આરબીએલ બેંક રૂ.૭.૮૦ ઘટીને રૂ.૩૩૨.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૩૫ ઘટીને રૂ.૩૨૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૬૫ વધીને રૂ.૨૨૭.૫૦ રહ્યા હતા  

ઓટો શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : મધરસન સુમી, એકસાઈડ, આઈશર મોટર્સ, બોશ, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, કયુમિન્સ વધ્યા

પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત ઘટાડાના પરિણામે અને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આગામી દિવસોમાં રિકવરીની અપેક્ષાએ આજે ફંડોની પસંદગીની શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ રૂપી લેવાલી રહી હતી. મધરસન સુમી રૂ.૨.૫૦ વધીને રૂ.૧૨૭.૫૦,  એકસાઈડ રૂ.૩.૧૫ વધીને રૂ.૧૮૦.૪૫, આઈશર મોટર્સ રૂ.૩૨૩.૪૫ વધીને રૂ.૧૯,૩૦૪.૫૦, બોશ રૂ.૧૯૧.૭૦ વધીને રૂ.૧૪,૩૮૪.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬.૫૫ વધીને રૂ.૫૩૦.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૨૫.૭૦ વધીને રૂ.૨૪૨૨.૮૫, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૧૪૫.૯૦, અમરરાજા બેટરી રૂ.૩.૨૫ વધીને રૂ.૭૬૫.૩૫ રહ્યા હતા. 

આઈટી-સોફટવેર શેરોમાં પસંદગીની તેજી : વિપ્રો, લાર્સન ટેકનો, ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ, ઈન્ફોસીસ વધ્યા

આઈટી-ટેલીકોમ-સોફટવેર સર્વિસિઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. વિપ્રો રૂ.૩.૪૫ વધીને રૂ.૨૪૪.૬૦, લાર્સન ટેકનોલોજી રૂ.૨૧.૯૦ વધીને રૂ.૨૦૧૭.૪૦, ભારતી એરટેલ રૂ.૫.૧૦ વધીને રૂ.૫૩૯.૫૫, ઈન્ફોસીસ રૂ.૭.૨૫ વધીને રૂ.૭૮૧.૦૫, ટીસીએસ રૂ.૧૮.૮૫ વધીને રૂ.૨૧૭૦.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩.૩૫ વધીને રૂ.૬૧૩..૯૫, ટેક મહિન્દ્રા રૂ.૧.૫૫ વધીને રૂ.૮૨૧.૩૫ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલ બ્રેન્ટ ફરી ૫૫ ડોલરની સપાટી કુદાવી : રિલાયન્સ રૂ.૧૭ વધીને રૂ.૧૪૭૦ : કેસ્ટ્રોલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટકીને ફરી વધીને બ્રેન્ટ ક્રુડ ૫૫ ડોલરની સપાટી કુદાવી જતાં અને ઘર આંગણે સરકાર દ્વારા કુકિંગ ગેસના ભાવમાં વધારો કરવામાં આવતાં આજે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૧૪૭૦, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૭.૭૫ વધીને રૂ.૧૫૪.૧૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૫૨૦.૭૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૨૦ વધીને રૂ.૧૩૦.૩૦ રહ્યા હતા. 

હિન્દાલ્કોનો નફો ૨૪ ટકા ઘટયો છતાં શેર મજબૂત : જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, ટાટા સ્ટીલ, વેદાન્તા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે પસંદગીની લેવાલી રહી હતી. હિન્દાલ્કોનો ત્રિમાસિક ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૧૩૯૪ કરોડની તુલનાએ ૨૩.૮૧ ટકા ઘટીને રૂ.૧૦૬૨ કરોડ અને કુલ આવક રૂ.૧૨.૦૯ ટકા ઘટીને રૂ.૨૯,૧૯૭ કરોડ થવા છતાં શેર મજબૂતીએ રૂ.૧૯૩.૮૦ રહ્યો હતો. અન્ય શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૯૫ વધીને રૂ.૨૯૩.૭૦, એનએમડીસી રૂ.૧.૮૫ વધીને રૂ.૧૧૪.૭૦, ટાટા સ્ટીલ રૂ.૩.૭૦ વધીને રૂ.૪૪૭.૯૫, વેદાન્તા રૂ.૧૪૧.૫૫, કોલ ઈન્ડિયા રૂ.૧ વધીને રૂ.૧૮૦.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૯૭ રહ્યા હતા.

 સેન્સેક્સ-નિફટીની તેજીથી વિપરીત સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : ૧૫૩૫ શેરો  નેગેટીવ : ૨૪૩ શેરોમાં મંદીની સર્કિટ

સેન્સેક્સ-નિફટી બેઝડ આક્રમક તેજી સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની અસાધારણ વેચવાલી થતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૭૭ અને ઘટનારની સંખ્યા ૧૫૩૫ રહી હતી. ૧૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIનીરૂ.૪૯ કરોડની કેશમાં ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૩૩૯ કરોડની ચોખ્ખી ખરીદી 

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે બુધવારે કેશમાં રૂ.૪૮.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૫૦૭૧.૧૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૦૨૨.૩૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૩૯.૧૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૭૯૫.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૫૬.૨૯ કરોડની વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિ રૂ.૬૯ હજાર કરોડ વધીને રૂ.૧૫૯.૬૬ લાખ કરોડ પહોંચી 

ઈન્ડેક્સ બેઝડ-ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની આક્રમક લેવાલીએ રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું મળીને એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૬૯ હજાર કરોડ વધીને રૂ.૧૫૯.૬૬ લાખ કરોડ પહોંચી ગયું હતું.

Tags :