સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998
- નિફટી ૭૮ પોઈન્ટ વધીને ૨૪૬૨૦ : FPIs/FIIની કેશમાં રૂ.૧૦૭૬ કરોડની ખરીદી
- ટ્રમ્પના ચાઈના પર ટેરિફ વધાર્યા સામે ભારત સાથે ડિલની તૈયારીએ ફોરેન-લોકલ ફંડોની ફ્રન્ટલાઈન શેરોમાં તેજી
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર ૫૦ ટકા ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં યુરોપના બજારોમાં તેજી સાથે એશીયાના બજારોમાં જાપાન સહિત ભારતીય શેર બજારોમાં આજે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની પણ ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ ૯, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો જોવાયો હતો. ઓટો, મેટલ-માઈનીંગ, હેલ્થકેર, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ સેન્સેક્સ ૨૬૦.૭૪ પોઈન્ટ વધીને ૮૦૯૯૮.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ૭૭.૭૦ પોઈન્ટ વધીને ૨૪૬૨૦.૨૦ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોનું આકર્ષણ : ઉનો મિન્ડા, મધરસન, ટીઆઈ ઈન્ડિયા, ટાટા મોટર્સ, બાલક્રિષ્ન ઈન્ડ. વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે સતત પસંદગીની ખરીદી કરી હતી. ઉનો મિન્ડા રૂ.૩૦ વધીને રૂ.૧૦૫૪.૭૦, મધરસન રૂ.૨.૪૫ વધીને રૂ.૧૫૨.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૮.૩૦ વધીને રૂ.૩૦૭૮.૮૫, ટાટા મોટર્સ રૂ.૬.૪૦ વધીને રૂ.૭૦૯.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૮૦ વધીને રૂ.૨૪૬૬.૯૦, એક્સાઈડ રૂ.૨.૮૦ વધીને રૂ.૩૮૮.૯૦, ટીવીએસ મોટર રૂ.૧૯.૧૦ વધીને રૂ.૨૭૬૦.૭૫, બોશ રૂ.૬૯.૧૫ વધીને રૂ.૩૧,૪૦૭.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૭.૬૭ પોઈન્ટ વધીને ૫૨૩૩૩.૪૭ બંધ રહ્યો હતો.
ચાઈના પર અમેરિકાની ૫૦ ટકા ટેરિફે એડવાન્ટેજ ઈન્ડિયા : મેટલ શેરોમાં એપીએલ, સેઈલ મજબૂત
ચાઈના પર અમેરિકાએ સ્ટીલ, એલ્યુમીનિયમ પરની ટેરિફ વધારીને બમણી ૫૦ ટકા કરતાં એડવાન્ટેજ ભારત બની રહેવાની અપેક્ષાએ ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એપીએલ અપોલો રૂ.૮૨.૭૦ વધીને રૂ.૧૮૯૭.૪૦, સેઈલ રૂ.૧.૫૫ વધીને રૂ.૧૩૧.૮૦, વેદાન્તા રૂ.૨.૯૦ વધીને રૂ.૪૩૬.૮૦, હિન્દાલ્કો રૂ.૪.૨૫ વધીને રૂ.૬૨૬ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૫.૨૪ પોઈન્ટ વધીને ૩૦૬૫૯.૦૨ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી : ડિક્સન રૂ.૫૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૦૯.૩૯ પોઈન્ટ વધીને ૫૭૫૯૬.૯૮ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૫૧૦.૦૫ વધીને રૂ.૧૪,૯૬૧.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૧.૯૦ વધીને રૂ.૪૨૯૨.૬૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૦૫ વધીને રૂ.૧૨૫૦.૯૫, બ્લુ સ્ટાર રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૫૧.૫૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફંડો લેવાલ : ક્વિક હિલ રૂ.૫૨ ઉછળી રૂ.૩૫૩ : રામકો સિસ્ટમ, આઈકેએસ, ઓરેકલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે સતત ખરીદી કરી હતી. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૫૨.૪૫ ઉછળી રૂ.૩૫૨.૬૦, રામકો સિસ્ટમ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૪૬૭.૫૫, આઈકેએસ રૂ.૮૯.૭૦ વધીને રૂ.૧૬૧૨.૩૦, ઓરિએન્ટ ટેકનો રૂ.૧૨.૭૫ વધીને રૂ.૩૫૩.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૯૯.૪૦ વધીને રૂ.૮૬૬૧.૩૫, રેટ ગેઈન રૂ.૧૪.૨૫ વધીને રૂ.૪૫૫.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૪.૨૭ પોઈન્ટ વધીને ૩૬૫૫૮.૭૫ બંધ રહ્યો હતો.
એનએચપીસી, જેએસડબલ્યુ એનજીૅ, સીજી પાવર, અદાણી ગ્રીન એનજીૅ, ટોરન્ટ પાવર, એબીબીમાં તેજી
પાવર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એનએચપીસી રૂ.૧.૯૬ વધીને રૂ.૮૭.૦૮, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૯.૯૦ વધીને રૂ.૫૦૯.૧૫, સીજી પાવર રૂ.૧૨ વધીને રૂ.૬૮૯.૮૦, અદાણી ગ્રીન એનજીૅ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૦૦૫.૩૫, ટોરન્ટ પાવર રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૪૨૦.૩૫, ટાટા પાવર રૂ.૨ વધીને રૂ.૩૯૩.૫૦, એનટીપીસી રૂ.૧.૦૫ વધીને રૂ.૩૨૯.૩૦ રહ્યા હતા.
ઈરકોન, રેલટેઈલ, ટેક્સરેઈલ વધ્યા : રિલાયન્સ ઈન્ફ્રા. એનસીએલટીની ઈન્સોલવન્સી કાર્યવાહી રદ થતાં વધ્યો
રેલવે, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં એનસીએલટીએ ઈન્સોલવન્સી કાર્યવાહી પર રોક લગાવતાં શેર રૂ.૩૮.૫૫ વધીને રૂ.૩૮૦.૫૦ રહ્યો હતો. ઈરકોન રૂ.૨૬.૨૫ વધીને રૂ.૨૨૦.૩૦, રેલટેઈલ રૂ.૪૩.૬૫ વધીને રૂ.૪૪૨.૩૦, સ્વાન એનજીૅ રૂ.૩૬.૮૦ વધીને રૂ.૪૪૯.૩૦, ઓલકાર્ગો રૂ.૨.૩૪ વધીને રૂ.૩૩.૨૮, ગાર્ડન રિચ શિપ રૂ.૨૦૮.૬૦ વધીને રૂ.૩૩૫૮.૫૦, આરવીએનએલ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૪૨૯.૯૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૨૦૩.૭૦ વધીને રૂ.૩૪૨૭.૩૫, હેરીટેજ ફૂડ રૂ.૨૫.૧૫ વધીને રૂ.૪૪૬.૧૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ખરીદી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૦૨૭ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓની પસંદગીની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૭ અને ઘટનારની સંખ્યા ૧૯૯૩ રહી હતી.
ક્રુડની મજબૂતી વચ્ચે ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત રહ્યા સાથે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ જળવાયું હતું. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૭૦ વધીને રૂ.૨૦૮.૮૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૦૫ વધીને રૂ.૪૨૫.૦૫, એચપીસીએલ રૂ.૫ વધીને રૂ.૪૦૬.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૪૨૩.૨૦, પેટ્રોનેટ રૂ.૨.૩૦ વધીને રૂ.૩૦૭.૩૦, બીપીસીએલ રૂ.૧.૯૦ વધીને રૂ.૩૧૧.૫૫ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૨૦ લાખ કરોડ રહ્યું
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૨૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની રૂ.૧૦૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૨૫૬૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૧૦૭૬.૧૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૫૭૫.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૯૯.૩૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૫૬૬.૮૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૦૪૫.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૭૮.૩૫ કરોડની વેચવાલી કરી હતી.